bad habits that cause depression
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જીવનમાં દરેક વ્યક્તિ ટેન્શન ફ્રી રહેવા માંગે છે પરંતુ વાસ્તવમાં તમને તમારી આસપાસ ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે જે કહેશે કે તે તેના જીવનમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી. દરેક વ્યક્તિ તેના જીવનમાં કોઈને કોઈ બાબતને લઈને ચિંતામાં હશે, કદાચ તમે પણ અત્યારે જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ અને ચિંતાઓથી ઘેરાયેલા હશો.

આમાંથી ઘણી એવી વસ્તુઓ છે જે આપણા હાથમાં નથી હોતી અને તેથી તેની ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ જો તમે ક્યારેય શાંત ચિત્તે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે જીવનમાં અનેક પ્રકારની ચિંતાઓ હકીકતમાં નથી પરંતુ તે ટેન્શન વ્યક્તિ પોતે જ બનાવે છે.

હકીકતમાં આપણે બધા જીવનમાં ઘણી નાની આદતો અપનાવી લઈએ છીએ, જે ક્યાંક ને ક્યાંક ટેન્શનનું કારણ બને છે. આ આદતો પર આપણે ધ્યાન નથી આપતા અને તે જીવનમાંથી સુખ-શાંતિ છીનવી લે છે, તે આપણને ખબર પણ નથી હોતી. તો આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક નાની આદતો વિશે જણાવીશું જે તમારા ટેન્શનનું કારણ બની શકે છે.

આવતીકાલ માટે કામ છોડી દો

ક્યારેક એવું બને છે કે જ્યારે આપણને કામ કરવાનું મન નથી હોતું ત્યારે આપણે તેને આવતી કાલ માટે છોડી દઈએ છીએ, અને એવુ વિચારીયે છીએ કે કાલે કરી લઈશું. પરંતુ ઘણા લોકોની આદત હોય છે કે તેઓ બધું આવતી કાલ સુધી મુલતવી રાખે છે.

આમ કરવાથી તેઓ થોડા સમય માટે હળવાશ અનુભવે છે પરંતુ બીજા દિવસે વધારાનું કામ કરવાનું આવે છે અને પછી તેને પૂરું નથી કરી શકતા, ત્યારે તેઓ અચાનક ટેન્શનમાં આવી જાય છે અને કામ પૂરું કરવું પણ મુશ્કેલ બની જાય છે. તેથી કામ સમયસર કરો અને ટેંશન ફ્રી રહો.

અસંભવ ગોલ સેટ કરવો

આપણે બધા આપણા જીવનમાં કંઈક મોટી સફળતા મેળવવા માંગીએ છીએ પરંતુ તમે તમારો ગોલ સેટ ના હોવાને કારણે તમે તે લક્ષ્યો પૂર્ણ કરી શકતા નથી. અને જો તમારું ધાર્યું કામ થતું નથી અને તમે આ તમારા ટેન્શનનું કારણ બની જાય છે.

ઉદાહરણ તરીકે, જો તમે વજન ઘટાડવાનું વિચાર્યું હોય અને તમે બે મહિનામાં 10 કિલો વજન ઘટાડવાનું વિચારી લીધું છે તો તે તમને માત્રને માત્ર ટેન્શન આપશે. એટલું જ નહીં અવાસ્તવિક ધ્યેયો પૂરા ન થવાના કિસ્સામાં તમે વધારે નિરાશ અને ચિંતિત થઇ જશો. તેથી તમારી ક્ષમતા મુજબ જ લક્ષ્યો નક્કી કરો.

જરૂરી બીલ અથવા પૈસા બાકી રાખવા

આપણામાંથી મોટાભાગના લોકોની આ આદત હોય છે. આપણે આપણી ઑફિસમાં અહીંયા અને ત્યાંના કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે આપણા મહત્વપૂર્ણ બિલ વગેરે ચૂકવવાનું ભૂલી જઈએ છીએ. જેથી પાછળથી ચિંતાનું કારણ બની જાય છે.

ખાસ કરીને, જો તમે બિલ ભરવાનું ભૂલી ગયા હોય તે પૈસા તમે બીજી કોઈ જગ્યાએ ખર્ચી નાખ્યા હોય, તો તમારું આ ટેન્શન બમણું થઈ જાય છે. તેથી આવી કોઈપણ પરિસ્થિતિને ટાળવા માટે, તમારા ફોન પર એક રીમાઇન્ડર સેટ કરીને રાખો, જે તમને દર વખતે બિલ જનરેટ થાય ત્યારે યાદ અપાવે.

સ્વાસ્થ્યની અવગણના કરવી

આ આદત મોટાભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે. તે ઘર અને બહારના કામમાં એટલી વ્યસ્ત રહે છે કે તે તેના ખાવા-પીવા પર અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. ઘણી વાર તેમની પાસે ખાવાનો ચોક્કસ સમય નથી હોતો અને ન તો તેઓ તેમના આહારમાં પૂરતા પોષક તત્વોનો સમાવેશ કરી શકે છે.

જ્યારે તેમને ભૂખ લાગે છે ત્યારે તે ચટપટું કંઈપણ ખાય છે. કેટલીકવાર તે બચેલા ખોરાકને બગાડથી બચાવવા માટે પોતે જ ખાઈ લે છે. તમારી આ આદતનું પરિણામ તમને તરત દેખાતું નથી, પરંતુ લાંબા ગાળે આ આદત ટેન્શનનું કારણ બની જાય છે.

વાસ્તવમાં, સ્વાસ્થ્યને અવગણવાથી ઘણી નાની મોટી બીમારીઓ આપણને ઘેરી લે છે અને પછીથી મેડિકલ ખર્ચથી લઈને બગડતી તબિયત એક મોટી ચિંતાનો વિષય બની જાય છે. તેથી ક્યારેય સ્વાથ્ય સાથે ચેડા કરશો નહીં. પરિવારની સાથે પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપો.

અમને આશા છે કે તમે પણ ઉપર જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન આપશો. જો તમને આ લેખ ગમ્યો હોય તો બીજાને પણ આ વિષે જણાવો અને આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા