how to retain hair color for long time
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

એવું કહેવાય છે કે મહિલાઓની સુંદરતાનું રહસ્ય વાળમાં છુપાયેલું હોય છે. એટલા માટે દરેક મહિલા ઈચ્છે છે કે તેના વાળ હંમેશા સુંદર અને જાડા દેખાય અને તેના માટે મહિલાઓ વાળ પર વિવિધ પ્રકારના હેર કેર પ્રોડક્ટ્સ પણ લગાવે છે. આજકાલ વાળને કલર કરવાનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય બની ગયો છે, જેમ કે બ્રાઉન, નેચરલ બ્લેક વગેરે વગેરે.

પરંતુ વાળમાં મોંઘા કલર લગાવવા છતાં તે થોડા દિવસો પછી વાળનો રંગ ફિક્કો થવા લાગે છે અને વાળને ફરીથી કલર કરવા પડે છે. જો કે વાળ નવા નીકળશે તે ધોળા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે કલર કરાવ્યા પછી વાળનો કલર ફીકો પાડવાનું કારણ શું છે? શા માટે વાળનો રંગ આટલી ઝડપથી ઝાંખો પડી જાય છે? કદાચ તમને ખબર નહીં હોય.

તો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવી દઈએ કે આ બધું તમારી કેટલીક ભૂલો અને બેદરકારીને કારણે થાય છે. આજે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવીશું, જે તમારે વાળમાં હેર કલર કરાવ્યા પછી ના કરવી જોઈએ.

ખોટા શેમ્પૂ નો ઉપયોગ : કલર કરેલા વાળની ​​ચમક સાચવવા માટે વધારાની કાળજી લેવાની જરૂર છે. કારણ કે વાળને કલર કરતી વખતે વાળમાં ઘણા બધા કેમિકલનો ઉપયોગ થાય છે, તેથી તમારા વાળને ધોવા માટે યોગ્ય શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ.

વધારે ગરમ પાણીથી વાળ ધોવા : ખુબ ગરમ પાણીથી વાળ ધોવાથી પણ વાળનો રંગ ઝડપથી નીકળી જાય છે. ગરમ પાણી વાળને શુષ્ક બનાવે છે અને તેમની કુદરતી ભેજ નાશ પામે છે અને વાળનો રંગ પણ નીકળી જાય છે. તેથી વાળને સાદા પાણીથી જ ધોવા જોઈએ.

વારંવાર વાળ ધોવાથી : વાળમાંથી રંગ ઝડપથી ઉડવાનું સૌથી મોટું કારણ વારંવાર શેમ્પૂ કરવું પણ છે. જો તમે અઠવાડિયામાં 2 કે 3 વાર શેમ્પૂ કરો છો તો તમારા વાળનો રંગ વધુ સમય સુધી ટકી શકશે નહીં. જો તમારા વાળ વધારે ઓઈલી છે અને તમારે તેને વારંવાર ધોવાની જરૂર પડે છે તો તમે ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો.

વાળમાં તેલ નાખવાનું ટાળવું : અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં તેલની માલિશ અવશ્ય કરવી જોઈએ. તેનાથી તમારા વાળ વધુ સ્વસ્થ અને મજબૂત બને છે. આમ કરવાથી વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા પણ ઓછી થાય છે અને વાળનો રંગ પણ લાંબા સમય સુધી રહે છે.

વાળને મોઇશ્ચરાઇઝ ના કરવું : ત્વચાની જેમ વાળને પણ મોઇશ્ચરાઇઝ અને હાઇડ્રેશનની કરવું જોઈએ. પરંતુ મોટાભાગની મહિલાઓ ત્વચાને જ મોઇશ્ચરાઇઝ કરે છે, વાળને નહીં. કલર કરેલા વાળને વધુ ભેજ અને પોષણની જરૂર હોય છે. તેથી વાળને પોષણ આપવા અને મોઇશ્ચરાઇઝ કરવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તમારા વાળમાં હાઇડ્રેટિંગ માસ્ક લગાવવો જોઈએ.

સૂર્ય કિરણોથી થતું વાળને નુકસાન : સૂર્યના હાનિકારક યુવી કિરણો પણ વાળને નુકસાન પહોંચાડે છે. તેનાથી વાળનો રંગ અકાળે નીકળી જાય છે. તેથી તમારા વાળને સૂર્યના કિરણોથી સુરક્ષિત રાખવા જોઈએ. બહાર જાઓ ત્યારે તમારા કલર કરેલા વાળને ઢાંકીને નીકળો.

બીજી એક વાત કદાચ તમે નહીં જાણતા હોવ કે સનસ્ક્રીન માત્ર ત્વચા માટે જ નહીં પણ વાળ માટે પણ હોય છે તો તમારા વાળ પર સારી ગુણવત્તાની સનસ્ક્રીન લગાવો.

અમને આશા છે કે તમને આ જાણકારી જરૂર ગમી હશે તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રાસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા