શિયાળાની ઋતુ ચાલી રહી છે અને તમને બજારમાં ઘણું સારું અને પાકેલું પપૈયું મળી જશે. આમ તો તમને બજારમાં દરેક સિઝનમાં પપૈયા મળી જશે પરંતુ શિયાળાની ઋતુમાં જે પપૈયું તમને બજારમાંથી મળશે તે મીઠું હશે અને સડેલું – ગીલું નહીં હોય. પરંતુ તમે મીઠું પપૈયું ત્યારે જ ખાઈ શકો જ્યારે તમે બજારમાંથી યોગ્ય પપૈયું ખરીદ્યું હોય.
સામાન્ય રીતે લોકોને ખરીદતી વખતે ખબર હોતી નથી કે પપૈયું કેટલું સ્વાદિષ્ટ અને મીઠું હોય છે. તો લોકો પપૈયાના દેખાવ પરથી જ અનુમાન લગાવીને જ પપૈયું ખરીદે છે અને જ્યારે તેઓ ઘરે આવીને તેને કાપે ત્યારે અંદરથી કાચું, બેસ્વાદ અને ઝાંખું નીકળે છે.
પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે પરંતુ જો તમે પપૈયું ધ્યાનથી ના ખરીદો તો તેને ખાવાથી બીમાર પણ પડી શકો છો. આજે અમે તમને પપૈયું ખરીદવાની સાચી રીત જણાવીશું. જો તમે અહીંયા જણાવેલી 5 વાતોનું ધ્યાન રાખશો તો તમે બજારમાંથી સારું અને મીઠું પપૈયું ખરીદીને ઘરે લાવશો.
પાકેલા પપૈયાને ઓળખવાવાની રીત : સામાન્ય રીતે લોકો બજારમાંથી પપૈયા ખરીદવા જાય ત્યારે તેનો રંગ જોઈને જ ખરીદે છે. જો પપૈયા પીળા રંગનું હોય તો તે પાકેલું હોવાનું માનવામાં આવે છે અને તેને ઘરે લઈ જાઓ.
પરંતુ પાકેલા પપૈયાને ઓળખવાનો સૌથી સહેલો રસ્તો તેના પરની પીળી પટ્ટીઓ જોવાની. જો તમને પપૈયા પર પીળા કે નારંગી રંગના પટ્ટા દેખાય તો સમજવું કે તે પાકેલું છે અને પપૈયામાં સહેજ પણ લીલો રંગ દેખાય તો તેને ખરીદવું ના જોઈએ.
પપૈયાને આ રીતે ટેસ્ટ કરો : પપૈયાનું નિરીક્ષણ કર્યા વગર અને ફળ ખરીદશો નહીં. ઘણી વખત લોકો ફળ વાળાને પપૈયું કાપીને ખવડાવવાનું કહે છે અને ફળવાળો વ્યક્તિ પણ આમાં ચતુરાઈ બતાવે છે અને પપૈયાના પાકેલા ભાગમાંથી એક ભાગ કાઢીને તમને ખવડાવે છે. પરંતુ તમારે પપૈયાને દબાવીને જોવું જોઈએ. જો પપૈયું વધારે દબાવતું હોય તો જાણી લો કે તે અંદરથી સડેલું અથવા મીઠું નહિ હોય.
આવું પપૈયું ના ખરીદશો : જો તમે પપૈયા પર પીળા કે કેસરી રંગના પટ્ટા જોઈ રહ્યા છો પણ જો તમને પપૈયા પર સફેદ રંગ દેખાય છે તો તે પપૈયા ક્યારેય ખરીદશો નહીં. આવા પપૈયા પાકેલા હોય છે પરંતુ વધુ પડતા પાકવા અને જુના થવાને કારણે તેમને ફૂગ થાય છે.
જ્યારે તમે આ પ્રકારનું પપૈયું કાપશો ત્યારે તે સડેલું હશે અને કેટલીક જગ્યાએ ખાવામાં મીઠું હશે અને કેટલીક જગ્યાએ સ્વાદ વગરનું હશે. સાથે ફૂગવાળું પપૈયું ખાવાથી તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ અસર પડી શકે છે.
પપૈયાની સુગંધ : પપૈયાની સુગંધથી તમે ઓળખી શકો છો કે તે પપૈયું સારું છે કે નહીં. સામાન્ય રીતે જે પપૈયુંમાંથી વધારે સુગંધ આવતી હોય તે અંદરથી પાકેલું અને મીઠું હોય છે. તેથી જ્યારે તમે પણ પપૈયું ખરીદતા હોવ ત્યારે તેની સુગંધને જરૂર ચેક કરો.
પપૈયાની છાલ : જો પપૈયું વજનમાં વધારે ભારે છે અને તેની છાલ પણ જાડી અને કઠણ છે તો સમજી લેવું કે તે હજુ પૂરું પાક્યું નથી. એટલું જ નહીં પણ તમારે પપૈયાની આગળ અને પાછળની બંને બાજુ જોવી જોઈએ. જો તમને પપૈયામાં લીલું લાગતું હોય અથવા તેને દબાવવામાં કઠણ લાગે તો તેને બિલકુલ ના લેવું જોઈએ.
આશા છે કે તમને આ જાણકારી ગમી હશે. તો હવે જ્યારે પણ તમે બજારમાંથી પપૈયું ખરીદવા માટે જાઓ ત્યારે ઉપર જણાવેલી ટિપ્સને જરૂર ધ્યાનમાં રાખો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી જાણકારી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.