Oats recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

કેટલાક ખોરાકને આહારમાં સમાવેશ કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. તેથી જ ક્યારેક ડોકટરો પણ કહે છે કે તમે તેનું નિયમિત સેવન કરો. આ એક આહારનું નામ ‘ઓટ્સ’ છે. ઓટ્સથી તૈયાર કરેલી વાનગીઓ સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્થી પણ હોય છે. ઓટ્સ હવે બજારમાં અલગ અલગ ફ્લેવરમાં મળે છે, જેને લોક પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

જો તમે ઓટ્સમાંથી તૈયાર થતી સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓની શોધમાં છો, તો આજે આ લેખમાં અમે તમને ઓટ્સની કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ટ્રાય કરી શકો છો. તમારે તેમને બનાવવા માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી અને ના તો તેને બનાવવા માટે ઘણો સમય લાગે છે. તો ચાલો જાણીએ.

ઓટ્સ ખીર

સામગ્રી 

  • ઓટ્સ – 1 કપ
  • દૂધ – 1 લિટર
  • કિસમિસ – 1 tsp
  • કાજુ – 1 tsp
  • બદામ – 1 tsp
  • ખાંડ – 1/2 કપ
  • ઈલાયચી – 2
  • દાડમના દાણા – 1 tsp

ઓટ્સ ખીર બનાવવાની રીત

ઓટ્સની ખીર બનાવવા માટે સૌથી પહેલા ઓટ્સને ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લો અને તેને એક બાજુ રાખો. હવે તમે બીજા વાસણમાં દૂધ, ઈલાયચી, કાજુ, બદામ અને કિશમિશ નાખો અને તેને લગભગ 4 થી 5 મિનિટ સુધી રાંધવા માટે છોડી દો.

પાંચ મિનિટ પછી, તેમાં ઓટ્સ ઉમેરો અને તેને સારી રીતે પકાવો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. એકવાર સ્વાદિષ્ટ ખીર બની જાય ઉપરથી દાડમ બીજ નાખીને સર્વ કરો.

ઓટ્સ ઉપમા

સામગ્રી

  • ઓટ્સ – 1 કપ
  • ગાજર – 1 સમારેલું
  • લીલું મરચું – 2 સમારેલું
  • કેપ્સિકમ – 1/2 સમારેલું
  • ડુંગળી – 1 સમારેલી
  • મીઠું – સ્વાદ મુજબ
  • વટાણા – 1/2 કપ
  • લીંબુનો રસ – 1 ચમચી
  • મીઠા લીંબડાના પાન- 4
  • ધાણાજીરું -2 ચમચી
  • સરસવ -1/2 ચમચી
  • તેલ -2 ચમચી
  • હળદર પાવડર- 1/2 ચમચી

ઓટ્સ ઉપમા બનવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં તેલ ઉમેરીને તેને ગરમ કરો અને તેમાં ઓટ્સ અને અડધી ચમચી હળદર નાખો અને તેને સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળીને બીજા વાસણમાં બહાર કાઢી લો. હવે તે જ પેનમાં તેલ ગરમ કરો, તેમાં સરસવ ઉમેરો અને એકથી બે મિનિટ પછી બીજા શાકભાજી ઉમેરો અને તેને સારી રીતે સાંતળી લો.

સાતથી આઠ મિનિટ સુધી રાંધ્યા પછી તેમાં હળદર પાવડર, મીઠું અને શેકેલા ઓટ્સ નાંખો, સારી રીતે મિક્સ કરો અને થોડો સમય પકાવો. થોડી વાર પછી તેમાં લીંબુનો રસ અને ધાણાજીરું નાખીને બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરો. હેલ્ધી અને ટેસ્ટી ડીશ ઓટ્સ ઉપમા સર્વ કરવા માટે તૈયાર છે.

મસાલા ઓટ્સ

સામગ્રી

  • ઓટ્સ – 1 કપ
  • હળદર – 1/2 ટીસ્પૂન
  • મીઠું – સ્વાદ મુજબ
  • ગરમ મસાલો – 1/2 ટીસ્પૂન
  • ધાણા પાવડર – 1/2 ટીસ્પૂન
  • ડુંગળી – 1 સમારેલું
  • લાલ મરચું પાવડર – 1/2 ટીસ્પૂન
  • ટામેટા – 1 સમારેલું
  • કેપ્સિકમ – 1/2 સમારેલું
  • લીલું મરચું – 2 સમારેલું

મસાલા ઓટ્સ બનાવવાની રીત

સૌ પ્રથમ, શાકભાજી સાફ કરો અને તેને બારીક કાપો. બીજી બાજુ તમે એક પેનમાં તેલ ગરમ કરો, મીઠું નાખો અને બધી શાકભાજી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ત્રણથી ચાર મિનિટ સુધી રાંધ્યા પછી તેમાં બે ગ્લાસ પાણી અને અન્ય મસાલા નાખીને સારી રીતે ઉકાળો.

ધ્યાન રાખો કે તમે વચ્ચે તેને હલાવતા રહો જેથી તે બળી ન જાય. ચાર મિનિટ પછી, તેમાં ઓટ્સ ઉમેરો અને તેને ઘટ્ટ થાય ત્યાં સુધી સારી રીતે રાંધો. હવે તેની ઉપર કોથમીર નાખો અને તેને ખાવા માટે સર્વ કરો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા