શિયાળો શરૂ થતાં જ કેટલાક લોકોને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમાંથી એક છે પગમાં દુખાવો થવો. પગમાં દુખાવો થવાના કારણે તે લોકો ઓછું કામ કરી શકે છે. જો તમે પણ શિયાળામાં પગના દુખાવાથી પરેશાન છો તો અહીંયા તમને પગમાં થતા દુખાવાથી રાહત કેવી રીતે મેળવી શકો તેના ઉપાયો વિશે જણાવીશું.
ઉપાયો જાણતા પહેલા જાણી લઈએ કે શિયાળામાં પગમાં દુખાવો શા કારણે થાય છે. શિયાળામાં પગના દુખાવાના કારણો: ઘણા અભ્યાસો અનુસાર, શિયાળામાં બેરોમેટ્રિક દબાણમાં ઘટાડો થવાના કારણે સ્નાયુઓ અને આસપાસના પેશીઓના વિસ્તરણનું કારણ બને છે.
સામાન્ય રીતે, શિયાળાની શરૂઆત થતા જ આપણે ઠંડા હવામાનને લીધે હલનચલન ઓછું કરીએ છીએ. આ સાથે જ કસરત પણ વધુ કરતા નથી. આ સાથે ઠંડીથી બચવા માટે અને ગરમ રહેવા માટે પોતાને ધાબળામાં લપેટીએ છીએ, કેલરીયુક્ત ખોરાક ખાઈએ છીએ અને કેટલાક વધારાના કામ કરીએ છીએ.
આ સાથે શિયાળામાં કામ ન કરવાના કારણે વજનમાં વધારો થવો આ તમામ પરિબળો પગના દુખાવા માટે જવાબદાર છે. ઘણા લોકોને તેમના શરીરમાં ખાસ કરીને નીચેના અંગોમાં દુખાવો થાય છે. જો કે તમે તેને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગંભીર ન ગણી શકો પરંતુ તમારે તેને રોકવા માટે જરૂર વિચારવું પડે, જો વિચારવામાં ન આવે તો લાંબા સમયે સમસ્યા ઉભી કરી શકે છે.
ઘણા જાણકારોનું કહેવું છે કે જો દુખાવો થાય છે તો તેનો અર્થ એ છે કે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. પીડા હંમેશા કંઈક સંકેત સૂચવે છે. આ વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ના કારણે, પોષણના અભાવ અથવા ઈજાને કારણે થઈ શકે છે. પરંતુ નાની વસ્તુઓ આ સમસ્યામાં રામબાણ સાબિત થાય છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
ઓલિવ તેલનો ઉપયોગ: શિયાળામાં, તમારા પગને પીડાથી બચાવવા માટે તમારા પગને ઓલિવ તેલથી માલિશ કરો . ઓલિવ ઓઈલ માંસપેશીઓના દુખાવા કે અન્ય કોઈપણ પ્રકારના દુખાવામાં ઘણી રાહત આપે છે.
તમને જણાવી દઈએ કે પગની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે, નરમ પેશીઓને આરામ મળે છે અને સામાન્ય બનાવે છે. જેના કારણે સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવાની અસર ઓછી થાય છે.
મીઠાવાળું પાણી: પગમાં મીઠાના પાણીથી સફાઈ કરવી. મીઠાના પાણીથી પગના સ્નાયુઓને રાહત મળે છે. આ પાણી તમારા પગના સોજાને પણ ઘટાડી શકે છે. આ માટે એક ટબમાં હૂંફાળું પાણી નાખો અને પછી તેમાં મીઠું ઉમેરો. આ પછી તમારા પગને આ પાણીમાં થોડી વાર માટે પલાળી રાખો. તમને સારો આરામ મળશે અને સારો અનુભવ થશે.
તમારા પગ નીચે ઓશીકું મૂકો: પગના દુખાવાને ઓછો કરવા માટે, સૂતી વખતે તમારા પગ નીચે ઓશીકું મૂકો . આનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, સ્નાયુઓમાં તણાવ અનુભવાતો નથી અને પીડાથી પણ રાહત મળે છે.
પ્રોટીનવારો આહાર: જો તમે પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન ઓછું કરો છો તો તમારા આહારમાં પ્રોટીન વધારો. ઉચ્ચ પ્રોટીન આહારમાં કઠોળ, સોયાબીન, ઈંડા વગેરેનો સમાવેશ કરો. તેમજ દૂધ, ચીઝ, દહીં પ્રોટીનના સારા સ્ત્રોત માનવામાં આવે છે.
આ સિવાય કોળાના બીજ, મગફળી, ટોફુ, જામફળ અને શ્રીફળમાં પણ સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. પ્રોટીન દર્દ દૂર કરવા માટે એકદમ સરળ ઉપાય છે.
પગ ખેંચવા: જો તમારા પગમાં લાંબા સમય સુધી ઉભા રહેવાથી અથવા વધુ વર્કઆઉટ કરવાને કારણે દુખાવો થઈ રહ્યો હોય તો પગને સ્ટ્રેચિંગ કરો. તેનાથી તમને પગના દુખાવામાં પણ રાહત મળશે. શિયાળા દરમિયાન પીડા ઘટાડવા માટે સક્રિય રહેવું અને તમારા સાંધા અને સ્નાયુઓની કસરત કરવી મહત્વપૂર્ણ છે.
સ્ટ્રેચિંગથી રક્ત પરિભ્રમણ વધે છે, તમારા શરીરમાં પ્રવાહીનું ઉત્પાદન વધે છે, જે તમારા સાંધાને લુબ્રિકેટ કરે છે અને હલનચલનને સરળ અને આરામદાયક બનાવે છે.
જો તમને એક પગમાં દુખાવો હોય અને બીજો પગ સંપૂર્ણપણે ઠીક હોય, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ પીડા ઈજાના કારણે હોઈ શકે છે. આ પ્રકારની પીડા સામાન્ય પીડા કરતાં વધુ હોય છે. જો તમારો દુખાવો હળવો હોય તો આ નુસ્ખાની મદદથી તે ઠીક થઈ જશે.
જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, રિસીપી, યોગા અને બીજી ઘણી બધી માહિતી દરોજ મળતી રહેશે.