not good for health
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમારા ચહેરા પર ઉંમર પહેલા જ કરચલીઓ દેખાવા લાગી છે? તમે ત્વચાની સારી રીતે સંભાળ લઇ રહયા છો તો પણ આવું થઈ રહ્યું છે? તો તમારી ડાઈટ પર ધ્યાન આપવાની જરૂર છે. જો કે ઘરડા થવું એ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ જીવનશૈલીના ઘણા પરિબળો છે જે તમારી ઘરડા દેખાવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

એવું જ એક મુખ્ય પરિબળ છે, ઉંમર વધવાની શરૂઆતી લક્ષણોને રોકી શકે છે, તે છે તમારો આહાર. તમે શું ખાઓ છો તેના પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે.

કોફીની સાથે ખાંડથી ભરેલો નાનો કપ શરૂઆતમાં હાનિકારક લાગતો નથી, પરંતુ લાંબા ગાળે તે આપણી સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. અમે એએવી જ ડાઇટની યાદી લઈને આવ્યા છીએ જે આપણી ત્વચા પર ખરાબ અસર કરી શકે છે અને તેને સાવધાની સાથે ખાવાની જરૂર છે.

ખાંડ : આપણે જાણીયે છીએ કે ગુજરાતી ગળ્યું વધારે ખાય છે, ગુજરાતી જ્યાં પણ જાય તે મીઠાઈઓ જોડે લઈને જ જાય છે. આપણે બધામાં ખાંડનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ સત્ય કહેવાની જરૂર છે. આ તમામ મીઠાઈઓમાં ખાંડની માત્રા વધુ હોય છે, જે તમારા શરીરમાં કોલેજન અને ઈલાસ્ટિનને નુકસાન પહોંચાડે છે.

તમારી ત્વચાને સોફ્ટ અને ચમકદાર રાખવા માટે આ મુખ્ય પરિબળ છે. ખાંડ એ વજન વધવાનું, તમારી ત્વચા ઢીલી પડવાનું, કરચલીઓ પડવાનું અને સામાન્ય રીતે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું એક મુખ્ય કારણ છે. ડાયાબિટીસ પણ થઇ શકે છે.

ફાસ્ટ ફૂડ ખાવાથી પણ પડે છે કરચલીઓ : ઊંચા તાપમાને તળેલા ખોરાક ફ્રી રેડિકલ છોડે છે, જે આપણા શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે. તળેલા ખોરાકનું સેવન માત્ર તમારી ત્વચાને નુકસાન કરવાની સાથે, તમારી કમરલાઇન તેમજ શરીરના બીજા ભાગોને પણ અસર કરે છે.

મોટાભાગના ફાસ્ટ- ફૂડમાં અનહેલ્ધી તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. ડીપ ફ્રાય ફૂડ માટે વપરાતું તેલ તમારા સ્વાસ્થ્ય અને ત્વચા પર પણ ઘણી અસર કરે છે. તમે પણ જાણો છો કે એકવાર નમકીન કે ગાંઠિયા, ભજીયા આએક જ તેલમાં કેટલી બધી વાર તળાય છે.

સોડા પણ છે નુકસાનકારક : તમારા સોડા પીણાં એ વધારે પ્રમાણમાં ખાંડ અને કેફીનનો ભંડાર હોય છે, જે મોટાભાગે તમારા ઊંઘના ચક્રને અસર કરે છે. જ્યારે તમારા શરીરને પૂરતો આરામ કે યોગ્ય ઊંઘ મળતી નથી ત્યારે તે તમારી ત્વચા પર ઉંમર વધવાના સંકેતો દેખાડવાનું શરૂ કરે છે.

ઊંઘ અને આરામના અભાવને કારણે પણ ડાર્ક સર્કલ, કરચલીઓ અને ફાઈન લાઈન્સ પડી જાય છે. તેથી તમારા પ્રિય સોડા પીણાંને સંપૂર્ણપણે છોડી દેવાનું અને હેલ્દી અને જુવાન ત્વચા માટે ગ્રીન ટી અથવા મેચા ટી જેવી હેલ્દી વિકલ્પ પસંદ કરવું વધુ સારું છે.

આલ્કોહોલ ઓછું બને છે કોલેજન : પછી ભલે તે વીકએન્ડ હોય કે કોઈ ખાસ પ્રસંગ, આપણે મોટાભાગે દારૂનું વધુ પડતું સેવન કરીએ છીએ. જો કે, નિયમિતપણે વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પડે છે એન તેમાં મુખ્યત્વે લીવર પર.

શરીરમાંથી તમામ ઝેરી તત્વોને કુદરતી રીતે બહાર કાઢવા માટે તમારા લીવર સારી રીતે કામ કરે તે ખુબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે લીવર ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં સક્ષમ નથી હોતું, ત્યારે તે લીવરમાં એકઠું થાય છે જેના પરિણામે ત્વચાની સમસ્યાઓ જેમ કે ખીલ, ડિહાઇડ્રેશન અને શરીરમાં કુદરતી રીતે કોલેજનનું ઉત્પાદન ઘટવા લાગે છે.

મીઠું : વધુ પડતું મીઠું ખાવાથી ચહેરો થાકેલો દેખાય છે. મીઠામાં રહેલું સોડિયમ શરીરમાં પેટનું ફૂલવું અને પાણીની જાળવણીનું મુખ્ય કારણ છે. પિઝા, પાસ્તા, ચિપ્સ વગેરે જેવા મોટા ભાગના ખાદ્યપદાર્થોમાં વધારાનું મીઠું હોય છે, જેના કારણે કોષો સંકોચાઈ શકે છે અને ડિહાઈડ્રેશન થઈ શકે છે.

વધુ પડતું મીઠું અથવા સોડિયમ પણ તમારો ચહેરો ફૂલેલો અને થાકેલા દેખાડી શકે છે. જો તમે પણ આ ખાદ્યપદાર્થોનું સેવન કરતા હોય તો અકાળે વૃદ્ધત્વના સંકેતો માટે તેને ખાવાનું ટાળો અથવા ઓછું કરો. જો તમને આ લેખ ગમ્યો હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા