મેથીના થેપલાં વધારે ટેસ્ટી બનાવવા માટે ઉમેરો આ સિક્રેટ વસ્તુ, તે લાંબા સમય સુધી સોફ્ટ રહેશે

મેથીના થેપલા એ ગુજરાતની પ્રખ્યાત રેસીપી છે પરંતુ ભારતમાં દરેક જગ્યાએ લોકો તેને ખાવાનું પસંદ કરે છે અને આ રેસિપી બનાવતી વખતે જો તમે એક સિક્રેટ વસ્તુ ઉમેરો છો તો તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે અને આ વસ્તુ કઈ છે તે પણ આ લેખમાં જોઈશું.

આપણે ગુજરાતીઓ ગમે ત્યાં ફરવા જઈએ, પણ સાથે થેપલા તો સૌથી પહેલા યાદ કરીને લઇ જઈએ છીએ. જો તમને સવાર-સાંજના નાસ્તામાં કંઇક અલગ મસાલેદાર બનાવવાનું મન થાય તો તમે મેથીના થેપલાને અવશ્ય બનાવો. બાળકો અને પુખ્ત વયના લોકો પણ ખૂબ પ્રેમથી ખાશે.

સામગ્રી : ઘઉંનો લોટ 500 ગ્રામ, દહીં 100 ગ્રામ, બેસન 50 ગ્રામ, મેથીના 100 ગ્રામ, છીણેલું આદુ લસણ 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, અજમો 1 ચમચી, મીઠું 1 ચમચી અને તેલ 5 ચમચી.

મેથીના થેપલા બનાવવાની રીત : થેપલાં બનાવવા માટે સૌપ્રથમ મેથીને પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી તેની ડાળીને કાપીને તેના પાંદડા અલગ કરો. આ પછી મેથીના પાનને છરીથી જીણા સમારી લો.

હવે એક મોટા વાસણમાં બે કપ ઘઉંનો લોટ, અડધો કપ તાજુ દહીં, અડધો કપ ચણાનો લોટ, એક ચમચી છીણેલું આદુ લસણ, એક ચમચી હળદર, એક ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી અજમો, 1 ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. લોટમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

આ પછી લોટમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી ઉમેરીને થેપલા માટે મુલાયમ કણક બાંધીને તૈયાર કરી લો. લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને 15 મિનિટ સેટ થવા માટે રાખો. લગભગ 15 મિનિટ પછી કણકને ફરી એકવાર મસળી લો જેથી તે નરમ થાય અને પછી થેપલાના નાના લુઆ બનાવો.

હવે લોઈને પેડાની જેમ બનાવીને તેને સૂકા લોટમાં લપેટી લો અને પછી પાટલા અને વેલણથી રોટલીના આકારમાં વણી લો. હવે થેપલાને શેકવા માટે સૌ પ્રથમ તવીને ગેસ પર ગરમ કરો. તવી ગરમ કર્યા પછી, તેને થોડું તેલથી ગ્રીસ કરો અને પછી થેપલાને તવી પર મૂકો અને તેને ઊંચી આંચ પર શેકી લો.

થેપલાને આછું શેક્યા પછી, બંને બાજુએ થોડું તેલ લગાવો અને તે પછી, તેને સમાનરૂપે ફેરવો અને જ્યાં સુધી થેપલાને બંને બાજુએ સોનેરી ફોલ્લીઓ ન થઈ જાય ત્યાં સુધી શેકી લો. આ જ રીતે બધા થેપલાને એક પછી એક ઉંચી આંચ પર શેકી લો.

થેપલા બની ગયા પછી તેને ગરમ શાક અથવા ચટણી સાથે ખાવા માટે તરત સર્વ કરો. ધ્યાનમાં રાખો કે થેપલાને શેકતી વખતે ગેસની આંચ ઉંધી રાખો, કારણ કે તેને વધુ આંચ પર શેકવાથી તે ઠંડું થયા પછી પણ સોફ્ટ રહે છે.

આ મેથીના થેપલા માટે માત્ર તાજું દહીં જ લો, તે થેપલાને વધુ સ્વાદિષ્ટ બનાવશે. તો હવે તમે પણ જયારે થેપલા બનાવો ત્યારે દહીં જરૂર ઉમેરો. જો તમને રેસિપી પસંદ આવી હોય તો આવી જ ગુજરાતી ભાષામાં અવનવી વાનગીઓ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.