પહેલાના જમાનામાં બધો જ ડેટા નોટબુકમાં અને રોકડેથી થતો હતો, પરંતુ આજના આ ડીજીટલ યુગમાં બધું જ ઓનલાઈન થઈ ગયું છે. ખાસ કરીને હવે પ્લાસ્ટિક મની પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શાકભાજીથી લઈને રાશનની દુકાન સુધી બધી જગ્યાએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા થઇ ગઈ છે.
જેના કારણે વડીલોથી લઈને બાળકો સુધી પોતાની સાથે રોકડ પૈસા રાખવાની જરૂર પડતી નથી. માત્ર એક ક્લિક કરો અને પૈસાની ચુકવણી ખૂબ જ સરળતાથી થઈ જાય છે.આ રસ્તો આપણને અને સામેવાળાને બંને ને આસાન લાગે છે.
ઇન્ટરનેટ બેંકિંગ અથવા મોબાઇલ એપથી પૈસાની ચૂકવણી કરવી એ ખૂબ જ સરળ વિકલ્પ દેખાઈ શકે છે, પરંતુ તેમાં જોખમ પણ ઓછું નથી. ખાસ કરીને, જો બાળકો તેમના ફોનથી ઓનલાઇન પેમેન્ટ કરે છે તો તમારે વધુ સાવધાન રહેવાની જરૂર છે.
કેટલીકવાર બાળકો પેમેન્ટ કરતી વખતે અજાણતામાં એવી ભૂલો કરી બેસે છે, કે જેનાથી એકાઉન્ટ ખાલી થવામાં સમય લાગતો નથી અને આવું તમારી સાથે પણ થાય, એવું તમ પણ નહીં ઇચ્છતા હોય. તો આજે આ લેખમાં અમે કેટલીક સેફ્ટી ટિપ્સ વિશે જણાવીશું, જેને બાળકોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.
અસિક્યોર નેટવર્ક્સથી બચતા રહો : ઘણી વખત બાળકો જાહેર સ્થળ પટ હોય ત્યારે તેઓ પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરે છે. પરંતુ ઓનલાઈન વ્યવહારો કરતી વખતે ક્યારેય અસુરક્ષિત નેટવર્કનો ઉપયોગન ના કરવો જોઈએ. તેનાથી તમારો પર્સનલ ડેટા લીક થવાની શક્યતા વધી જાય છે. તેથી બાળકોને ફક્ત સુરક્ષિત નેટવર્કનો ઉપયોગ કરવાનું શીખવો.
ઓનલાઈન ટ્રાન્જેક્શન વિશે માહિતગાર કરો : આજકલ ફોનમાં છેતરપિંડીના કૉલ્સ આવવું સામાન્ય છે, જે તમારી અંગત માહિતી અથવા OTP વગેરે પૂછવા માટે લલચાવે છે. બની શકે કે બાળકો આ ભૂલ કરી શકે છે.
તેથી જો બાળક તેના ફોનથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે તો તેને ઓનલાઇન ટ્રાન્જેકશન વિશે શિક્ષિત કરવાની જરૂર છે. તેને સમજાવો કે કોઈપણ કૉલમાં તેની અંગત માહિતી શેર ના કરવી જોઈએ.
પાસવર્ડ બદલતા રહો : સામાન્ય રીતે, બાળકો તેમના મોબાઈલમાં પેમેન્ટ એપ્લિકેશનમાં લાંબા સમય સુધી એક જ પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે. બની શકે કે કોઈએ બાળકનો પાસવર્ડ જોયો હોય અને પછી તે તેનો દુરુપયોગ પણ કરી શકે છે. તેથી, તમારા બાળકને સમજાવો કે તેણે અમુક સમયે તેનો પાસવર્ડ બદલવો જોઈએ.
બાળકને શક્ય હોય તો તે પણ સમજાવો કે જો તે એક જ પાસસવર્ડ બધી એપ્લિકેશનમાં રાખે છે તો તે કરવું જોઈએ, હંમેશા બેન્કિંગ અને ઓનલાઇન ટ્રાન્જેકશન આપ્લિકેશનનો પાસવર્ડ બીજી કરતા અલગ જ હોવો જોઈએ, જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા ડબલ પાસવર્ડથી તમારા ફોનને વધારાની સુરક્ષા પ્રદાન કરો.
વિશ્વસનીય વેબસાઇટ્સનો જ ઉપયોગ કરો : ઘણી વખત બાળકો ખરીદી કરતી વખતે અથવા ઓનલાઈન મુવી ડાઉનલોડ કરતી વખતે, અજાણતામાં કઈ વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યા છે તેની કાળજી લેતા નથી. તેઓ સસ્તી વસ્તુઓ ખરીદવા માંગતા હોય છે. પરંતુ ક્યારેક બાળકો આવી વેબસાઈટની પર પહોંચી જાય છે જે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તેથી તમે પણ બાળકોને લૉક આઇકન સહિત https જેવા સુરક્ષા સંકેતો વિશે શીખવો. તેનાથી બાળકને ખબર પડશે કે તે જે વેબસાઈટ પરથી ખરીદી કરી રહ્યો છે થવા મુવીડાઉનલોડ કરી રહ્યો છે તે સુરક્ષિત છે કે નહીં. http વેબસાઈટ સુરક્ષિત નથી, https વેબસાઈટ સુરક્ષિત હોય છે.
એલર્ટ સેટ કરો : ઘણીવાર બાળકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન કેટલીક ભૂલો પણ કરી શકે છે અને તેના કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. પરંતુ તમારી સાથે આવું કંઈ ન થાય તે માટે તમારા મોબાઈલ નંબર પર હંમેશા ડિજિટલ એલર્ટ રાખવું જોઈએ. કારણ કે, જ્યારે પણ બાળક કોઈપણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે તો તેની માહિતી તમને તરત જ મળી જશે.
આટલું જ નહીં, પણ જો બાળક અજાણતામાં કોઈ ખોટું ટ્રાન્જેકશન કરે છે તો તરત જ તમારી બેંકને જાણ કરો. આનાથી તમારા પૈસા પાછા પણ આવશે અને ટ્રાન્ઝેક્શન આપોઆપ કેન્સલ થઈ જશે. જો તમને પણ આ લેખ ગમ્યો હોય, તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.