dudh pivana fayda ane nuksan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણામાંના ઘણા લોકો એવા છે જે દૈનિક ધોરણે દૂધનો ઉપયોગ કરે છે અને તેને ચા, કોફી અથવા સાધારણ ગ્લાસ દૂધના રૂપમાં પીવે છે. પરંતુ દરરોજ દૂધ પીવા વિશે ઘણી વાતો થાય છે અને આજકાલ ડાયેટિશિયન વિવિધ પ્રકારના દૂધ અજમાવવાની સલાહ આપે છે અને સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે શાકાહારી આહાર આપણને ફાયદો કરી શકે છે.

ભારતીય ઘરોમાં દૂધ પીવું તંદુરસ્ત માનવામાં આવે છે, પરંતુ જે લોકો સમજી શકતા નથી તે એ છે કે કેટલું દૂધ લોકો માટે સારું રહેશે અને કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ દિવસમાં ચાર ગ્લાસ દૂધ પીવે છે, તો તે તેના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીનું એક સંશોધન કહે છે કે વધારે પડતું દૂધ પીવાથી કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ કેટલું દૂધ પીવું યોગ્ય છે અને કેવી રીતે પીવું તે જાણવા માટે, જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો દરરોજ દૂધ પીવું હાનિકારક સાબિત થતું નથી.

ગાયનું દૂધ વધારે સારું માનવામાં આવે છે, પરંતુ જો તમે ભેંસનું દૂધ પણ પીતા હોવ તો વધારે ક્રીમ સાથે ના લો કારણ કે તે ચરબી વધારશે.
હંમેશા કાચું દૂધ પીવાનું ટાળો. દૂધ પીવાનો યોગ્ય સમય સવારે માનવામાં આવે છે અને રાત્રે હળદરવાળું દૂધ પીવું સારું માનવામાં આવે છે.

દૂધમાં વધારે ખાંડ નાખીને પીવાનું ઓછું કરવું જોઈએ, તેના બદલે તમે મધ, ગોળ વગેરેનો ઉપયોગ કરી શકો છો. જો આપણે ડેરી પ્રોડક્ટની વાત કરીએ, તો દહીં, છાશ વગેરે જેવી ઠંડી વસ્તુઓ રાત્રે ન લેવી જોઈએ અને શિયાળામાં સાંજ પછી ટાળવી જોઈએ.

તમારે આહારમાં ઘી નો સમાવેશ કરવો જ જોઇએ અને જો તમે છાશ પીતા હોવ તો કાળા મીઠું, કાળા મરી, શેકેલુ જીરું, સરસવ અને અજમો વગેરે મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. દૂધ અને ડેરી પ્રોડક્ટ સારા હોય જ છે પણ તમારે તેમને ઓછી માત્રામાં જ લેવા જોઈએ.

દૂધના ફાયદા : હંમેશા દૂધના ફાયદાઓમાં કેલ્શિયમ સાથે જોડવામાં આવે છે. દૂધ પીવાના ઘણા ફાયદા છે અને આપણે તેને અવગણી નથી શકતા. દૂધમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે તમારા શરીરમાં હોવા જરૂરી છે.

હાડકાંના વિકાસ માટે દૂધને સારું માનવામાં આવે છે. દાંતના સ્વાસ્થ્ય માટે પણ દૂધ ખૂબ જ ફાયદાકારક છે. ઘણા અભ્યાસોએ કહ્યું છે કે દૂધ પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. તેનો ઉપયોગ સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે થાય છે.

દૂધના ગેરફાયદા : જેમ સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે દૂધ પીવાના ફાયદા અને ગેરફાયદા બંને છે. આમ તો દૂધના ગેરફાયદા મોટે ભાગે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ પર આધાર રાખે છે. તમારી સ્થિતિ કેવી છે તે રીતે દૂધ અસર બતાવી શકે છે.

2016 માં કરવામાં આવેલો એક અભ્યાસ કહે છે કે જો ટીનેજર્સ વધારે ફેટવાળું દૂધ પીવે તો ખીલની સમસ્યા વધુ થઈ શકે છે. આ સાથે, જો ત્વચાની સ્થિતિ જેમ કે ખરજવું વગેરે ખૂબ ખરાબ હોય તો દૂધ નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકોને દૂધની એલર્જી હોય છે જેના વિશે લોકોને ધ્યાન નથી હોતું.

એક અભ્યાસ કહે છે કે વધારે દૂધ પીવાથી, તેમાં હાજર D-galactose નામની સુગર બોન ડેસિટીને કમજોર બનાવી શકે છે. શરીરમાં વધુ પડતું કેલ્શિયમ હોવાને કારણે પ્રોસ્ટેટ કેન્સરની સમસ્યા થઈ શકે છે. કેટલાક અભ્યાસોએ દૂધમાં હાજર સુગરને ઓવેરિયન કેન્સર સાથે પણ જોડી છે.

એકંદરે, તમારે ધ્યાન રાખવું જોઈએ કે જો તમારી સાથે કોઈ મોટી સમસ્યા થઈ રહી છે તો ડોક્ટરની સલાહ લઈને દૂધ પીવું કે ના પીવું. ડેરીના ફાયદા છે સાથે ગેરફાયદા પણ છે અને તે સંપૂર્ણપણે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ પર નિર્ભર કરે છે કે દૂધ તમારા શરીર પર કેવી અસર કરશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા