monsson tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસાની ઋતુની ખૂબ જ મજા છે, પરંતુ આ સાથે જ બીજી એક બાબત છે જે દરેકને પરેશાન કરે છે તે એ છે કે આ ઋતુમાં આપણી વસ્તુઓ ભીની થઈ જાય છે. ફોન પાણીમાં પલળી જવો, લેપટોપ પાણીમાં પલળવું, કપડાં, બુટ વગેરે વગેરે. પરંતુ તમે આ બધી સમસ્યાઓને તરત જ દૂર કરવા માટે આજે અમે તમને એવા જ કેટલાક હેક્સ જણાવીશું, જે તમને ખુબ મદદરૂપ થશે.

1. ફોન પાણીમાં પલળી જાય તો ? જો મોબાઈલ ફોન પાણીમાં ભીનો થઈ જાય તો તરત જ તેને વાપરવાનું બંધ કરો અને તેને પહેલા સૂકા ચોખાના ડબ્બામાં મૂકો. આમ કરવાથી કાચા ચોખા જલ્દી ભેજને શોષી લેશે અને મોબાઈલ પર ખરાબ થતા બચી જશે.

2. વરસાદમાં કપડાની અલમારીમાંથી દુર્ગંધ આવે તો ? આ માટે સૌથી સારો ઉપાય છે નેપ્થાલિન બોલ. લાકડાની અલમારીમાં તમે કોટનના કપડાંમા કાચા ચોખાને બાંધીને રાખો. આ કરવાથી ખૂણાઓમાં આવતી ભીનાશ ઘણી હદ સુધી ઓછી થવા લાગશે અને થોડા દિવસોમાં ચોખાને બદલતા રહો.

3. વરસાદમાં પલાળેલા કપડામાંથી દુર્ગંધ આવે તો ? જો કપડાં વરસાદમાં ભીના થયા છે અને તે સુકાયેલા ન હોવાથી તેમાંથી દુર્ગંધ આવે છે તો પાણીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરીને તેનો કપડાં પર છંટકાવ કરીને તેને હવામાં સૂકવો. તમારા કપડાની દુર્ગંધ 80% દૂર થઈ જશે.

4. પાણીને કારણે પગરખાંમાંથી દુર્ગંધ આવે તો ? જો વરસાદના લીધે જૂતામાં પાણી ભરાઈ જવાથી દુર્ગંધ આવવા લાગી છે તો તમારે તમારા પગરખાંમાં સિલિકા જેલ નાખવાની છે. આ સિવાય તમે શૂઝને હવામાં સૂકવ્યા પછી તેમાં ટેલ્કમ પાવડર પણ નાખી શકો છો.

5. લેધર બેગ કે પર્શ વરસાદમાં ભીની થઈ જાય તો ? ચામડાને પાણીથી હંમેશા દૂર રાખવું ખૂબ જ જરૂરી છે અને જો તે પાણીમાં પલળી જાય છે તો તમારે તેને પહેલા કાગળના ટિશ્યુથી સાફ કરી લેવું જોઈએ અને તેને સૂકવવા માટે ખુલ્લી હવાવાળી જગ્યાએ મૂકવું જોઈએ.

6. જો વરસાદમાં પુસ્તકો ભીના થાય તો ? જો સ્કૂલના પુસ્તકો પાણીમાં પલળી જાય તો તેને અખબારથી (છાપું) સૂકવી શકાય છે. અખબાર ભેજને શોષી લે છે, પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ ન કરો નહીંતર અખબારની શાહી પુસ્તકોમાં છાપવા લાગશે. શરૂઆતમાં અખબારનો ઉપયોગ કર્યા પછી પેપર ટીશ્યુનો ઉપયોગ કરો.

7. વરસાદમાં પાકીટ ભીનું થાય તો ? પગરખાંની જેમ સિલિકા જેલ પેકનો ઉપયોગ વોલેટ માટે પણ કરી શકાય છે. આ સિવાય તમે તેને ખાલી કરીને હવામાં સૂકવવાની કોશિશ કરો, કારણ કે સૌથી વધુ લોકો ચામડાના વોલેટનો ઉપયોગ કરે છે અને જો તેને સારી રીતે સૂકવવામાં નથી આવતું તો તેમાંથી ખરાબ વાસ પણ આવવા લાગે છે.

8. ઘડિયાળ વરસાદમાં ભીંજાઈ જાય તો ? જો તમારી ઘડિયાળ વરસાદમાં ભીની થઈ જવાથી કામ કરવાનું બંધ કરી દીધું છે તો તેને તરત જ તમે તેને કાચા ચોખાના ડબ્બામાં રાખો, તેમાં રહેલી ભીનાશ દૂર થઇ જશે, પરંતુ તેમ છતાં કામ ન કરે તો પછી તેને રીપેર કરાવવી પડી શકે છે.

9. લેપટોપ પાણીમાં પલળી જાય તો ? જો લેપટોપ વરસાદમાં ભીંજાઈ જાય તો તમારે ફક્ત તેને ટિશ્યુથી સારી રીતે લૂછી લો અને તે પછી તેને ચોખામાં રાખો. તમારે લેપટોપને કાચા ચોખાથી ઢાંકી દેવાનું છે.

જો વરસાદમાં તમારી આમાંથી કોઈ વસ્તુ ભીની થઈ જાય છે તો ચોક્કસથી આ હેક્સ તમારી મદદ કરી શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા