mithai store karvani tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતીયો મીઠાઈ કે ગળ્યું ખાધા વગર જીવી નથી શકતા કારણ કે તે આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. ભારતમાં લગભગ દરેક તહેવારમાં મીઠાઈઓનું વિશેષ સ્થાન હોય છે. જો તમે પણ તહેવારોમાં ઘણી મીઠાઈઓ બનાવો અથવા ખરીદો છો. પરંતુ શું તે થોડા દિવસો પછી તે ખરાબ અથવા વાસી થઇ જાય છે?

જો હા, તો પછી અમે તમને જણાવી દઈએ કે આવું એટલા માટે થાય છે કારણ કે મીઠાઈને યોગ્ય રીતે સ્ટોર કરવી ખૂબ જ જરૂરી હોય છે. જો તમે આમ નથી કરતા તો, મીઠાઈઓ લાંબા સમય સુધી ચાલતી નથી અને તે બગડવાનું શરૂ કરે છે. હવે તમે ચિંતા કરશો નહીં કારણ કે આજે અમે તમારી સાથે આ લેખમાં કેટલીક એવી ટિપ્સ શેર કરી રહ્યા છીએ,

જેની મદદથી તમે લાંબા સમય સુધી મીઠાઈને સ્ટોર કરી શકો છો. જો કે, તેને સ્ટોર કરવાની પદ્ધતિ દરેક મીઠાઈઓ અનુસાર બદલાય છે, કારણ કે તમે લાંબા સમય સુધી સૂકી મીઠાઈ સ્ટોર કરી શકો છો જ્યારે તમે શીરા જેવી અથવા ભીની અથવ વધુ ઘી વાળીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકતા નથી, આવો જાણીએ…

હવાચુસ્ત ડબ્બામાં રાખો

જો તમે સૂકી મીઠાઈઓ જેવી કે લાડુ, મીઠા નાસ્તા, શક્કરપારા વગેરે વધુ માત્રામાં બનાવી રહ્યા છો, તો તેને હવાચુસ્ત ડબ્બાની અંદર રાખો. સૂકી મીઠાઈઓ હવાના સંપર્કમાં આવવાથી ઝડપથી નરમ થઈ જાય છે. તેથી, તેમને આવા કન્ટેનરમાં સ્ટોર કરીને રાખો, જેમાં મીઠાઈઓને હવા ન મળી શકે. જો તમારી મીઠાઈઓ પર હવા લાગે છે, તો એ મીઠાઈ ક્રિસ્પી મહી રહે અને બીજું એ છે કે તેમાં જંતુઓ પડી શકે છે.

ઠંડી જગ્યાએ અથવા ફ્રિજમાં રાખો

મીઠાઈને હંમેશા ઠંડી જગ્યાએ કે રાખવી જોઈએ કારણ કે ગરમ જગ્યાએ રાખવામાં આવે તો તે ઝડપથી બગડી જાય છે. જો કે, કેટલીક મહિલાઓ રસોડામાં જ મીઠાઈ રાખે છે, પરંતુ તમારે એવું ન કરવું જોઈએ કારણ કે રસોડાનું તાપમાન ઘરના બાકીના તાપમાન કરતા વધારે હોય છે. રોડના ઉપકરણો ત્યાંજ રાખવામાં આવે છે જેમ મશીન ગરમ હોય છે અને તે ગરમ હવા પણ ફેંકતા હોય છે.

અને, રસોડામાં ખોરાક રાંધવાથી વખતે પણ ગરમી રહે છે. તેથી, હંમેશા મીઠાઈ રસોડા સિવાયની જગ્યાએ રાખો, જે ઠંડી પણ છે અને ત્યાં ભેજ પણ નથી. જો તમારી પાસે શિરાવાળી મીઠાઈ હોય, તો તમે તેને કાચની બરણીમાં ફ્રિજમાં રાખી શકો છો. જરૂર પડે ત્યારે તમે તેને ગરમ કરીને ખાઈ શકો છો.

ભીના સ્થળથી દૂર રહો

આ સિઝનમાં, ભેજ હવામાં રહેતો હોય છે, તેથી તમારે બધી મીઠાઈઓ એવી જગ્યાએ સ્ટોર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યાં ભેજ ન હોય. કોઈપણ પ્રકારની ભીની મીઠાઈઓ માટે હાનિકારક છે. તેનો સ્વાદ જાળવવા માટે, તેમને ભેજથી દૂર રાખવું જોઈએ.

સૂકી મીઠાઈને સૂકી રાખવા માટે, તેમાં ભીના હાથ ક્યારેય ના નાખો અથવા તેમાં ભીની ચમચી નાખો. ઉપરાંત, ધ્યાનમાં રાખો કે મીઠાઈઓ પાણીથી દૂર રાખવી જોઈએ. પાણી, સૂર્યપ્રકાશ અને ભેજથી દૂર રાખવાથી તમારી મીઠાઈનો મીઠો સ્વાદ લાંબા સમય સુધી સારો રહેશે.

કાચની બરણીમાં સ્ટોર કરો

જો તમે શિરાવાળી બધી મીઠાઈઓ તમે એક મહિના માટે સ્ટોર કરવા માંગતા હોય તો તેને કાચની બરણીમાં મૂકો અને તેને ઠંડી જગ્યાએ સ્ટોર કરો. જ્યારે તમારે મીઠાઈ પીરસવી હોય ત્યારે તેને બરણીમાંથી બહાર કાઢો અને મહેમાનોને આપો. પછી કાળજીપૂર્વક કાચની જાર બંધ કરો. આ રીતે, તમે એક મહિના માટે આ મીઠાઇઓનો ઉપયોગ કરી શકો છો.

ધ્યાનમાં રાખવી જેવી બાબત

અડધી ખાધેલી કે તૂટેલી મીઠાઈઓ ફરી ફ્રીજમાં મૂકવાનું ટાળો. જો તમે પેડા અથવા દૂધમાંથી બનાવેલી કોઈ મીઠાઈ ખરીદી રહ્યા છો, તો બે દિવસમાં તેનું સેવન કરી લો. હંમેશા દુકાનથી ખરીદેલી મીઠાઈઓ બોક્સમાંથી કાઢી લો અને તેને સ્ટીલ અથવા કાચના કન્ટેનરમાં સ્ટોર કરો.

સૂકા મેવા અને તેમાંથી બનતી મીઠાઈઓ ખરીદો, જે લાંબા સમય સુધી ચાલે છે. તમે તેમને ફ્રિજમાં 10 થી 15 દિવસ સુધી રાખી શકો છો. એરટાઈટ કન્ટેનર અથવા સ્ટીલના કન્ટેનરમાં જ મીઠાઈ રાખો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા