mati na vasan na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પ્રાચીન સમયથી લઈને આજે પણ માટીના વાસણો આપણી પરંપરાનો એક ભાગ છે. ક્યારેક માટીના ઘડામાં પાણી પીવું તો ક્યારેક માટીના દીવા પ્રગટાવવાને હંમેશા આપણે શુભ માનીએ છીએ. જો આપણે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રકારની વસ્તુઓ આપણા ઘરમાં સકારાત્મકતા આકર્ષ છે અને સાથે સાથે તેનાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા થાય છે.

પ્રાચીન કાળની વાત કરીએ તો પહેલાના સમયમાં ઘરોમાં માટીનો જ સામાન લોકપ્રિય હતો, માટીના વાસણોથી માંડીને ઘરની સજાવટ સુધી અને ત્યારે લોકો માટીના વાસણમાં જ ખોરાક રાંધતા હતા. પ્રાચીન સમયમાં બધા ઘર પણ માટીના જ હતા જે શુદ્ધતા દર્શાવતા હતા. .

ભલે આજે સમય બદલાઈ ગયો હોય પણ વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર આજે પણ માટીના વાસણોના ફાયદા વિશે ઘણી બાબતો જણાવે છે. ચાલો આપણે જાણીએ કે ઘરમાં માટીના વાસણોનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે અને વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર આજે પણ તેને શા માટે શુભ માને છે.

ઘરમાં માટીનો વાસણ શુભ હોય છે :આપણા ઘરમાં માટીનો ઘડો રાખવાથી બુધ અને ચંદ્ર ગ્રહોની ચાલને નિયંત્રિત અને સુધારી શકાય છે. વિજ્ઞાન પણ માને છે કે માટીના વાસણમાં સંગ્રહિત પાણી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ઘડાને રાખવાની સલાહ આપવામાં આવે છે એવું એટલા માટે કે તે બધી નકારાત્મક શક્તિઓને સફળતાપૂર્વક દૂર કરે છે.

માટીની કુલળીના ફાયદા : આપણામાંના ઘણા લોકો ચા અથવા છાશ અને પીવાનું પાણી પીરસવા માટે માટીની કુલળીનો ઉપયોગ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળના કારણે કોઈ સમસ્યા થઇ રહી છે તો ચા-પાણી પીવા માટે માટીની કુલળીનો ઉપયોગ કરવો જોઈએ.

આ સિવાય શનિદેવની કૃપા મેળવવા માટે દર શનિવારે માટીની કુલળીમાં પાણી ભરીને પીપળના ઝાડ નીચે રાખી શકો છો. આમ કરવાથી શનિ સંબંધિત કોઈપણ સમસ્યા ઓછી થાય છે. માટીની કુલળીમાં પાણી ભરીને ધાબા પર પક્ષીઓ અને પ્રાણીઓને પીવા માટે પાણી રાખવાથી રોજગારમાં મુશ્કેલી ઓછી થાય છે અને વ્યવસાયમાં નવી તકો મળે છે.

માટીની મૂર્તિઓના ફાયદા : તમારા ઘરમાં મંદિરની અંદર કોઈપણ દેવી-દેવતાની મૂર્તિ માટીની રાખવાથી પરિવારની આર્થિક સુરક્ષામાં વધારો થાય છે. મોટાભાગના ભારતીય ઘરો માટીના દીવાઓથી પરિચિત છે કે જેનો ઉપયોગ મોટાભાગે ધાર્મિક પૂજા માટે કરવામાં આવે છે.

દીવાને તેલથી ભરીને અને તેમાં રૂ ની દિવેટ કરીને પ્રગટાવવો એ હિંદુ ધર્મમાં એક સામાન્ય પ્રથા છે. હિંદુઓ માટે દીવા પ્રગટાવવાનું ખૂબ મહત્વ છે. તે અંધકારમાં પ્રકાશની જીત પ્રદર્શિત કરે છે. તુલસી કે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાથી કોઈપણ પ્રકારના વૈવાહિક કલેશ દૂર થાય છે.

માટીના વાસણમાં રાંધવાના ફાયદા જાણીયે તો, માટીના વાસણોમાં ફાયદાઓમાં આ વાસણોની છિદ્રાળુ પ્રકૃતિને કારણે ભેજને શોષવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જે રાંધવામાં આવતા ખોરાક દ્વારા ગરમીને ધીમે ધીમે ફેલાવવા દે છે અને તેની સુગંધ જળવાઈ રહે છે.

પોષણ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ સહિત જરૂરી મિનરલ્સ પ્રદાન કરે છે. નિઃસંતાન સ્ત્રી કે પુરુષે ચાર મુખવાળા દીવામાં ચાર દીવા પ્રગટાવીને શ્રીકૃષ્ણની મૂર્તિની સામે પ્રગટાવવું જોઈએ આનાથી તમને ચોક્કસ લાભ મળશે.

માટીની વસ્તુઓ ડેકોરેશનના ફાયદા જાણીયે તો, જો તમે ઘરના ડ્રોઈંગ રૂમમાં માટીથી બનેલી વસ્તુઓ અથવા રમકડાંનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરમાં શાંતિ જાળવવાની સાથે સાથે તે ઘરની આર્થિક સ્થિતિને પણ સુધારે છે.

વાસ્તુશાસ્ત્ર થી જોડાયેલી આ બધી સમસ્યાઓ માટે માટીના વાસણો નો ઉપયોગ કરવો ફાયદાકારક માનવામાં આવે છે. પણ જેવી વાત એ છે કે ઘરમાં માટીની કોઈ પણ તૂટેલી વસ્તુને રાખવી જોઈએ નહિ. કારણ કે તે તમારા માટે નકારાત્મક પ્રભાવ નાખી શકે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા