જ્યારે તમે કોઈ પણ દુકાન પર જાઓ છો ત્યા મુકેલી દરેક વસ્તુમાં વાપરવાની છેલ્લી તારીખ લખેલી હોય છે. આનો અર્થ એ છે કે તમે ખરીદેલી વસ્તુનો ઉપયોગ આટલા સમયગાળામાં સમય કરી શકો છો.
પરંતુ જરૂરી નથી કે દરેક સામાનનો ઉપયોગ ફક્ત અમુક તારીખ અને મહિના માટે જ થઈ શકે કારણ કે આપણા રસોડામાં એવી ઘણી વસ્તુ છે જે મહિનાઓ સુધી અથવા વર્ષો સુધી વાપરી શકાય છે
અને જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની કોઈ આડઅસર થતી નથી. અનાજ, કઠોળ અને ચોખા જેવી બીજી ઘણી વસ્તુઓ છે જે લાંબા સમય સુધી રસોડામાં સંગ્રહિત કરી શકાય છે.
ચોખા : ચોખાનો ઉપયોગ ભાત બનાવથી લઈને કઢી, શાકભાજી, ખીર અને પુલાઉમાં થાય છે. ચોખાને હંમેશા એર ટાઈટ કન્ટેનરમાં રાખવા જોઈએ. તમે ચોખાને મોટા કન્ટેનરમાં વધુ માત્રામાં સ્ટોર કરી શકો છો તેમજ દરરોજ ઉપયોગ માટે નાના કન્ટેનરમાં અલગ સ્ટોર કરી શકો છો. આમ કરવાથી મોટા કન્ટેનરમાં રહેલા ચોખા ભેજ સાથે સંપર્કમાં આવશે નહિ કારણ કે ભેજને કારણે સફેદ ચોખા બગડે છે.
મીઠું : આપણે મીઠાનો ઉપયોગ દરરોજ કરી, દાળ અને વિવિધ શાકભાજી બનાવવામાં કરીયે છીએ. આ આપણા આહારમાં મુખ્ય ફ્લેવરિંગ આપનારૂ છે અને જો મીઠું કોઈ વાનગી માં ના હોય તો વાનગી ફીકી પડી જાય છે. મીઠાનો ઉપયોગ અન્ય ખોરાક સંગ્રહિત કરવા માટે પણ થાય છે, કારણ કે તે કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે પણ કાર્ય કરે છે.
મધની જેમ મીઠું પણ બેક્ટેરિયાને ડિહાઇડ્રેટ કરે છે. મીઠાને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો તમે તેનો ઉપયોગ વર્ષો સુધી કરી શકો છો. પરંતુ, જો મીઠું ફોર્ટિફાઇડ અથવા આયોડીનયુક્ત છે તો તે નિયમિત જૂના મીઠાની તુલનામાં થોડા સમય માં ખરાબ થઇ શકે છે.
ખાંડ : ખાંડ આપણા રસોડામાં એક એવું ઘટક છે જેનો ઉપયોગ દરરોજ મીઠાની જેમ થાય છે. ખાંડને કાચ ની બરણીમાં રાખવી જોઈએ અને ધ્યાન રાખો કે ખાંડ લેવા માટે ભીની ચમચીનો ઉપયોગ ન કરવો. જો ખાંડને ભેજથી દૂર રાખવામાં આવે તો તે પણ વર્ષો સુધી સ્ટોર કરી શકાય છે.
જો લાંબા સમય સુધી સ્ટોર કરવામાં આવે તો તે ઢેફાં જેવી થઇ શકે છે પરંતુ તેની મીઠાશમાં કોઈ ફરક પડતો નથી. સફેદ અને બ્રાઉન સુગર બંનેને હવાયુક્ત કન્ટેનરમાં રાખવી જોઈએ. તેને હંમેશા ભેજ અને ગરમીથી દૂર રાખવો જોઈએ.
દાળ :
દાળ બધાના ઘરનો મુખ્ય આહાર છે. આપણે દરરોજ રોટલી, શાક, દાળ – ભાત ખાતા હોઈએ છીએ. જો તમે અમુક સમય પછી દાળને સૂર્યપ્રકાશમાં આપો છો તો તે પણ લાંબા સમય સુધી રાખી શકાય છે. દાળ ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે.
મધ : લાંબા સમય પછી મધ થોડું ઘટ્ટ જોવા મળી શકે છે, પરંતુ તે વાસી નથી થતું અને તેની કોઈ છેલ્લી તારીખ નથી હોતી. જો લાંબા સમય સુધી સ્ટોર કરવાથી તમારા મધને ઘટ્ટ થાય છે, તો મધને સીલબંધ કન્ટેનરને ગરમ પાણી હેઠળ 5-10 મિનિટ માટે સ્લાઇડ કરો.
આમ કરવાથી તે ફરીથી સામાન્ય રૂપમાં આવી જશે અને તેના સ્વાદ પહેલાની જેમ જ મીઠો હશે. પરંતુ મધ શુદ્ધ હોવું જોઈએ અને ભેળસેળવાળું ના હોવું જોઈએ.
વિનેગર : વિનેગાર પણ એક એવી અમગ્રી છે જેની કોઈ તારીખ હોતી નથી. વિનેગર, મીઠાની જેમ, ઘણી બધી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે ઉપયોગ થાય છે. વિનેગરને ફ્રિજ વગર પણ રાખી શકાય છે.
સોયા સોસ : સોયા સોસનો ઉપયોગ ઘણી એશિયન રેસ્ટોરન્ટમાં દરરોજ કરવામાં આવે છે. જો સોયા સોસની બોટલ ખોલવામાં ના આવે તો તે આજીવન ઉપયોગ માં લઇ શકાય છે. સોયા સોસ લગભગ 2-3 વર્ષ માટે ફ્રિજમાં સંગ્રહિત કરી શકાય છે. જ્યારે સીલ બંધ હોય તો સોયા સોસ લાંબા સમય સુધી કબાટમાં સ્ટોર કરી શકાય છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.