non stick pan tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા રસોડામાં ઘણા પ્રકારના વાસણો હોય છે અને નોન-સ્ટીક વાસણો પણ તેમાંથી એક છે. નોન-સ્ટીક વાસણોનો ઘણો ઉપયોગ થાય છે અને એવું લાગે છે કે તેમની જાળવણી પણ સરળ છે, પરંતુ એવું હકીકતમાં નથી. નોન-સ્ટીક વાસણો ધોતી વખતે આપણે તેને કોઈપણ સખ્ત વસ્તુથી ઘસી શકતા નથી કારણ કે તેનું કોટિંગ નીકળી જવાનો ડર રહે છે.

પરંતુ તમે જોયું હશે કે તેનો સતત ઉપયોગ કરવાથી તેની બાજુ પર તેલ એકઠું થાય છે અને આ તેલ ધીમે ધીમે વાસણોને ચીકણું કરી નાખે છે. ઘણી વખત આપણે જૂના નોન-સ્ટીક વાસણોને થોડા સમય ઉપયોગમાં લીધા પછી તેને ફેંકી દેવાનું વિચારીએ છીએ, પરંતુ તે યોગ્ય નથી.

તેને ઘણી રીતે વાપરી શકાય છે. આગળ અને પાછળ બંને બાજુથી તેને સાફ કરવાનો પ્રયાસ કરી શકો છો અને ક્ષતિગ્રસ્ત વાસણોનો ફરીથી ઉપયોગ ક્યાં સુધી કરી શકાય તે વિશે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જુના નોન-સ્ટીક વાસણો માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જૂના નોન-સ્ટીક વાસણો સાફ કરવા માટે ટિપ્સ : જો તમારા રસોડામાં રહેલી નોન-સ્ટીક જૂની થઇ ગઈ છે પરંતુ તેનું કોટિંગ સારું છે તો તમે તેને સાફ કરીને નવા જેવું બનાવી શકો છો. આ માટે ખૂબ જ સરળ દેશી ઉપાય કરવાનો છે.

આ નોન-સ્ટીક વાસણોની બાજુમાં લાગેલી ચિકાસ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. કઈ વસ્તુઓની જરૂર પડશે તો એક જૂનું ટૂથબ્રશ, સફેદ વિનેગર, ડિસપ્રિન ટેબ્લેટ અથવા ખાવાનો સોડા અને થોડું ડીશ વોશ લીકવીડ. તમારે નોન સ્ટિક વાસણની આગળ અને પાછળ બંને બાજુ સાફ કરવા પડશે, પરંતુ રીત અલગ હશે.

કારણ કે આગળની બાજુ વાસણો પર કોટિંગ લાગેલું હોય છે તેથી તે ખૂબ મહત્વપૂર્ણ છે કે તમે તેને કાળજીપૂર્વક સાફ કરો. આ કરવા માટે, તમે બેકિંગ સોડા અને વિનેગરને મિક્સ કરો. એક પેસ્ટ બનવું જોઈએ જેનો તમે બ્રશથી ઉપયોગ કરી શકો.

આ પેસ્ટને તેને તેલવાળી જગ્યા પર હળવા હાથે લગાવો અને ઘસો. ધ્યાન રાખો કે તમે કોઈ સખ્ત વસ્તુથી ઘસશો નહીં નહીં તો કોટિંગને નુકસાન થશે. હવે પાછળની બાજુ સાફ કરવા માટે તમારે ડીશ વૉશ લિક્વિડનો ઉપયોગ કરવાનો છે.

આ માટે વિનેગર અને બેકિંગ સોડાની પેસ્ટમાં થોડું ડિશ વૉશ લિક્વિડ મિક્સ કરીને તેને પાછળની બાજુ પર બ્રશથી ઘસો અને થોડું ભીનું કર્યા પછી 1 કલાક માટે એમ જ રહેવા દો. પછી તમે જે રીતે વાસણ ધોવો છો તે રીતે ધોઈ લો. તમારું નોન-સ્ટીક વાસણ સાફ થઇ જશે.

જો કોટિંગ નીકળી ગયું હોય તો ફરીથી નોન-સ્ટીક કૂકવેરનો ઉપયોગ કેવી રીતે કરવો?  ઉપર વાત થઇ નોન સ્ટિક સફાઈની, હવે વાત કરીએ કે જો તમારા વાસણનું કોટિંગ નીકળી ગયું હોય તો તેને ફરીથી કેવી રીતે વાપરી શકાય. જો કોટિંગ નીકળી ગયું હોય તો તેની નીચે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરી શકાય છે.

આ માટે તમારે તે વાસણની આખી કોટિંગ નિકાળવી પડશે. જો કે તે ઘરે કરી શકાય છે પરંતુ તે સલામત માનવામાં નથી આવતું. તમે સેન્ડપેપરથી નીકળી ગયેલી કોટિંગને ઘસી શકો છો. તેને ગોળાકાર વિરોધી ગતિમાં ઘસશો એટલે તમે જોશો કે તમારા વાસણની કોટિંગ સરળતાથી ઉતરવા લાગે છે અને તળિયે આવેલ એલ્યુમિનિયમ પોટ ખુલ્લું દેખાવા લાગે છે.

તેને ગોળાકાર અને ગોળ વિરોધી ગતિમાં ઘસવાથી સ્ક્રેચ નથી પડતા અને આ કામ કરવા માટે તમને અડધો કલાક લાગી શકે છે, પરંતુ તે પછી તમને સ્વચ્છ વાસણ જોવા જશે.

ક્યારે નોન-સ્ટીક વાસણને ફેંકી દેવા જોઈએ? હવે વાત કરીશું તેની એક્સપાયરી ડેટ વિશે. જો નોન સ્ટિક વાસણ ખૂબ જ જૂનું થઇ ગયું છે જેમ કે તમે તેનો ઉપયોગ 1-2 વર્ષથી વધુ કર્યો છે તો તેને ફેંકી દેવું વધુ સારું છે. જો તમે સ્ક્રેચ કરવા છતાં પણ કોટિંગ નથી નીકળતું તો તેને ફેંકી દો.

જો નોનસ્ટિક કુકવેરમાં ક્યાંકથી ડેમેજ થયું હોય તો તેનો ઉપયોગ કરશો નહીં. જો કોટિંગ અડધું નીકળી ગયું છે અને અડધું છે તો તે ખાવામાં આવશે, તેના કરતા તેને ફેંકી દેવી વધુ સારું છે. જો નોન-સ્ટીક કુકવેરમાં ચીકણાઈ દૂર થતી નથી તો તેનો ઉપયોગ કરશો નહીં.

જો તમારા નોનસ્ટિક કુકવેરમાં તેલ ચોંટવા લાગ્યું છે અને કોટિંગ પણ બરાબર છે તો તેનો ઉપયોગ કરશો નહીં. કારણ કે, આનો અર્થ એ છે કે કોટિંગમાં કોઈ પ્રકારની ખામી છે અને આ કેમિકલ્સ તમારા ખાવામાં પ્રવેશી શકે છે.

નોન-સ્ટીક વાસણોનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવાની જરૂર હોય છે કારણ કે કોટિંગ જે આપણી સુવિધા માટે બનાવવામાં આવે છે તે આપણા વાસણોને પણ બગાડી શકે છે અને ખાવામાં કેમિકલ્સ પણ ઉમેરી શકે છે. તે માટે સાચું રહેશે કે તમે 2 વર્ષ પછી તમારા વાસણોનો ઉપયોગ કરશો નહીં.

જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ બીજી કિચન સબંધિત માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા અમને કિચન ટિપ્સ અને હોમ્સ ટિપ્સ, યોગા ,વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા