Millet flour benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાજરીનો ઉપયોગ ગામડાના લોકો વધુ કરતા હોય છે. ખાસ કરીને તેનો ઉપયોગ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. મોટા ભાગના લોકો બાજરીનો ઉપયોગ રોટલા બનાવવા માટે કરે છે. આમ તો બાજરીનો લોટ જુદી જુદી વાનગીઓ બનાવવામાં પણ કરીએ છીએ.

શહેરોમાં બાજરીનો ઉપયોગ ખાસ કરીને વાનગીઓ બનાવવાં માટે વધુ થાય છે. પરંતુ જયારે બાજરીના લોટના સ્વાસ્થ્ય લાભો સ્વીકારવામાં આવ્યા છે ત્યારથી બજારમાં બાજરીના લોટની માંગ વધી ગઇ છે. આજના સમયમાં તેની માંગ ભારત સિવાય બીજા ઘણા દેશોમો વધી રહી છે.

તમને જણાવી દઈએ કે બાજરી ફાઈબર, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફૈટી એસિડથી ભરપૂર હોય છે. આ સાથે સાથે બાજરી વિવિધ પોષક તત્વોનો એક ભરપૂર સ્ત્રોત પણ છે એટલા માટે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે.

અહીંયા તમને કેટલાક કારણો બતાવીશું આ સાથે તેના ફાયદા વિષે પણ જણાવીશું જે જાણીને તમે પણ જો તમારા આહારમાં બાજરીનો ઉપયોગ નથી કરી રહ્યા તો તમે ચાલુ કરી દેશો. તો ચાલો જાણીએ ફાયદા વિષે.

બાજરી ફાઈબરથી ભરપૂર છે : ઉપર જણાવ્યું તેમ બાજરી ફાઈબરથી ભરપૂર છે. બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જે ઘઉંની અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે ખૂબ ઉપયોગી હોય છે. જે લોકો કબજિયાતવાળા છે તે લોકો માટે બાજરી ખૂબ જ ઉપયોગી છે કારણકે બાજરી અઘુલનશીલ ફાઇબરથી ભરપૂર હોય છે .

બાજરી ફાઈબરથી ભરપૂર હોવાને કારણે જો બાજરીના લોટના રોટલા બનાવીને ખાવામાં આવે તો તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે જેથી તો તમારૂ વજન વધી રહ્યું છે તો તમે તમારા વજનને કંટ્રોલ કરી શકો છો. બાજરીના રોટલા ખાવાથી ભૂખ પણ વધુ લાગતી નથી.

હૃદય માટે ફાયદાકારક: બાજરી ફાઇબરથી ભરપૂર છે આ સાથે તે મેગ્નેશિયમથી પણ ભરપૂર હોય છે. બાજરી મેગ્નેશિયમથી ભરપૂર હોવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ સાથે તે શરીરમાં ડાયાબિટીસને દૂર રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં પોટેશિયમ પણ જોવા મળે છે જે લીધે રક્તવાહિનીઓને ફેલાવે છે અને પરિભ્રમણમાં મદદ કરે છે.

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તે લોકોને બાજરી ફાયદાકારક છે, કારણકે તે બ્લડ પ્રેશરને ઘટાડવામાં કામ કરે છે. હાડકાં મજબૂત કરે: જે લોકોના હાડકા દિવસેને દિવસે નબળા પડી રહ્યા છે તે લોકો માટે બાજરી સારો ઓપ્શન છે. કારણકે બાજરીમાં સારી માત્રામાં કેલ્શિયમ રહેલું છે જે હાડકાંઓને હેલ્ધી રાખવાનું કામ કરે છે અને શરીરમાં કેલ્શિયમની ઉણપ થતી નથી

ડિટોક્સિંગ એજન્ટ : બાજરીમાં ફાઈટીક એસિડ, ટૈનીન અને ફિનોલ જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે થોડાક અંશે તમારા વૃદ્ધત્વને રોકવામાં અને તમારી નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

બાજરીનો ઉપયોગ કરીને બનતા બાજરીના રોટલા અને બાજરીની ખીચડી સ્વાદ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે તમામ ઉંમરના લોકો માટે યોગ્ય માનવામાં આવે છે. તેમાં ક્વેર્સેટીન જેવા કેટેચીન પણ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને કિડની અને લીવરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

પાચનતંત્ર મજબૂત રાખે: જે લોકોને પાચન સંબંધિત તકલીફો રહેતી હોય તે લોકો માટે બાજરી ફાયદાકારક છે. બાજરી ખાવાથી તમારું પાચનતંત્ર મજબૂત રહે છે અને તમને જો કબજીયાતની સમસ્યા રહેતી હોય તો તે પણ દૂર થાય છે.

બાજરી ઓમેગા-3 ફૈટી એસિડથી ભરપૂર છે : બીજા અનાજની તુલનામાં બાજરી ઓમેગા 3 ફૈટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. તમને જણાવી દઈએ કે ઓમેગા 3 બીપી, ટ્રાઇગ્લિસરાઈડ્સ, નિયમિત ધબકારા જાળવી રાખવા માટે જાણીતા છે.

એનર્જી આપે: જે લોકોને વધુ કામ કરવાનું હોય છે તે લોકો માટે બાજરી ફાયદાકારક છે. બાજરીના રોટલા ખાવાથી શરીરને જરૂરી એનર્જી અને તાકાત મળે છે આ સાથે ભૂખ પણ ઓછી લાગે છે. બાજરીનો રોટલો ખાવાથી શરીર અંદર અને બહારથી ઉર્જાથી ભરેલું રહે છે.

જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, રિસીપી, યોગા અને બીજી ઘણી બધી માહિતી દરોજ મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા