fatakdi na upyog
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફટકડીનો ઉપયોગ ઘણા કામ માટે કરી શકાય છે. જ્યોતિષમાં અને વસ્તુમાં પણ ફટકડીને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે અને ફટકડીને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વાસ્તુમાં પણ ફટકડીને લઈને ઘણી ટિપ્સ આપવામાં આવેલી છે જેમ કે તેને અલગ-અલગ જગ્યાએ ફટકડી રાખવાથી અલગ-અલગ ફાયદા થાય છે.

જો તમને ખરાબ સપનું આવે છે તો કરો આ ઉપાય : જો તમને અથવા તમારા બાળકને સૂતી વખતે ખરાબ સપના આવે છે અને અડધી રાત્રે ઊંઘ તૂટી જાય છે, તો રાત્રે કાળા અથવા ઘેરા વાદળી રંગના કપડામાં ફટકડી બાંધીને સૂતા પહેલા તેને તકિયાની નીચે મૂકી દો. ખરાબ સપના બંધ થઇ જશે.

પૈસા ઘરમાં રહેતા નથી તો કરો આ ઉપાય : જો લાખ પ્રયત્નો પછી પણ તમારી પાસે પૈસા નથી ટકતા તો ફટકડીનો એક નાનો ટુકડો લાલ કપડામાં બાંધીને પર્સમાં અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી પૈસા ટકવા લાગશે અને તમને પૈસા કમાવવાની નવી તકો પણ ઉભી થશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પણ મળી જશે.

પતિ-પત્ની વચ્ચેના ઝઘડા રોકવાનો ઉપાય : જો પતિ-પત્ની વચ્ચે કોઈ કારણ વગર ઝઘડા થાય છે અથવા સંબંધોમાં પ્રેમ ઓછો થઈ ગયો હોય તો તમારે તમે જે બેડરૂમમાં રહેતા હોય તેની બારી પર કપડામાં ફટકડી લટકાવી દેવી જોઈએ.

આમ કરવાથી રૂમની અંદર રહેલી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે અને પતિ-પત્ની વચ્ચેના ઝઘડા બંધ થાય છે અને તેમની વચ્ચેનો પ્રેમમાં પણ નિકટતા આવવા લાગે છે. ધ્યાન રાખો કે ફટકડીને દર અઠવાડિયે બદલતા રહેવું જરૂરી છે.

ઘર ને નજર દોષથી બચાવવા માટે : જો તમે ઈચ્છો છો કે તમારા ઘરને કોઈની નજર ના લાગે તો, તમારે પાણીના વાસણમાં ફટકડી ડુબાડીને નાખી દો. સાંજ સુધીમાં જ્યારે ફટકડી પાણીમાં ઓગળી જાય એટલે તે પાણીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. જો તમે અઠવાડિયામાં એકવાર પણ કરશો તો પણ તમારા ઘરને નજર લાગતા બચાવી શકે છે.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાના ઉપાયો : જો તમારા ઘરના પરિવારના સભ્યો વચ્ચે હંમેશા અણબનાવ રહેતો હોય અથવા તમારા ઘરમાં વારંવાર કોઈ મોટું નુકસાન થતું હોય તો તમારે સમજી જવું કે આ નકારાત્મક ઊર્જાના કારણે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તમારે તમારા બાથરૂમમાં એક બાઉલમાં ફટકડી ભરીને રાખવી જોઈએ અને તેને દર 15 દિવસે બદલતા રહેવું જોઈએ.

તમને જણાવી દઈએ કે ઘરનું બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં સૌથી વધુ નકારાત્મકતા રહેલી હોય છે. આવી સ્થિતિમાં તમારે બાથરૂમમાં ફટકડી અવશ્ય રાખવી જોઈએ અને તમે પણ ફટકડીના પાણીથી સ્નાન કરી શકો છો.