masala paneer banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું કે તમે જાણતા નહિ હોય. તમને એવી ટિપ્સ જણાવીશું કે જે તમારે ઘણી વાર મુશ્કેલીઓ પડે છે તેમાંથી છુટકારો અપાવશે. જ્યારે વધુ ગરમી પડે છે ત્યારે તમારું તાજુ દૂધ હોય કે કોથળી વાળું દૂધ હોય તે ફાટી જતું હોય છે.

જ્યારે તમે આ દુધ ને ગેસ પર રાખો છો ગરમ કરવા ત્યારે તે ફાટી ગયેલું જોવા મળતું હોય છે. આ દુધ આખું ફાટી જાય પછી તેનો ઉપયોગ આપણે કરતા નથી. તો અહિયાં તમે આ ફાટેલા દુધ નો કઈ રીતે ઉપયોગ કરવો તે વિશે જણાવીશું.

સૌ પ્રથમ તો તમારું જે દુધ ફાટી ગયું છે તેને ગેસ પર મૂકો. હવે આ દુધ પૂરું ફાટી જાય તેના માટે તેમાં લીંબુ નો રસ અથવા તો ઘર માં રહેલું દહીં એડ કરો એટલે કે તમારે દુધ ને પૂરું ફાટી જાય એવું કરવાનુ છે.

દહીં ઉમેરવાથી તમારું દુધ ફાટી જસે અને તેમાં પનીર અને પાણી છૂટું પડી જશે. હવે આપણે આમાંથી મસાલા પનીર બનાવીશું. આ મસાલા પનીર ને ફ્લેવર્સ પનીર પણ કહેવામાં આવે છે. બજાર માં અને મોલ માં ઘણા પ્રકાર ના ફ્લેવર્સ પનીર મળતા હોય છે.

તમારે આ પનીર બનાવવા માટે  સમારેલી ડુંગળી, લીમડાના પાન, લીલા મરચાના ટુકડા, સમારેલી કોથમીર પાન, લાલ સમારેલા મરચા, મરી પાઉડર, મીઠું અને લસણ ની પેસ્ટ બધું મિક્સ કરી ને ગેસ પર રાખેલા ફાટેલા દુધ માં આ બધી વસ્તુ એડ કરી ૫-૭ મીનીટ માટે થવા દો. અહિયાં તમે ગાજર નાં ટુકડાં, કેપ્સીકમ મરચાં પણ એડ કરી શકો છો.

૫-૭ મીનીટ પછી ગેસ બંધ કરી ને એક બાઉલ મા એક કપડું મૂકીને ને ગાળી દો. અહિયાં તમારુ પાણી અને પનીર બન્ને અલગ અલગ થઈ જશે. તમે આ પાણી ને પરાઠા, નાન, કે રોટલી બનાવવા માટે ઉપયોગ કરી શકો છો. આ પાણીની ઉપયોગ કરવાથી તમારી રોટલી એકદમ સોફ્ટ બને છે. તમે આ પાણીનો શાક બનાવવા પણ ઉપયોગ કરી શકો છો.

હવે પનીર ને કપડામાં બાંધીને તેની પર એક ભારે વસ્તુ મુકી દો જેથી તેમાંથી બધું પાણી નીકળી જાય. એક કલાક જેટલો સમય થાય એટલે ઉપર મુકેલી ભારે વસ્તુ લઈ લો. હવે આ કાપડમાંથી પનીર ને બહાર કાઢો.

તમે અહિયાં જોઈએ શકસો મે તમારું પનીર એકદમ કલરફૂલ અને એકદમ સોફ્ટ જોવા મળશે. આ પનીર ને તમારે પાણીમાં  ધોવાની જરૂર નથી. આ પનીર નાં તમે ટુકડાં કરી ખાઈ શકો છો. આ પનીર માં ચાટ મસાલા કે તવા પર થોડું બટર કે ઘી સાથે શેકી ઉપર ચાટ મસાલો નાખી ખાઈ શકો છો.

આ પનીર ને તમે શાક બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. તો અહિયાં તમને અમારી ટીપ્સ કેવી લાગી તે જરૂર જણાવજો અને ઘરે દુધ ફાટી જાય ત્યારે આ ટિપ્સ નો ઉપયોગ કરી પનીર બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા