Muthiya recipe
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે આપણે બનાવશું ઘઉંના લોટના મુઠીયા (Muthiya recipe), એકદમ અલગ રીતે મુઠીયા. તો તમે બહુ ખાતા હશો. આપણે એકદમ ડિફરન્ટ બનાવશું કે જે જોતાની સાથે નાના મોટા બધાને ખાવાનું મન થઈ જાય અને બનાવવાનું બહુ જ સરળ છે તો બનાવવાનું શરૂ કરીએ.

સામગ્રી: ઘઉ નો લોટ ૧/૨ કપ, રવો ૧/૪ કપ, ચણાનો લોટ ૧/૪ કપ

હવે એક બોઉલમાં આપણે બધું ભેગું કરશો. આ નાસ્તો બહુ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને અચાનક નાસ્તો કરવાનું મન થઇ ગયું હોય તો ઝડપથી બની જાય છે.

હવે લઈશું શાકભાજી (એમાં લીધી છે ૧ કપ છીણેલી દૂધી, બારીક કાપેલી કોબીજ અને ગાજર એકદમ બારીક આપવાના છે. આમાં તમારી પાસે ઘરમાં જે કંઈ શાકભાજી હોય એ તમે લઇ શકો છો).

હવે લીધી છે પાલક એકદમ બારીક કાપવાની અને જો તમારી પાસે પાલક ન હોય તો તમે બારીક કાપેલી કોથમીર લેજો. હવે લઈશું લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ અને લીલા મરચાં (તમારા ટેસ્ટ પ્રમાણે અને જો તમે લસણ ન ખાતા હો તો તમે લસણ વગર પણ બનાવજો બહુ જ સરસ બનશે).

હવે લઈશું હળદર, ધાણાજીરું (ફક્ત અડધી ચમચી ધાણાજીરું) અને વરિયાળી નો પાઉડર (જે બહુ જ જરૂરી છે વરીયાળીનો પાવડર આમાં બહુ જ સુપર ફ્લેવર આપશે).

હવે લઈશું હિંગ, સાકર (optional છે જો તમને ગમતી હોય તો જ લેજો), મીઠું સ્વાદ પ્રમાણે, બેકિંગ સોડા (જે આપણે ઘરમાં જ નોર્મલ થોડા વાપરીએ છીએ એ જ લેવાનો છે) ફક્ત પાં ચમચી લેવાનોછે. દહી (દહી પણ બહુ જરૂરી છે બરાબર પા કપ ભરીને નાખજો). તેલ 3 ટેબલસ્પૂન.

હવે બધુ મિક્સ કરવાનું છે અને આપણે આનો સરસ લોટ બાંધવો અને આમાં પાણીની તમને જરૂર નહીં પડે. દુધી માંથી પાણી છુટો પડશે અને દહીં પણ આપણે નાખ્યું છે એનાથી જ સરસ સોફ્ટ લોટ બંધાઈ જશે. બાળકો શાકભાજી ન ખાતા હોય તો તમે આ રીતે આપી શકો છો. હવે એકવાર બંધાઈ જાય એટલે ટેસ્ટ કરી લેવાનું અને જો તમને કંઈક અંદર ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. તો અહીંયા આપણો મુઠીયા નો લોટ તૈયાર છે.

હવે આપણે જેમાં મુઠીયા કરવાના છે એવા વાસણને તેલથી ગ્રીસ કરશો. બધી બાજુ તેલ લગાવવાનું છે. હવે આપણે જે મુઠીયા નો લોટ બાંધ્યો છે એ અંદર ટ્રાન્સફર કરશો અને બરાબર હાથ થી સ્પ્રેડ કરી દેવાનો. હવે એના ઉપર આપણે લઈશું થોડું તેલ તેલ નાખ્યા પછી તેલ પણ બધું બરાબર evenly આપણે સ્પ્રેડ કરી દેવાનુ.

આપણે જે રીતે મુઠીયા નો લોટ બાંધીએ છીએ એ જ રીતે બાંધવાનો છે ફરક ખાલી એટલો છે કે આપણે મૂઠિયાં આજે લાડવા વાળીએ એ વારવાના નથી, ડાયરેક્ટ ડબ્બામા કરશું. હવે લઈશું તલ અને થોડુંક દેખાવ માટે ઉપર ભભરાવશૂ થોડું લાલ (કાશ્મીરી લાલ મરચું).

muthiya recipe

મુઠીયા નો ડબ્બો તૈયાર કરતાં પહેલાં જેમાં તમે ઢોકળા કરતા હો એ કૂકર કે કઢાઈ પહેલેથી ગરમ કરી રાખવાનું છે પાણી નાખીને.  તમે જે રીતે ઢોકળા કરતા હોય એ રીતે તમે કરજો, કઢાઈ કે સ્ટીમરમાં. તો અહીંયા મારે પહેલેથી કૂકરમાં પાણી ગરમ કરી રાખ્યું છે. હવે સ્ટેન્ડના ઉપર મૂકી હવે આપણે કુકર બંધ કરશો અને પહેલેથી ગરમ કર્યું છે. ( વિશલ મુકવાની નથી, સીટી મુકવાની નથી) .

હવે પંદર મિનિટ મીડીયમ ગેસ પર આપણે આને સ્ટીમ થવા દઈશું.  ૧૫ મીનીટ મીડીયમ ગેસ કરશો. હવે પંદર મિનિટ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરવાનો અને બહુ જ હળવેથી આપણે સાચવીને ઉપર ખોલશો, કેમકે તમારા ઉપર સ્ટીમ ના આવે, એટલે બંધ કર્યા પછી થોડી સેકન્ડ રહીને જ ખોલશો.

હવે આપણે આને એકદમ ઠંડુ થવા દેવાનો છે. આ તમે કાપી ને, તેલ નાખીને કે તેલ નાંખ્યા વગર ચટણી, કેચપ સાથે ખાઈ શકો છો પણ હું અને ફ્રાય કરવાની છું.

હવે આપણે લઈશું એક નોન સ્ટિક પેન, ગરમ થાય એટલે તેલ, રાઇ એડ કરો. જો તમારી પાસે લીમડો હોય તો અંદર થોડો લીમડો એડ કરજો. રાઈ તતડી જાય એટલે આપણે જે મુઠીયા ગોઠવી દઇશુ.

muthiya recipe

તલ વાળો ભાગ છે એ નીચે પહેલા રાખવાનો છે. આપણે મીડીયમ ગેસ પર જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલરના થાય અને ક્રિસ્પી થાય ત્યા સુધી શેકી લઇશૂ. હવે બીજી સાઈડ ને પણ જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલર થાય ત્યા સુધી થવા દઈશું. આપણા મુઠીયા તૈયાર છે. તમે સર્વ કરી શકો છો ટોમેટો કેચપ અને ચટણી સાથે. આ તમે એમનેમ પણ કંઈ પણ લીધા વગર ખાશો તો પણ મજા આવી જશે.

મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો 👉 રસોઈ ની દુનિયા

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા