masa no gharelu upchar
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા લોકોને તમે જોતા હશો તો તેમના શરીર નાં જુદા જુદા ભાગ પર તમને મસા થયેલા જોવા મળે છે. આ મસા કોઈપણ માણસ ને તેના શરીર નાં બહાર નાં ભાગમાં થાય તો તમારો દેખાવ બગડી પણ જતો હોય છે અથવા તો તમારી રોનક પર ડાઘ લાગી જતો હોય છે.

અહિયાં તમને બનાવીશું કે કુદરતી રીતે તમે કઈ રીતે આ મસા ને દુર કરી શકો છો. મસા અને તેને દૂર કરવાના કેટલાક કુદરતી ઉપાયો. ચહેરા, હાથ ગરદન ગમે ત્યાં ત્વચા પર મસા નીકળી આવે છે. સામાન્ય રીતે મસા ૬૦ વર્ષની ઉંમર બાદ જ લોકોને થતા હોય છે પરંતુ અત્યારના સમયમાં યુવાનોમાં પણ આ સમસ્યા વધવા લાગી છે.

મસા ત્વચામાં વૃદ્ધિ કે ઉભા હોય છે જે હ્યુમન પેપિલોમા વાયરસને કારણે થાય છે.  આ ત્વચાના બહારના પ્રભાવિત કરે છે અને સામાન્ય રીતે ત્વચાના ફાટેલા ભાગોથી પ્રવેશ કરીને નીકળે છે. મસા શરીર પર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. મસાનાં ઘણા પ્રકારના હોય છે જે દેખાવમાં અને બનાવટમાં જુદા જુદા હોઈ શકે છે.

સામાન્ય રીતે મસા સમય સાથે જાતે જ ખતમ થઇ જાય છે. પણ એમાં ઘણા વર્ષો લાગી જતા હોય છે. સામાન્ય રીતે મસાથી કોઈ પણ પ્રકાર નો દુખાવો થતો નથી કે કોઈ બીજી તકલીફ પણ થતી નથી. પરંતુ તે દેખાવે અજીબ લાગતા હોય છે. માટે તેનાથી છુટકારો મેળવવા ઘણા લોકો માગતા હોય છે.

ડોક્ટર સર્જરીની મદદથી તમારી ત્વચા પરથી મસા ને હટાવી શકે છીએ પરંતુ આપણે તેને ઘરેલૂ ઉપાય ની મદદથી પણ તેને દૂર કરી શકીએ છીએ.

૧) મસાને દોરાથી બાંધવો: મસાને દોરાથી બાંધીને બે ત્રણ સપ્તાહ સુધી તેને છોડી દો. આમ કરવાથી માસમાં રક્ત પ્રવાહ રોકાઈ જશે અને તે જાતે જ નીકળી જશે.

૨) લસણ: લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. લસણના જવને પીસીને મસા પર લગાવો અને પછી પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી થોડા જ દિવસોમાં મસા ખતમ થઇ જશે.

૩) લીંબૂનો રસ: રૂમાલમાં લીંબુનો રસ નીચોવી લો અને તેને મસા પર લગાવો. થોડા સમય સમય પછી તેને પાણીથી સાફ કરી લો. સતત બે ત્રણ સપ્તાહ સુધી આવું કરવાથી તમને મહેસૂસ થવા લાગશે કે મસા ખરી ચૂક્યા છે.

૪) ડુંગળીનો રસ:-  ડુંગળીની અમુક સ્લાઈસ પર મીઠું નાખીને તેને રાતભર રહેવા દો પછી તેનો રસ કાઢો અને મસા પર લગાવો. એક સપ્તાહની અંદર મસા ખતમ થઇ જશે.

૫) કેળાની છાલ:  કેળાની છાલના અંદરના ભાગને હલકા હાથે મસા પર રગડો. નિયમિત રીતે આ પ્રક્રિયાથી અમુક જ દિવસોમાં તમારા મસા પોતાની જાતે જ ખરી જશે.

૬) નેલ પોલિશ:  મસા પર નેલપોલીસ લગાવીને અમુક સમય બાદ તેને સાફ કરી લો. દિવસમાં ત્રણ થી ચાર વાર આ પ્રક્રિયા કરવાથી અમુક જ દિવસોમાં તમને મસાથી છુટકારો મળી જશે.

તો જો તમે પણ મસાની તકલીફથી પીડાતા હોય તો અહિયાં ગણાવ્યા એ પ્રમાણેના નુસખાઓ માંથી કોઈપણ નુસખા અપનાવીને મસાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા