non stick pan saaf karvani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે નોન-સ્ટીક પેનને સાફ કરવા માટે ઘણા બધા અલગ અલગ ઉપાય કરતા જોઈએ છીએ, છતાં આપણે ઇચ્છતા હોય તેવી સ્વચ્છ કરી શકતા નથી. આમ પણ નોન-સ્ટીક પેન સાફ કરવું ખૂબ જ તણાવપૂર્ણ કામ છે.

આપણે તંદુરસ્ત ખોરાક રાંધવા માટે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરીએ છીએ જેથી આપણે ઓછા તેલ અને ચરબીથી ખોરાક રાંધી શકીએ અને તેલની ચીકણાઈથી પણ છુટકારો મેળવી શકીએ. પરંતુ કેટલીકવાર નોન-સ્ટીક પેનના ઉપયોગના થોડા અઠવાડિયા પછી તેનું કોટિંગ નીકળવાનું શરૂ થાય છે.

પરંતુ શું તમે વિચાર્યું છે કે આવું કેમ થાય છે, હકીકતમાં તે એટલા માટે, કારણ કે તેનો યોગ્ય અને કાળજીપૂર્વક ઉપયોગ થતો નથી. તો ચાલો નોન-સ્ટીક પૈનને સાફ કરવા અને તેને ચમકતા રાખવા માટે સરળ ટિપ્સ જાણીએ. ડીશ વોશિંગ લિક્વિડથી : જો નોન-સ્ટીક પૈનમાં ઘણા બધા ડાઘ ના લાગ્યા હોય, તો તેને સરળતાથી સ્પોન્જ અને ડીશ વોશિંગ લિક્વિડથી સાફ કરી શકાય છે.

બ્લિચિંગ પાવડરથી સાફ કરો : પાનને સાફ કરવા માટે તમે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરી શકો છો અને આ માટે ગરમ પાણીમાં બ્લીચિંગ પાવડર મિક્સ કરો અને પછી તેનાથી પૈનને સાફ કરો. બ્લીચિંગ પાવડર તમારા પૈનને ચમકતો રાખશે.

એલ્યુમિનિયમ ફોઈલથી સાફ કરો : નોન-સ્ટીક પૈનને સાફ કરવા માટે એલ્યુમિનિયમ વરખને લપેટીને બોલ બનાવીને તેને ડીશવોશિંગ પાવડર સાથે મિક્સ કરીને સાફ કરો, આ વાસણ પરના ડાઘ દૂર કરશે. પરંતુ ખાસ કોટિંગ વાળા પૈન પર આ ટીપનો ઉપયોગ કરશો નહીં.

બેકિંગ સોડાથી સાફ કરો : પૈન પરના ડાઘ દૂર કરવા માટે, બેકિંગ સોડા સાથે મીઠું અને વિનેગર મિક્સ કરો અને તેનાથી પૈનને સાફ કરો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ પૈનને સારી રીતે સાફ કરશે.

વિનેગરથી સાફ કરો : આ માટે ગેસ પર નોન-સ્ટીક પૈન મૂકો અને ગેસ ચાલુ કરો. હવે તેમાં અડધો કપ વિનેગર અને અડધો કપ પાણી ઉમેરો. હવે તેમાં ડિટર્જન્ટ પાવડર ઉમેરો અને જ્યારે પાણી સારી રીતે ઉકળે ત્યારે તેને લાકડાની ચમચી વડે હલાવો જેથી બધી ચિકાસ નીકળી જાય. હવે ગેસ બંધ કરો અને પાણી નીકાળી દો પછી વાસણ ધોવાની જેલના બે ટીપાં ઉમેરો અને તેને હળવા હાથે સ્ક્રબરથી સાફ કરો. હવે તેને પાણીથી ધોઈ લો. તમારું નોનસ્ટીક પૈન ચમકશે.

ડુંગળી ઉકાળો અને સાફ કરો : તમે ડુંગળીનો ઉપયોગ કરીને બળી ગયેલા એલ્યુમિનિયમ પૈનને સાફ કરવા માટે કરી શકો છો. આ માટે, એક પેનમાં ડુંગળી નાખો અને તેને સારી રીતે ઉકાળો. પછી તેને ડીશ વોશિંગ પાવડરથી સાફ કરો. આ પૈનમાં ચમક ઉમેરશે.

સખત રફ પેડથી સફાઈ કરવાનું ટાળો : રફ મેટલ અથવા હાર્ડ ક્લીન્ઝરથી ક્યારેય નોન-સ્ટીક પૈન સાફ ન કરો, કારણ કે આ પેનનો કોટિંગ નીકાળી શકે છે. હંમેશા સોફ્ટ સ્પોન્જથી જ પૈન સાફ કરો. પૈનને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો અને પછી તેને ગરમ પાણી, હળવા સાબુ અને નરમ કપડાથી સાફ કરો.

આ બાબતો પણ ધ્યાનમાં રાખો:  ઊંચા તાપમાને ખોરાક રાંધશો નહીં મોટાભાગની નોન-સ્ટીક ઓછી અને મધ્યમ ગરમી માટે બનાવવામાં આવે છે. તેથી, ઊંચા તાપમાન પર રસોઈ કરતી વખતે પૈન પીગળવાથી આકાર બદલાઈ જાય છે. તમારા પૈનનું આયુષ્ય વધારવા માટે તેમની આપેલી મેનિફેક્ચરિંગ સૂચનાઓનું પાલન કરો.

પાણીના તાપમાન પર ધ્યાન રાખો : ઠંડા અથવા હૂંફાળા પાણીથી સાફ કરો, નહીં તો તમારું પૈન તેડું મેંડુ બની શકે છે. આવા બગડેલા પૈનમાં ગરમીનું વિતરણ થતું નથી અને ખોરાક રાંધવામાં સરખો બનતો નથી. નોન-સ્ટીક પૈનને ધોતા પહેલા તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.

મેટલ ચમચી અને કડછી ઉપયોગ કરવો: નોન-સ્ટીક પૈનમાં હલાવવા માટે મેટલ સ્પૂન અથવા કછડીનો ઉપયોગ કરશો નહીં. આ માટે ફક્ત લાકડા, પ્લાસ્ટિક અથવા સિલિકોન ચમચીનો ઉપયોગ કરો.

રાખવાની ખોટી રીત: અન્ય વાસણોના ભેગા નોન-સ્ટીક પૈન ના મૂકશો. તેના કારણે પૈનમાં સ્ક્રેચ લાગવાનો ભય રહે છે. નોન-સ્ટીક પૈનને હંમેશા બાજુ પર રાખો. ઉપરાંત, અન્ય વાસણોની સાથે નોન-સ્ટીક પૈનને ના ધોવા જોઈએ. તેને હંમેશા ધોઈને સુકાવો અને અલગ રાખો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા