આજે આપણે વાત કરીશું કેલ્શિયમ વિષે. શરીર માટે કેલ્શિયમ કેટલું જરૂરી છે, કેટલું તે ઉપયોગી છે તે વિશે તમે બધા જ જાણો છો. ઘણા લોકોને કેલ્શિયમની ઉણપ હોય છે જેથી તે લોકો ઘણા રોગો અને બીમારીઓથી પીડાઈ રહ્યા હોય છે.
તો અહીંયા તમને કેલ્શિયમ વધારવા માટે કઈ પાંચ થી છ એવી વસ્તુઓ છે જે વધારેમાં વધારે ખાવાથી શરીરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે. આ દરેક વસ્તુ કેલ્શિયમથી ભરપૂર છે જે દરેક લોકોએ ખાસ ખાવી જોઈએ. તો જાણીલો આ વસ્તુઓ વિષે.
1) ચણા: ચણાની અંદર એક એવી વસ્તુ રહેલી છે જે આપણા શરીરને મજબૂત બનાવવા માટે, આપણા શરીરના બાંધાની મજબૂત ખુબજ ઉપયોગી છે. ચણાને કેલ્શિયમનું સ્ત્રોત કહેવામાં આવે છે. તમારે રાત્રે 10 થી 15 ચણાને પલાળી મૂકી અને સવારે તમારે ચણાને ચાવીને ખાઈ જવાના છે સાથે સાથે તેનું પાણી પણ પી જવાનું છે.
2) દૂધ: દૂધ જે ઘણા લોકો પીવાનું પસંદ નથી કરતા પણ દૂધમાંથી ઘણી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. ભેંસના દૂધ કરતા ગાયનું દૂધ પીવાનું વધુ પસંદ કરવું જોઈએ કારણકે ભેંસના દૂધમાં વધારે માત્રામાં ફેટ રહેલું હોય છે જે આપણા હૃદય માટે નુકસાનકારક છે. ભેંસ કરતા ગાયના દૂધની અંદર કેલ્શિયમ ખૂબ સારી માત્રામાં રહેલું છે.
3) દહી: દહી ની અંદર દૂધ કરતા પણ વધુ કેલ્શિયમ જોવા મળે છે. બજારના દહીં કરતા દહીં ઘરેજ બનાવેલું દહીં ખાવાનું વધુ પસંદ કરવું જોઈએ. દહીંને તમે બપોરના ભોજન સાથે લઇ શકો છે જે ખુબજ ફાયદાકારક છે.
4) બદામ: આમતો આપણે એવું માનતા હોય છે કે બદામ ખાવાથી બુદ્ધિ વધે છે, યાદશક્તિમાં વધારો થાય છે સાથે એ પણ જાણવું જરૂરી છે કે રાત્રે બદામને પલાળીને સવારે પલાળેલી બદામ ખાવાથી તે શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરે છે અને તે શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા દેતું નથી.
5) અડદની દાળ: જો દાળની વાત તો અડદની દાળદાળ પ્રોટીનથી ભરપૂર છે સાથે સાથે એક કપ બાફેલી અડદની દાળમાંથી લગભગ 140 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. માટે અઠવાડિયામાં બે થી ત્રણવાર અડદની દાળ ખાવી જોઈએ.
6) રાજમા: મગ, ચણા, તુવેર જેવા કઠોરમાથી શરીરને જરૂરી પોષક તત્વો ખુબજ વધુ માત્રામાં મળી રહે છે સાથે સાથે જો રાજમાની વાત કરવામા આવે તો 100ગ્રામ રાજમામાંથી 143 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત રાજમામાં આયર્ન ખૂબ સારા સારા પ્રમાણમાં હોવાથી તે હિમોગ્લોબીનને પણ વધારે છે.
આ સાથે સીંગ, બટાકા, સોયાબીન, સરગવો, અળસી, અંજીર, ભીંડો, ચીઝ, ઈંડા સાથે શાકભાજીઓ જેમાંથી ભાજી બનાવી શકાય છે તે ભાજીઓમાં ખુબજ પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.