આજકાલ હવે લગભગ દરેક ઘરના રસોડામાં નોન સ્ટિક પેનનો ઉપયોગ થાય છે. કારણ કે તેમાં ખોરાક ચોંટી નથી જતો અને રસોઈ બનાવવામાં સરળ છે. તેથી જ મોટાભાગની મહિલાઓ નોન સ્ટિક પેનનો ઉપયોગ તેમના રસોડામાં પસંદ કરે છે.
પરંતુ નોન સ્ટિક પેનના સતત ઉપયોગને કારણે તે ઝડપથી ખરાબ થઇ જાય છે અને જો આ નોન-સ્ટીક પેન ખરાબ થયા પછી પણ ઉપયોગમાં લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય પર પણ ઘણી વિપરીત અસરો કરી શકે છે. તેથી જ જો એકવાર નોન-સ્ટીક પેન ખરાબ થઇ જાય છે તો તેને રસોડાની બહાર કાઢવું જ સારું માનવામાં આવે છે.
જો કે ઘણી સ્ત્રીઓને એવી ફરિયાદ હોય છે કે તેઓને કેવી રીતે ખબર પડે કે હવે નોન-સ્ટીક પેન ઉપયોગ માટે યોગ્ય નથી. કદાચ તમારી સાથે પણ એવું જ થતું હશે. તો આજના આ લેખમાં અમે તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવીશું જેને તમારે બિલકુલ અવગણવા ના જોઈએ અને જ્યારે તમને આવા સંકેતો દેખાય છે ત્યારે તમારે નવા નોન-સ્ટીક પૅનનો ઉપયોગ કરવો જોઈએ.
જયારે પણ તમે નોન-સ્ટીક પેનમાં રાંધવા જઈ રહયા છો ત્યારે તેની સાથે ખાસ વાસણોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો નોન સ્ટિક પેનમાં સ્ટીલના વાસણોનો ઉપયોગ કરે છે, જેના કારણે પેનમાં સ્ક્રેચ જોવા મળે છે. પરંતુ જો તમારા નોન-સ્ટીક પેનમાં ઘણા સ્ક્રેચ છે તો તેનો અર્થ છે કે તમારે તરત જ તમારી પેન બદલવી જોઈએ.
હકીકતમાં નોન-સ્ટીક પેનને બનાવવા માટે ટેફલોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેફલોનમાં PFOA જેવું કેન્સર પેદા કરતું કેમિકલ હોય છે. પરંતુ જ્યારે પેન પર સ્ક્રેચ પડે છે તો સીધો અર્થ એ થાય છે કે ટેફલોન કોટિંગને નુકસાન થયું છે. જેના કારણે કેમિકલ્સ તમારા રસોઈમાં પ્રવેશી શકે છે અને તેને ઝેરી બનાવી શકે છે.
ચોક્કસપણે તમે આવું બિલકુલ નહિ ઇચ્છતા હોય. પેનના આકારમાં ફેરફાર થવો એ પણ એક સંકેત છે કે તમારું નોન-સ્ટીક પેન જૂનું થઈ ગયું છે અને તમારે તેને બદલવું જોઈએ. વધુ પડતી ગરમી અને તેની ગરમીના વિપરીત અસરને કારણે પેનનો આકાર બદલાઈ જાય છે.
વાસ્તવમાં પેનનો આકાર બદલાઈ જાય છે તો રસોઈ બરાબર બનશે નહિ અને આ રીતે બનેલી રસોઈથી તમને વિવિધ પાચનસબંધી સમસ્યાઓ થઈ શકે છે. સામાન્ય રીતે વસ્તુનો સતત ઉપયોગને કારણે તેનો રંગ બદલવાનું શરૂ કરે છે. ખાસ કરીને પેન સતત ગરમીને કારણે કાળા થઈ જાય છે.
પરંતુ જો તમારી નોન-સ્ટીક પેન રંગીન થવા લાગે છે તો તેનો અર્થ છે કે નોન-સ્ટીક પેનની ટોચની કોટિંગને નુકસાન થયું છે. જેના કારણે બાકી રહેલું ટોચનું કોટિંગ રાંધતી વખતે ખોરાકમાં ભળી જાય છે અથવા તેનો વધારે ઉપયોગને કારણે કોટિંગ વધારે નીકળે છે.
તેની એક્સપાયરી ડેટ : ભલે નોન-સ્ટીક પાન તેની એક્સપાયરી ડેટ ના લખી હોય તો પણ થોડા સમય પછી તેને બદલવું એ સારો વિચાર છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, જો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત નોન-સ્ટીક પૅનનો ઉપયોગ કરો છો તો તમે તેનો ત્રણ થી પાંચ વર્ષ સુધી ઉપયોગ કરી શકો છો.
બીજી તરફછે કે જો તમે તેનો વધુ ઉપયોગ કરો છો તો તે બગડવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.