સાડી કોઈપણ સ્ત્રીને સારી લાગે છે. તમે તેને દરરોજથી લઈને ઓફિસ અને પાર્ટીઓમાં અને લગ્નમાં પણ પહેરી શકો છો. ભલે તમે વેસ્ટર્ન કપડામાં ગમે તેટલા સારા લગતા હોય, જયારે સાડી પહેરો ત્યારે એક અલગ જ ગ્રેસ જોવા મળે છે. કદાચ આ જ કારણ છે કે તમને દરેક મહિલાના કપડામાં સાડી ચોક્કસ હશે.
આજકાલ મહિલાઓ ઘકામ અને ઓફિસ કામમાં વ્યસ્ત હોવાને લીધે મહિલાઓ આ દિવસોમાં ઓનલાઈન ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે અને તે સાડીઓ પણ ઓનલાઈન ખરીદવાનું પસંદ કરે છે. ઓનલાઈન સાડી ખરીદવી એ સારો અને સરળ વિકલ્પ છે, પરંતુ સાડીઓ ઓનલાઈન ખરીદવી એટલું પણ સરળ નથી.
જો તમે પણ એ મહિલાઓમાં છો જે ઓનલાઇન સાડી ખરીદવાનું વધારે પસંદ કરે છે, તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તમે પણ છેતરાતા બચી શકો છો. આજે આ લેખમાં જણાવવામાં આવેલી કેટલીક બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.
વિગતો જરૂર તપાસો : જો કે શોપિંગ વેબસાઇટ્સ પર સાડીના ફોટા સારા બતાવવામાં આવે છે, પરંતુ સાડી ખરેખર કેવી છે તે ચિત્ર જોઈને ખબર નથી પડતી. તેથી શોપિંગ કાર્ટમાં કોઈપણ સાડીને એડ કરતા પહેલા તેની વિગતો તપાસવી જોઈએ. નામખ્યાત વેબસાઇટ પર તેના ઉત્પાદન વિશે સંપૂર્ણ માહિતી આપે છે, જેમ કે તેનું કાપડ અને લંબાઈ વગેરે.
રીવ્યુ જરૂર વાંચો : સાડીની વિગતો તપાસ્યા પછી, તેના રીવ્યું વાંચો. કદાચ તમને સાડીનો ફોટો ગમ્યો હશે, પરંતુ જો તમે સાડી હકીકતમાં કેવી લાગે છે તે જોવી હોય તો તેના નીચે આપેલા રીવ્યુ વાંચો. ઘણીવાર રીવ્યુમાં તે સાડીના વાસ્તવિક ફોટા અને વિડિઓ હોય છે. તે કપડાંની ગુણવત્તા વિશે પણ લખેલું હોય છે, જેનાથી તમે તે સાડી વિશે સારી માહિતી મેળવી શકો.
વિશ્વસનીય વિક્રેતાઓ પાસેથી જ ખરીદો : તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ઑનલાઇન દુનિયા કપટથી ભરેલી છે. ફોટા અલગ છે અને હકીકત અલગ હોય છે. તેથી, જો તમે કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે વિશ્વસનીય સેલર પાસેથી સાડી ખરીદવી જોઈએ.
કેટલાક ઑનલાઇન વિક્રેતાઓ તેમની પ્રામાણિકતા માટે જાણીતા છે. તેથી, જો તેમની પાસેથી સાડી ખરીદો, તો તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના ઘણી ઓછી થઇ જાય છે.
બ્રાન્ડેડ સાડી : જો તમે નથી ઈચ્છતા કે તમને કોઈ ખરાબ ક્વોલિટીની સાડી મળે તો એવામાં તમે બ્રાન્ડની સાડીઓ ખરીદવનો આગ્રહ રાખો. હા, બ્રાન્ડેડ સાડીઓ થોડી મોંઘી જરૂર હોય છે, પરંતુ તેની કાપડની ક્વોલિટી, પ્રિન્ટ, કલર અને એમ્બ્રોઇડરી વગેરે ખૂબ જ સારી હોય છે.
રીટર્ન પોલિસી ચેક કરો : ઓનલાઈન સાડીઓ ખરીદવી ચોક્કસપણે સલામત વિકલ્પ છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે જ્યાં તમને ઓર્ડર કરેલી વસ્તુ ઘરે આવ્યા પસંદ નથી આવતી, તો કિસ્સામાં તમારે તમારો ઓર્ડર પાછો કરવો પડશે અને તમારા પૈસા પાછા મેલાવ માંગશો. તેથી ઓર્ડર આપતા પહેલા સાડીની રિટર્ન પોલિસી જરૂર તપાસો.
ડિલિવરી પર પણ ખાસ ધ્યાન આપો : તમે જે સાડીનો ઓર્ડર કરો છો તેની શિપિંગ ક્યારે છે તે તપાસો. ખાસ કરીને જો તમે કોઈ ખાસ પ્રસંગ માટે સાડી ખરીદી રહયા હોય તો તે મહત્વપૂર્ણ બની જાય છે. ઉદાહરણ તરીકે, તમારે બે દિવસમાં ફંક્શન માટે સાડીની જરૂર છે અને જ્યારે તે ચાર દિવસમાં ડિલિવરી થશે. તો આવી સ્થિતિમાં તમારે સાડીના બીજા વિકલ્પો જોવા જોઈએ.
ડિઝાઇન ખાસ જુઓ : ઇન્ટરનેટ પર તમારી પાસે ઘણા વિકલ્પો છે. તેથી તમે તમારા માટે શ્રેષ્ઠ સાડી ખરીદવા માંગતા હોય તો તમારે તમારો થોડો સમય કાઢીને તપાસવું જોઈએ અને તમારે એવી સાડી પસંદ કરવી જોઈએ જે અત્યારે ટ્રેન્ડમાં પણ ચાલે અને કોઈ પ્રસંગમાં પણ પરફેક્ટ લાગે અને તમને સારી લાગે.
જો તમે પણ ઓનલાઇન સાડી ખરીદવા માંગતા હોય તો ઉપર જણાવેલી બાબતોને ખાસ ધ્યાનમાં રાખો. જો તમને આ લેખ ગમ્યો હોય, આવી જ બીજી જાણકરી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.