mogra no sabu banavavanii rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

નહાવા માટે લગભગ બધા લોકો સાબુનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક ડેટોલ, સંતૂર, લીમડાનો સાબુનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક એલોવેરાનો સાબુનો ઉપયોગ કરે છે. પરંતુ જે લોકો ત્વચા પ્રત્યે જાગૃત છે તે કેમિકલવાળા સાબુથી હંમેશા દૂર રહે છે.

ઘણા લોકોને સુગંધી સાબુ વધુ પસંદ કરે છે. જો કે આપણે સાબુ બજારમઠજી લાવીએ છીએ. પરંતુ જો તમે ઘરે સુગંધિત સાબુ બનાવવા માંગતા હોય તો આ લેખ તમારા માટે છે. કારણ કે આ લેખમાં અમે તમને મોગરાના ફૂલમાંથી સુગંધિત સાબુ ઘરે કેવી રીતે બનાવી શકાય તેની રીતે જણાવીશું.

મોગરાના ફૂલનો સાબુ : આપણે બધાને ફૂલો વધારે ગમતા હોય છે કારણ કે દરેક ફૂલની એક અલગ સુગંધ હોય છે. મોગરાનું ફૂલ એક એવું ફૂલ છે જેની સુગંધ લગભગ બધાને ગમતી હોય છે. ઘણા લોકોને આ ફૂલ એટલું પસંદ છે કે બગીચામાં છોડ લગાવે કે ના લગાવે પરંતુ મોગરાનો છોડ ચોક્કસ વાવે છે.

ઘણા લોકો રસોડા, બાથરૂમ અને લિવિંગ રૂમને સુગંધિત રાખવા માટે મોગરાનો છોડ વાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમને મોગરાની સુગંધ ગમતી હોય તો આવો જાણીયે કે ઘરે મોગરાનો સાબુ બનાવવાની રીત.

સાબુ ​​બનાવવા માટે સામગ્રી : 2 કપ – મોગરાના ફૂલ, 1 કપ – એલોવેરા જેલ, 1 ચમચી – ગુલાબ જળ, એક ચપટી હળદર (તમે ઈચ્છો તો લઇ શકો, ફરજીયાત નથી).

સાબુ બનાવવાની રીત : મોગરાના ફૂલનો સાબુ બનાવવા માટે સૌપ્રથમ ફૂલને એક કે બે વાર સારી રીતે ધોઈને સાફ કરો. ફૂલને સાફ કર્યા પછી તેને મિક્સર જારમાં નાખો અને બે કપ પાણીને ઉમેરીને ઝીણી પેસ્ટ બનાવી લો.

હવે પેસ્ટ છે તેને ગાર્નીમાં દબાવીને ગાળી લો, જેથી તેની એક સ્મૂથ પેસ્ટ બની શકે. હવે તેમાં એલોવેરા જેલ અને ગુલાબજળ ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી આ મિશ્રણમાં તમે ઈચ્છો તો હળદર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીને, આ મિશ્રણને સાબુના મોલ્ડમાં રેડો.

મોલ્ડમાં નાખ્યા પછી હવે તેને લગભગ 4 થી 5 કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખો. તમે 5 કલાક પછી સાબુને મોલ્ડમાંથી બહાર કાઢી લો. સાબુ બનીને તૈયાર છે. હવે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

આ કામો માટે પણ ઉપયોગ કરો : તમે ઘરે બનાવેલા મોગરાના ફૂલના સાબુનો ઉપયોગ ફક્ત ન્હાવા માટે જ નહીં, પરંતુ તમે તેનો ઉપયોગ ચહેરો અને હાથ સાફ કરવા માટે પણ કરી શકો છો. ઘરે તૈયાર કરવામાં આવેલો આ સાબુ એક પ્રકારનો કુદરતી સાબુ છે જેની કોઈ આડઅસર પણ થતી નથી.

તેમાં કોઈ પણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમે પણ એકવાર જરૂર બનાવીને ટ્રાય કરો. આવી જ અવણવી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા