શું તમે ક્યારેય તમારા મનપસંદ વ્યક્તિને જોઈને વિચાર્યું છે કે તેમનું સ્મિત આટલું સારું કેવી રીતે લાગે છે, તો તેની પાછળનું સત્ય છે તેના મોતી જેવા સફેદ દાંત.
જો કે તમે વિચારતા હશો કે એમની પાસે આવા દાંત મેળવવા માટે પૈસા છે, અને આપણે સમજીએ છીએ કે તમારે તેવા દાંત મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે. જો તમે તમારા પીળા દાંત ના ડાઘ સાફ કરવા માંગો છો અને સારી મૌખિક સ્વચ્છતા રાખવા માંગતા હોય તો આ લેખ ચોક્કસ તમારે વંચાવો જોઈએ.
જો તમે ધૂમ્રપાન કરતા હોય અથવા ચા કે કોફીના ખુબ વ્યસની હોય અથવા તમારા દાંતની કાળજી નથી રાખતા તો દાંત પર પીળા ડાઘ પડવા અનિવાર્ય છે. જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણા પીળા દાંતના કારણે પરિસ્થિતિ ખૂબ જ શરમજનક બની જાય છે અને કેટલાક લોકો એવા હોય છે જેઓ તેને નિર્દેશ કરીને બધાની વચ્ચે તમને કહી દે છે.
તો આજના લેખમાં અમે તમારી સાથે આવા જ કેટલાક હેક્સ શેર કરી રહ્યા છીએ જેને તમે ઘરે જ જોઈ અને ટ્રાય કરી શકો છો અને આનાથી તમને થોડા જ સમયમાં તમારા દાંત સફેદ અને ચમકદાર થઇ જશે.
1) સ્ટ્રોબેરી : સ્ટ્રોબેરીમાં વિટામિન સી હોય છે જે દાંતમાં સડો, પીળા ડાઘ અને શ્વાસની દુર્ગંધ જેવા મોઢાના નુકસાનને ઠીક કરવામાં મદદ કરે છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે મોંની અંદરથી નુકસાનને સુધારવા માટે જાણીતું છે. આ સિવાય સ્ટ્રોબેરીમાં મૈલિક એસિડ પણ હોય છે જે સફરજનમાં પણ જોવા મળે છે. મૈલિક એસિડ કુદરતી દંતવલ્ક વ્હાઇટનર કહેવાય છે.
કેવી રીતે : તમારે થોડી સ્ટ્રોબેરીને મિક્સરમાં પીસીને તમારી મનપસંદ ટૂથપેસ્ટ સાથે મિક્સ કરવાની કરીને, આ મિશ્રણથી બ્રશ કરો અને તમારા મોંને નવશેકા પાણીથી ધોઈ લો. તમારા દાંત સફેદ મોતી જેવા પાછા મેળવવા માટે આ પ્રક્રિયાને દિવસમાં બે વાર કરો.
2) સંતરા : સંતરાની છાલમાં વિટામિન-સી હોય છે, જે તમારા દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે જે પ્લેક અને પેઢાના ચેપનું કારણ હોય છે અને સડો લાગવાનું કામ કરે છે. સંતરાની છાલના સફેદ ભાગમાં જોવા મળતા વિટામિન સી, પેક્ટીન, લિમોનીન, ગ્લુકોનેટ દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. આ સંયોજનો કુદરતી રીતે દાંતને સફેદ કરે છે.
કઈ રીતે : દરરોજ રાત્રે સૂતા પહેલા સંતરાની છાલને દાંત પર ઘસવાથી મોંની સાફ સફાઈમાં સુધારો થાય છે. તેના વધારાના લાભો મેળવવા માટે તમે તમારા બ્રશિંગ રૂટિન સાથે આને અનુસરી શકો છો.
પરંતુ સંતરા કુદરતી રીતે એસિડિક હોય છે તેથી તેનો ઉપયોગ ઓછી માત્રામાં કરો, કારણ કે કુદરતી દાંત સફેદ કરનાર તરીકે સંતરાની છાલનો ઉપયોગ ખરેખર તમારા દાંતના દંતવલ્કને નુકસાન પહોંચાડી શકે છે અને તમારા દાંતને નબળા બનાવી શકે છે. અને તમારા સ્મિત પર કાયમી માટે નકારાત્મક અસરો કરી શકે છે.
3) સફરાજન : સફરજનની એસિડિક પ્રકૃતિ ડાઘની સાથે દાંતના અન્ય નુકસાનને દૂર કરવામાં મદદ કરે છે. સફરજન ફક્ત તમારા સ્વાસ્થ્યને જ ફાયદો નથી કરતું પરંતુ તેની સાથે તમારા દાંતને સફેદ અને ચમકદાર રાખવામાં પણ મદદ કરે છે. માત્ર એક સફરજન ચાવવા અને ખાવાથી તમારા દાંત સાફ થાય છે કારણ કે સફરજનમાં મૈલિક એસિડ હોય છે જે ટૂથપેસ્ટમાં વારંવાર ઉપયોગમાં લેવાતું કુદરતી સફેદીકરણ સંયોજક છે.
કેવી રીતે : તમે માત્ર એક આખું સફરજન ખાઈ જાઓ.આ સરળ પદ્ધતિ દાંત માટે એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે અને ધીમે ધીમે ડાઘ તેમજ જે મૌખિક નુકસાનનું કારણ બનતા બીજા બેક્ટેરિયાને દૂર કરે છે. સફરજન ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો હોય છે.
આ 3 હેક્સની મદદથી તમને પીળા દાંત સાફ કરવામાં પણ મદદ કરી શકે છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર નિષ્ણાતની સલાહ જરૂર લો. આવી જ વધારે માહિતિ મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.