women diet plan in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વૃદ્ધાવસ્થાની વાત કરવામાં આવે તો હંમેશા એવું કહેવામાં આવતું હોય છે કે ઉંમરની સાથે તમારા હાડકા નબળા પડવા લાગે છે, ઘણી બધી પ્રકારની બીમારીઓ આવે છે અને ઘણી બધી સમસ્યાઓનો પડે છે અને જયારે સ્ત્રીઓ મેનોપોઝની નજીક આવતા આવતા ગંભીર સમસ્યાઓ થવા લાગે છે.

અને આ વાત પણ સાચી છે કે ભલે તમે તમારી જીવનશૈલીનું ગમે તેટલું ધ્યાન રાખો પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવતી જાય છે. જો તમે સારી આદતોનું પાલન કર્યું છે તો તમે 40 વર્ષની ઉંમર પછી પણ તમને થોડી રાહત મળશે કારણ કે તમે તમારી આસપાસના લોકો કરતા તમે ઓછા બીમાર પડશો પરંતુ અહીંયા એ પણ વાત ધ્યાનમાં રાખો તમારું યોગ્ય પોષણ મળવાનું ચાલુ રહેવું જોઈએ.

આ ઉંમરે તમારું મેટાબોલિઝમ ધીમું પડી જતું હોય છે અને જો આપણે સ્ત્રીઓની વાત કરીએ તો તેઓ દર વર્ષે તેમની મસલ્સવજન ઘટતું જાય છે. કારણ કે તમારા શરીરને ટેકો આપતા સ્નાયુઓ ધીમે ધીમે ઘટી રહ્યા છે આ સ્થિતિમાં વજન ઘટાડવું મુશ્કેલ બની જાય છે . હોર્મોન્સમાં વધઘટ થવી, વિટામિન્સ અને મિનરલ્સનો અભાવ, ડિહાઇડ્રેશન વગેરે સમસ્યાઓ સામાન્ય છે.

આ સ્થિતિમાં 40 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓએ કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેના વિશે વધુ જાણવા માટે લેખ વાંચો. જ્યારે તમે ઘરડા થવા લાગો છો ત્યારે તમે શું ખાઓ છો તે ખુબ જ મહત્વપૂર્ણ છે. ચરબી, વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ખનિજો બધું જ જરૂરી છે.

જો તમે તમારો યોગ્ય આહારનું સેવન ના કરો તો તમને હાઈ બીપી, હૃદય રોગ, ઑસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સર જેવી બીમારી થઇ શકે છે. તમારે શું ખાવું જોઈએ તો 40 વર્ષની ઉંમર પછી તમારે તમારા પોષણ વિશે ખૂબ જ ગંભીર થવું જોઈએ. તેથી તમારા આહારમાં નીચે જણાવેલી આ વસ્તુઓનો સમાવેશ કરો.

તમારા આહારમાં લીલા પાંદડાવાળી શાકભાજીનો જરૂર સમાવેશ કરો. કલર પેલેટનું ધ્યાન રાખો એટલે કે તમારી થાળીમાં લીલો, સફેદ, લાલ, નારંગી બધા જ કલર હોવા જોઈએ જે શરીરને વિવિધ પોષક તત્વો આપે છે. આ ઉંમરે સ્ટાર્ચ અને નોન-સ્ટાર્ચ બંનેની જરૂર હોય છે તેથી ક્યારેક કૂકરમાં ચોખાને રાંધો અને ક્યારેક સામાન્ય સ્ટાર્ચ કાઢીને તેને રાંધો.

શક્ય હોય ત્યાં સુધી ફળોનું સેવન કરો. નિયમિતપણે અનાજ ખાવાનું રાખો. તમારા ખોરાકનો અડધો ભાગ અનાજનો હોવો જોઈએ જે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. ડેરી પ્રોડક્ટનો સ્વાસ્થ્ય માટે સારી પણ છે અને ખરાબ પણ છે. ઘણા લોકોને દૂધથી એલર્જી હોય છે અને તેઓ જાણતા પણ નથી હોતા.

તમે જે પણ પસંદ કરો તે ઓછી ચરબીવાળું હોવું જોઈએ. તમારા આહારમાં દૂધ, દહીં, ચીઝ, સોયા પ્રોડક્ટ વગેરેનો સમાવેશ કરો પણ ફૂલ ફેટ દૂધને બદલે ઓછી ચરબીવાળું દૂધ તમારા માટે વધારે ફાયદાકારક છે. પ્રોટીન માટે શું ખાવું જોઈએ તો 40 વર્ષની ઉંમર પછી શરીરને પ્રોટીનની જરૂર હોય છે અને આ સમયે તમારે તમારા આહારમાં ઇંડા, કઠોળ, વટાણા, બદામ, બીજ અને સોયા વગેરે ખાવું જોઈએ.

જ્યાં સુધી તેલની વાત છે તો ઓલિવ ઓઇલ અને સરસવનું તેલ સારું રહેશે. રિફાઇન્ડ તેલનો ઉપયોગ ઓછો કરો. મહિલાઓએ આ પ્રમાણે ડાયટ ચાર્ટ બનાવવું જોઈએ. સ્ત્રીઓએ તેમના શરીરની જરૂરી કેલરીની ગણતરી માત્ર 10% ખાંડ તરીકે ખાવી જોઈએ. તમારે દરરોજની કેલરી ગણતરી પ્રમાણે અમારે સોડિયમના સેવનના 10% કરતા ઓછું લેવું જોઈએ.

તમારે દરરોજ સોડિયમનું સેવન 2300 મિલિગ્રામ હોવું જોઈએ, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ, વિટામિન-એ અને વિટામિન-સી વગેરે જરૂરી પોષક તત્વોને તમારા આહારમાં સામેલ કરો. મેટાબોલિઝમ બરાબર રાખવા માટે જેમ જેમ વ્યક્તિ 40 ની નજીક પહોંચે છે તેમ હોર્મોનનું સ્તર વધઘટ થવા લાગે છે.

ઇન્સ્યુલિનનું સ્તર પણ વધે છે અને થાઇરોઇડ હોર્મોન 40 પછી ઘટે છે. આ મિશ્રણ તમારી ભૂખને વધારે છે અને તમે તમારી જરૂરિયાત કરતાં વધુ કેલરી બર્ન કરો છો અને પરિણામે તમારા પેટના નીચેના ભાગમાં વધારે ચરબી ભેગી થાય છે. વધુ ઝડપથી પેટ ભરવા અને સંતુષ્ટ અનુભવવા માટે તમારા આહારમાં ફાઇબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

આ માટે આખુ અનાજ, બદામ વગેરે. 40 વર્ષની ઉંમર પછી તમારે દિવસમાં ઓછામાં ઓછા 25 ગ્રામ ફાઇબર લેવાનું લક્ષ્યાંક હોવું જોઈએ. બીજી જે વસ્તુઓ છે જે ચયાપચયને વધારશે, સવાર નો નાસ્તો ના ભૂલો, દરરોજ કસરત કરો અને ઠંડુ પાણી પીવો, દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો, લીલા મરચાંનો સમાવેશ કરો

મોટાભાગની મહિલાઓને 40 પછી પેટની ચરબી વધવા લાગે છે. આ સમયે બધું જ થવા લાગે છે જેમ કે ડાયાબિટીસ, હૃદયરોગ, ભૂલી જવું વગેરે અને અમુક પ્રકારના કેન્સર જે પેટની ચરબી સાથે થઇ શકે છે. જો તમે તમારી ઉંમર 40 વટાવી ગયા છો અને આ બધી સમસ્યાઓ છે તો તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ તમારા કોઈપણ પ્રકારનો આહારમાં ફેરફાર કરવો જોઈએ.

આ સમયમાં વજન ઓછું કરવું એ સારો વિકલ્પ હશે કારણ કે સ્ત્રીઓ વધુ ઝડપથી સ્નાયુઓ ગુમાવવાનું વલણ ધરાવે છે અને જો આ સમયે તેમનું વજન વધે છે તો તેની અસર તેમના હાડકાં પર પણ પડે છે. આવી સ્થિતિમાં તમારે માટે ના તો ખૂબ ઓછી કેલરી ખોરાક યોગ્ય રહેશે અને ના તો ખૂબ જ ભારે પ્રોટીનવાળો આહાર.

તમારે તમામ બધી જ બાબતોમાં સંતુલન રાખવું પડશે. જો તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો આહાર સંબંધી જાણકારી માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા