matha na dukhava no upay gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા લોકોએ ને તમે જોતા હશો કે ગમે ત્યારે ગમે તે સમયે તેમને માથાનો દુખાવો થવા લાગે છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે ઘણા લોકો દરરોજ ઘણી બધી દવાનો પણ ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા આપણે માથાનો દુખાવો અને તેના અનુસાર સરળ ઘરગથ્થુ ઉપાયો વિષે જોઈશું.

સૌ પ્રથમ તો માથાનો દુખાવો દરેકની પ્રકૃતિ મુજબ જુદા-જુદા કારણોથી થતો હોય છે. કફ, પિત્ત અને વાયુ આ ત્રણ દોષમાંથી જે દોષના કારણે માથાનો દુખાવો થયો હોય તેના મુજબ ઉપચાર કરવાથી તરત જ અને કાયમી રાહત મળે છે.

જો પિત્ત પ્રકૃતિને કારણે માથું દુખતું હોય અને કફ પ્રકૃતિને કારણે થતા માથાના દુખાવાના ઉપચાર કરીએ તો કફ પ્રકૃતિને માફક આવતાં ગરમ ઔષધો પિત્ત એટલે વધારે છે અને તેને લીધે દુખાવો મટવા ને બદલે વધે છે. માટે માથાનો દુખાવો શરીરમાં કયા દોષને કારણે થયો છે તે જાણી અને તેના મુજબ ઉપચાર કરવાથી ઝડપથી ફાયદો થાય છે.

જો શરદી, ઉધરસ થઈ હોય ત્યારે માથાનો દુખાવો થાય તો તે કફને કારણે થાય છે અને જે માથાનો દુખાવો કપાળની વચ્ચેના ભાગમાં અને આંખની ઉપરના ભાગે થાય છે. નીચું જોવાથી કે કમરના ભાગેથી વાંકા વળવાથી દુખાવો વધે છે.

આ પ્રકારના કફને કારણે થતો માથાનો દુખાવો સવાર અને રાત્રે વધારે થાય છે. કફને કારણે થતા માથાના દુખાવામાં પાણીમાં નિલગિરીના તેલના બે થી ત્રણ ટીમ્પા કે કપૂર નાખીને નાશ લેવાથી તરત જ આરામ મળે છે.

તલ કે લવિંગને પાણી સાથે બારીક લસોટી સહેજ ગરમ કરી તેનો લેપ કપાળ પર કરવાથી કફને કારણે થતો માથાનો દુખાવો મટે છે. સૂંઠ કે મરીનો એકદમ બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી ઉપાડા ઉપડી છીંકો આવી કફ બહાર નીકળી જાય છે અને માથું એકદમ હળવું થઈ જાય છે.

રાત્રે સૂતી વખતે સરસિયા તેલનું એક એક ટીપું નાકમાં નાંખવાથી કફ ધીરે ધીરે દૂર થઇ શરદી અને તેના કારણે થતો માથાનો દુખાવો કાયમી માટે મટી જાય છે. પિત્તને કારણે થતો માથાનો દુખાવો કપાળની બંને બાજુએ સાઈડ પરથી શરૂ થઇ વચ્ચે તરફ વધે છે.

જેમાં સણકા આવતા હોય તે પ્રકારનો દુખાવો અને આંખોમાં બળતરા થાય છે. તરકામાં કે ગરમીમાં જવાથી કે વધુ પડતાં પ્રકાશથી દુખાવો વધે છે. પીત્તને કારણે થતા માથાના દુખાવામાં આમળાનું એક ચમચી ચૂર્ણમાં અડધી ચમચી ઘી અને અડધી ચમચી સાકર સાથે મિશ્ર કરી સવારે ખાવાથી રાહત મળે છે.

કાળી દ્રાક્ષ, ધાણા, વરિયાળી અને સાકરને એક ગ્લાસ પાણીમાં પલાળી, મસળીને પીવાથી પિત્તના કારણે થતો માથાનો દુખાવો મટે છે. માથામાં કોપરેલ તેલથી માલિશ કરવાથી પિત્ત શાંત થઈ માથાનો દુખાવો મટે છે. સાકર નાખીને બનાવેલી દૂધ – ભાત ની ખીર ખાવાથી પિત્તને કારણે જો માથું દુખતું હોય તો મટે છે.

જો માથાના દુખાવાનું કારણ વાયુ દોષ હોય તો માથાના પાછળના ભાગમાં ડોકથી ઉપરની બાજુએ દુખાવો થાય છે અને થોડી-થોડી વારે જુદી જુદી જગ્યાએ તેનો અનુભવ થયા કરે છે. સાથે પેટમાં અપચાની ફરિયાદ રહે છે.

વાયુ દોષના કારણે થતા માથાના દુખાવામાં હૂંફાળા પાણી સાથે હરડે ચૂર્ણ લેવાથી પેટ સારી રીતે સાફ થાય છે અને વાયુ દૂર થવાથી દુખાવો મટે છે. પાણીમાં થોડુંક સૂંઠ નાખી ને ઉકાળીને તે પાણી થોડા થોડા સમયે હૂંફાળું પીવાથી ગેસના કારણે થતો માથાનો દુખાવો મટે છે.

અડધી ચમચી અજમાને અધકચરો ખાંડી તેમાં બે ચપટી સંચળ મિક્સ કરી કરી હૂંફાળા પાણી સાથે લેવાથી વાયુના કારણે થતો માથાનો દુખાવો મટે છે. લસણની બે થી ત્રણ કરીઓને ચપટી મીઠું નાખીને જમતી વખતે લેવાથી વાયુમાં થતો માથાનો દુખાવો મટે છે.

હાથની પહેલી આંગળીને હાથના અંગુઠાના મૂળ પાસે રાખી ટચલી આંગળી સિવાયની બંને આંગળીઓને અંગુઠાની ટોચ સાથે મેળવવાથી અપાનવાયુ મુદ્રા બને છે. 45 મિનિટ સુધી દરરોજ આ મુદ્રા કરવાથી વાયુથી થતો માથાનો દુખાવો અને પેટનો દુખાવો ચોક્કસ મટે છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા