acidity thavanu karan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર વૃદ્ધાવસ્થા અને બેઠાડુ જીવનને કારણે મહિલાઓને એસિડિટીની સમસ્યા થઇ જાય છે. રોજિંદા દોડધામ અને ખોટા ખોરાકને કારણે પણ એસિડિટી થતી હોય છે. એસિડિટીના ઘણા કારણો છે જેમ કે કબજિયાતની સમસ્યા, પીણાં પીવા, સિગારેટ પીવી, ચરબીયુક્ત ખોરાક ખાવો, કેફીન, સોડા, વધારે ચરબીવાળી વસ્તુઓથી એસિડિટીની સમસ્યા થઇ જાય છે.

ખાવા – પીવાની દિનચર્યાઓમાં વિક્ષેપને કારણે અને વધારે ખાઈ લેવું અથવા ખાલી પેટ રહેવાથી પણ એસિડિટી થઈ શકે છે. આ સિવાય ગર્ભવતી સ્ત્રીઓને પણ એસિડિટીની સમસ્યા રહેતી હોય છે. એસિડિટીની સમસ્યા થવી ખૂબ સામાન્ય છે.

એસિડિટી વધવાથી મહિલાઓ ખૂબ જ પરેશાન થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી ઝૂઝી રહ્યા છો, તો કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખો, જલ્દીથી તમને આ સમસ્યાથી છુટકારો મળી જશે.

એક સંશોધન મુજબ તળેલું, ફૈટી અને મસાલેદાર ખોરાક શરીરનું તાપમાન વધારે છે જેનાથી બળતરા પેદા થાય છે. આ જ કારણ છે કે આ તમામ ખાદ્ય પદાર્થો એસિડિટી પેદા કરે છે.

અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે દરેક વ્યક્તિનું શરીર અલગ છે, તેથી તેને અલગ અલગ સમસ્યાઓ હોઈ શકે છે અને તેથી તે જરૂરી છે કે તમે તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ તમારી જીવનશૈલીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો.

1 એક્ટિવ જીવનશૈલી અપનાવો

જો તમે તમારા રોજિંદા જીવનમાં સક્રિય રહેશો તો તમે ઘણા હદ સુધી એસિડિટીને નિયંત્રિત કરી શકો છો. સવારનું મોર્નિંગ વોક, કસરત, નાના મોટા કામમાં તમારી શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખે છે, જેના કારણે તમારી પાચન પ્રક્રિયા સારી રહે છે. જો તમે આખો દિવસ બેસીને કામ કરો છો, તો તમારા માટે સવાર -સાંજ સક્રિય રહેવું ખૂબ જરૂરી છે તેનાથી અસરકારક રીતે એસિડિટીથી બચી શકો છો.

2 તળેલા ખોરાકથી દૂર રહો

તળેલો ખોરાક, મસાલેદાર, વધારે મીઠું અથવા ખાટા ખાદ્ય પદાર્થો, અથાણાં જેવી વસ્તુઓ સરળતાથી પચતી નથી. જો તમારો મોટાભાગનો સમય બેસીને કામ કરવામાં જાય છે, તો પછી આવા ખાદ્ય પદાર્થો લેવાથી તમને વધુ સમસ્યાઓ થશે.

આ સ્થિતિમાં સંતુલિત માત્રામાં તેલ, મસાલાવાળા ખાદ્ય પદાર્થો તમારા માટે શ્રેષ્ઠ છે, જેને પચાવવા માટે તમારા પેટને વધારે મુશ્કેલી નહીં પડે. જ્યારે પણ તમે તૈલીય ખોરાક લો તો પછી પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી આહાર લેતા રહો. તેનાથી પાચન પ્રક્રિયા બરાબર રહેશે.

3 એસિડિટીમાં આ ખાદ્ય પદાર્થો રાહત આપશે

જો એસિડિટી વધારે પડતી વધી ગઈ હોય તો તમારે રાહત મેળવવા માટે, તમારા ખોરાકમાં દૂધી, જવ, ઘઉં, કોળું, પરવલ, પાકેલા કેળા, પપૈયા, આમળા, દાડમ, દૂધ, મધ અને ખાંડ જેવી વસ્તુઓ લેવી જોઈએ. તેના પર પણ ધ્યાન આપો કે, તમને કોઈ પણ બાબતે ખૂબ પરેશાન તો નથી ને. કેમ કે કોઈ બાબતની ચિંતા અને તણાવ પણ તમારી સમસ્યાને વધારે છે, તેથી તમારી જાતને આરામ આપો.

4 સવારનો નાસ્તો છોડશો નહીં

ઘણી વાર મહિલાઓ ઘરની વ્યસ્તતાને કારણે સવારના સમયે મોડો નાસ્તો કરે છે અથવા ખાલી પેટ રહે છે. આનાથી એસિડિટી પણ થઇ જાય છે. સવારનો નાસ્તો યોગ્ય સમયે લેવાનો પ્રયત્ન કરો, જેથી દિવસભર તમારું એનર્જી લેવલ જળવાઈ રહે અને તમે એસિડિટીથી છુટકારો મેળવી શકો.

5 યોગ તમને એસિડિટીમાં રાહત આપશે

એસિડિટીથી રાહત મેળવવા માટે એક સાથે વધારે ખોરાક ના ખાઓ. જમ્યા પછી થોડું ચાલવાનું રાખો, તેનાથી રાહત મેળવવામાં યોગ ખૂબ ફાયદાકારક છે. તણાવમાંથી મુક્તિ મેળવવા માટે પવનમુક્તાસન, વજ્રાસન, નૌકાસન, સૂર્ય નમસ્કાર, શવાસન, ભુજંગાસન, ભ્રામરી પ્રાણાયામ ખૂબ અસરકારક યોગ છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા