chana no lot for skin gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ત્વચાને સાફ રાખવામાં ન આવે તો તમને ખીલ, વ્હાઇટહેડ્સ અને બીજી ઘણી સમસ્યાઓ થઇ છે. ખાસ કરીને જો આપણે લાંબા સમય સુધી ત્વચા પર કેમિકલવાળી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો ત્વચાને ઘણું નુકસાન થવા લાગે છે. તેથી જ કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનું સારું માનવામાં આવે છે.

શું તમે તમારા ચહેરાને સાફ કરવા માટે બજારમાંથી વસ્તુ લાવીને તેનો ઉપયોગ કરો છો? કેટલીકવાર આ વસ્તુઓ ખૂબ મોંઘી પણ હોય છે, અને તેની અસર તરત જ જોવા મળે છે, પરંતુ આ વસ્તુનો અસર 2 દિવસ સુધી જ રાય છે.

જો તમે ઈચ્છો છો કે લાંબા સમય સુધી ચહેરો સુંદર અને અને નુકસાન વગર ચહેરો સાફ રહે તો, તમે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ 2 વસ્તુ તમારા રસોડામાં જ તમને સરળતાથી મળી રહેશે.

ચણા નો લોટ : જ્યારે સ્પષ્ટ અને ચમકતી ત્વચાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આ માટે ચણાનો લોટ સારો છે. વર્ષોથી, ચણાના લોટનો ઉપયોગ ખોરાકથી લઈને ત્વચા માટે કરવામાં આવે છે. શું તમે પણ ચહેરાને સાફ કરવા માટે કેમિકલવાળા ફેસ વોશનો ઉપયોગ કરો છો?

જો તમેપણ બજારમાંથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તો તેને બંધ કરીને, 2 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી દહીંનો ઉપયોગ કરી શકો છો. આજ પણ ઘણી મહિલાઓ ચણાના લોટનો ઉપયોગ કરે જ છે.

સૌ પ્રથમ, એક બાઉલમાં 2 ચમચી ચણાના લોટમાં 1 ચમચી દહીં ઉમેરો અને હવે બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. ધ્યાન રાખો કે આ પેસ્ટ વધારે જાડી ન હોવી જોઈએ, કારણ કે તે સુકાઈ ગયા પછી કડક થઈ જશે. તમારા ચણાના લોટનું ક્લીંઝર બની ગયું છે.

કેવી રીતે ઉપયોગ કરવાનો? જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે, સવાર હોય કે સાંજ, તમે તમારો ચહેરો સાફ કરી શકો છો. ચણાના લોટની આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. જ્યારે ચણાનો લોટ સુકાઈ જાય ત્યારે તમારો ચહેરો ધોઈ લો.

ચણાનો લોટ લગાવવાના ફાયદા : ચણાનો લોટ ત્વચા પર લગાવવાથી ત્વચા તો સાફ થશે જ પરંતુ ચહેરા પર ચમક પણ આવે છે. ચહેરા પર રૂંવાટી હોવી સામાન્ય છે. આવી સ્થિતિમાં જો તમે ચણાનો લોટ ત્વચા પર લગાવશો તો તેનાથી વાળ પણ દૂર થાય છે. યુવાન ત્વચા માટે પણ ચણાનો લોટ વાપરી શકાય છે.

દહીં : દહીં પણ ખૂબ પૌષ્ટિક આહાર છે. તે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એ જ રીતે દહીંનો ઉપયોગ વાળ અને ત્વચા પર થાય છે. ચહેરાની સફાઈ માટે તમે ફેસ વોશને બદલે દહીંનો ઉપયોગ કરી શકો છો.

આ માટે, 1 ચમચી દહીં અને ચપટી હળદર લો. કોઈપણ નાના બાઉલમાં, 1 ચમચી દહીંમાં એક ચપટી હળદર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ રહ્યું દહીંથી બનેલું તમારું ફેસ ક્લીંઝર. સૌથી પહેલા ચહેરાને પાણીથી સાફ કરો. દહીંથી બનેલા આ ક્લીંઝરને ત્વચા પર લગાવો. થોડીવાર સુકાઈ ગયા પછી ચહેરો સાફ કરો અને ઠંડા પાણીથી મોં ધોઈ લો.

દહીંના ફાયદા : સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ટેનિંગ થાય છે અને આ ટેનિંગ દૂર કરવા માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. ફાઈન લાઈન્સની સમસ્યામાં પણ દહીં ફાયદાકારક છે. ખીલના ડાઘ ઘટાડવા માટે માટે ત્વચા પર દહીં લગાવવું જોઈએ. હાયપરપીગ્મેન્ટેશન માટે પણ દહીંનો ઉપયોગ કરો.

આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે. તમે પણ આ વસ્તુનો ઉપયોગ કરીને ત્વચા સુંદર બનાવી શકો છો. જો તમે આવી જ બ્યુટી તરીકે જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.