vaat pitt ane kaf no upay in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

વાત પિત્ત કફ: આજે જોઈશું વાત પિત્ત અને કફનું આપણા શરીર માટે શું મહત્વ છે. આ ત્રણેય પ્રકૃતિ અને આપણા શરીર માટે શું મહત્વ છે. તેના વિશે થોડું સમજીએ. ૧) વાત એટલે વાયુ એટલે કે જે ગતિ કરે છે. જો આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ હોય તો આપણને વૃદ્ધાવસ્થામાં જે સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણના અને અન્ય પ્રકારનો દુખાવો થાય છે. આ એક કારણ છે વાયુ.

હવે સમજો વાયુ વિશે. સવારે ૪ થી ૬ નો સમય છે એ કફ નો સમય છે એટલે કે આ સમય કફ છૂટો પડે છે. બાળકોની અંદર સૌથી વધુ જોવા મળે છે. તમે જોતા હશો કે બાળકોને સૌથી વધારે કફ નો પ્રોબ્લેમ થાય છે, શરદી નો પ્રોબ્લેમ થાય છે અને વારંવાર તેમને દવાખાને લઈ જવા પડે છે.

પિત: જે યુવા વર્ગ છે, એટલે કે જે છોકરાઓએ ૧૮ થી ૪૦ વર્ષ સુધીના જે યુવાનો છે એ તમામ લોકોને પિત નો પ્રોબ્લેમ થાય છે. પિત્ત એટલે સામાન્ય રીતે ગૅસ, ઍસિડિટી અને કબજિયાત. આપણે જોતા હોઈએ છીએ કે આ તકલીફ યુવાઓમાં વધારે પ્રમાણમાં થતી હોય છે.

કફ નો સમય છે તે ૪થી ૬ નો સમય છે. જ્યારે પિતા નો સમય છે એ એક આખા દિવસ દરમિયાન નો સમય છે અને સાંજે એટલે પાંચ વાગ્યા પછી નો જે સમય છે તે વાયુનો પ્રકોપ એટલે કે વાયુ નો સમય છે. આખી રાત દરમિયાન પણ વાયુનો સમય હોય છે.

હવે જો આપણે સવારે વહેલા ઉઠતા નથી, જે સમયે ઊઠવું જોઈએ તે સમયે આપણે ઉઠતા નથી.જે કફનું પૂર્ણ થવાનું સમય છે ત્યારે ઊઠવું જોઈએ એટલે કે સવારે ચાર થી છ ના ગાળામાં ઊઠવું જોઈએ. પણ આપણે તે સમયે ઉઠતા નથી જેથી આપણો મળ છુટો પડતો નથી.

હવે સમજીએ કે આનો મળ સાથે સુ સબંધ છે તો જે વાયુ એટલે જે ગતિ કરે છે તે વાયુ છે અને કફ એટલે જે ચીકણી વસ્તુ છે એ કફ છે. કફમાં તમામ ચીજ-વસ્તુઓ આવી જાય છે. હવે જ્યારે ચાર થી છ વાગ્યાનો સમય છે ત્યારે કફ છૂટો પડતો હોય છે અને આજ સમયે વાયુ પણ ગતી કરે છે.

આ બંને વસ્તુઓનો એકીસાથે થાય છે અને આના કારણે મળ છૂટો પડે છે. વાયુ ગતિ કરે છે અને કફનું ચીકણા વચ્ચે એની ઉપર ગતિ કરે છે ત્યારે આપણો મળ છૂટો પડે છે. જો તમે ચાર થી છ વાગ્યાના સમયે નાં ઉઠો અને પછીના સમયે ઉઠો તો તમારો મળ છુટો ન પડે.

ક્યારેક ક્યારેક મળ આવવામાં તકલીફ થતી હોય છે. ક્યારે એવું પણ થાય કે આના કારણે કબજિયાત થાય અને મસાની સમસ્યા થાય છે. આમ ઘણી બધી તકલીફો ઉત્પન્ન થાય. આંતરડામાં મળ રહેવાના કારણે લોહી બગાડ થાય, ગેસ થાય અને એસિડિટી જેવી સમસ્યા થાય તો આનો જે કફનો પ્રકોપ છે.

આ પ્રકૃતિ છે ને જાળવી રાખવા માટે રાત્રે તમારે યોગ્ય સમયે સૂવું જોઈએ. એટલે કે તમારે દસ વાગ્યા પહેલાં જ સૂવું જોઈએ. પણ અત્યારે શહેરની અંદર લોકો ૧૦ થી ૧૧ વાગ્યે તો જમવા બેસે છે. હવે તેમને તો રોગ થવાના છે.

જે લોકો રાતે વહેલા સૂતા નથી એમને તો ૫૦ થી ૫૫ વર્ષની ઉંમરે તો ગોઠણના, સાંધાના દુખાવા થવાના જ છે. તો તમારે જો વાત પિત્ત અને કફની જે પ્રકૃતિ છે તેને વ્યવસ્થિત રાખવી હોય તો રાત્રે વહેલા સૂવું પડે અને સવારે છ વાગ્યા પહેલા તો તમારે ઉઠવું જ પડે.

જો તમે રાતે વહેલા સૂઈ જાય અને સવારે વહેલા ઓ તો તમારા શરીર માં રહેલી ઘણી બધી તકલીફ જેવીકે કબજિયાત, એસીડીટી, ગેસ, મળ જેવી તકલીફ દૂર થાય છે. જો તમે સવારે વહેલા ઊઠીને યોગાસન કરો તો તમારું આખું શરીર સ્વસ્થ રહે છે.તમારા શરીરમાં થતા કોઈપણ પ્રકારના રોગોથી બચી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા