આપણે ગુજરાતી લોકો ચા પીવાના ખુબજ શોખીન છે. મોટા ભાગના લોકો દિવસમાં ઓછામાં ઓછી બે વાર તો ચા પીવે જ છે. ચા પીવાની પરંપરા એ આપણા સમાજમાં વર્ષોથી ચાલી આવી છે. જયારે કામ કામ કરવામાં કંટારો આવે કે ઊંઘ આવવા લાગે ત્યારે ચા જરૂરથી યાદ આવી જાય છે.
ઘણા લોકોને ખુબજ ગળી ચા પીવી ગમે છે. ચા માં ખાંડ છે અને ખાંડવાળી ચા પીવાથી આપણા શરીરમાં ડાયાબિટીસ જન્મ લે છે. આ ડાયાબિટીસના કારણે ગેન્ગરેન નામનો રોગ પણ થઇ શકે છે. તમારા હાથ – પગ અને હૃદય પણ નબળું પડી શકે.
આ ઉપરાંત ખાંડવાળી ચા પીવાથી આપણા શરીરમાં ટીબી પણ જન્મ લે છે, જેના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ થાય છે. શરીર નબળું પડે છે. ઉપરાંત અસ્થમા જેવી બીમારી પણ તમને થઈ શકે. ખાંડવાળી ચા પીવાથી સાંધાનો દુખાવો વધે શરીરમાં કોલેસ્ટ્રોલ અને ચરબી પણ જમા થઈ શકે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે હૃદય નબળું પડે તો છે, શરીરની નસો પણ લોક થાય છે જે તમારા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તો પ્રશ્ન એ થાય છે કે ખાંડવાળી ચા પીવાથી જો આટલા બધા નુકશાન થતા હોય તો કઈ વસ્તુઓ વડે આપણે ચા બનાવી જોઈએ.
તો અહીંયા જણાવેલી વસ્તુઓથી ચા બનાવવાથી આપણું શરીર કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વોથી ભરપૂર થઈ જાય છે. આ વસ્તુઓથી બનાવેલી ચા આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. પોટેશિયમ જે આપણા શરીરના તમામ રોગોને દુર કરે છે.
અહીંયા જણાવેલી વસ્તુનો ઉપયોગ ચા બનાવશો તો તમારા પેટની અંદર જે ગેસ, ઍસિડિટી, કબજિયાત જેવી નાની મોટી કોઈપણ સમસ્યા હશે તો તે દૂર થઈ જશે. આ ચા પીવાથી શિયાળામાં તમારી ઇમ્યુનીટી છે તે ટોચ પર પહોંચી જશે. તમારા આખું વરસ તમે નીરોગી રહી શકશો.
આ ઉપરાંત એમાં ફોસ્ફરસ રહેલું છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય ઘણા બધા વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન બી-૬, વિટામિન બી-૧૨ આની અંદર રહેલા છે. તો અહીંયા જે વસ્તુનો ઉપયોગ કરીને ચા બનાવવાની છે તે વસ્તુ છે “ગોળ”.
જી હા, ગોળ. શિયાળામાં ચાર મહિના તમારે ગોળાની ચા બનાવવાની છે. આ સાથે તમારે ચા બનાવવા માટે તમારે બીજી વસ્તુનો ઉપયોગ કરવાનો છે તે વસ્તુ એટલે કે સૂંઠ. સૂંઠ એટલે કે આદુ. આદુને સૂકવીને તેનો પાઉડર એટલે કે સૂંઠ બનાવવાનો છે.
આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને ચા બનાવવાની છે. આ ચા પીવાથી તમે શિયાળામાં શરીરમાં થઇ અનેક નાની મોટી દૂર થઇ જશે. કફ, શરદી, ઉઘરસ માટી જાય છે. આ ઉપરાંત શરીરની બ્લોક નસો ખુલી જાય, હૃદય મજબૂત બને છે. તો હવેથી ખાંડ વાળી ચા બંધ કરીને ગોળવાળી ચા પીવાનું શરુ કરી દો.
તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.