સામાન્ય રીતે આપણા ઘરોમાં મગફળીને નાસ્તા અથવા ફળાહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, આજે અમે તમને એવી જ ચટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે મગફળીનો ઉપયોગ કરીને બનાવી શકો છો.
મગફળીના ઉપયોગથી બનાવાવમાં આવતી આ ચટણી વારંવાર બનાવીને તેનો સ્વાદ લેવાનું મન થશે. જો કે મગફળીને શરીર માટે પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે, અને જ્યારે તમે તેને ચટણી બનાવી ટેસ્ટ કરવામાં આવે તો તેની વાત અનોખી છે, તો ચાલો આ ચટણી બનાવવાની રીત જાણીયે.
સામગ્રી : મગફળી 1 કપ, ચણાની દાળ 1/2 કપ, જીરું 1 ચમચી, લીલા મરચા 2, કાળી રાઈ 1/2 ચમચી, હિંગ 1/2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, તેલ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે
મગફળી ની ચટણી બનાવવાની રીત : ચટણી બનાવવા માટે સૌથી પહેલા મગફળીને મધ્યમ આંચ પર સારી રીતે શેકીને બહાર કાઢી લો. એ જ પેનમાં ચણાની દાળને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો. મગફળીને શેકાઈ ગયા પછી તેના પર રહેલા ફોતરાં કાઢીને અલગ કરો.
ફોતરાં કાઢી લીધા પછી મિક્સરમાં ચણાની દાળ, સીંગદાણા, લીલા મરચાં, મીઠું અને સહેજ પાણી ઉમેરીને બરાબર પીસી લો. તેને પીસીને એક વાસણ લઈને તેમાં કાઢી લો. હવે તેમાં તડકો લગાવા માટે એક પેનમાં તેલ, રાઈ, હિંગ અને આખા લાલ મરચાંને થોડી વાર માટે સાંતળી લો.
સંતળાઈ જાય એટલે ચટણી પર તડકો અને લીંબુનો રસ રેડો અને તેને ચમચી વડે સારી રીતે મિક્સ કરો. સ્વાદિષ્ટ અને ટેસ્ટી મગફળીની ચટણી સર્વ કરવા માટે તૈયાર છે. જો તમને આ ચટણી ગમી હોય તો આવી જ બીજી રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.