એકપણ ડાઘ વગર ૮ દિવસ સુધી કેળાને સ્ટોર કરવાની ટિપ્સ – Store banana tips

0
277
store banana tips

આજે એક એવી ટિપ્સ જોઈશું જે તમને ઘણી જ ઉપયોગી થશે. આ ટિપ્સ એકદમ નવીજ છે. આ ટિપ્સ નો ઉપયોગ કરીને તમે ઘણા દિવસે સુધી વસ્તુને સાચવી શકો છો. તો ચલો જોઈલો આ ટિપ્સ કઈ છે અને કેવી રીતે કામ કરે છે 

ઘણી વખતે જ્યારે આપણે બજારમાં જઇએ ત્યારે ઘણા બધા ફળ લાવીએ છીએ, ત્યારે આપણે કેળા લાવવાનો સૌથી વધુ ડર અનુભવીએ છીએ કારણ કે જો કેળા વધુ લાવીએ તો તેને સાચવવાનો ડર લાગે છે કારણકે તેને ઘરમાં રાખવાનું ખૂબ મુશ્કેલ છે. તમે કેળાને બહાર કે ફ્રીઝ મા ૨ દિવસ સુધી જ રાખી શકો છો. પછી કેળા જાતેજ બગડવા લાગે છે.

આ કેળા બગડવાથી બાળકો કે કોઈ બીજું માણસ તેને ખાવાનું પસંદ નથી કરતું. તો તમારી આ સમસ્યા ને કઈ રીતે દૂર કરી શકાય તે વિશે જણાવીશું. આ ટિપ્સ નો ઉપયોગ કરવાથી કેળાને ૬-૮ દિવસ સુધી આરામ થી સ્ટોર કરી શકો છો.

સૌ પ્રથમ કેળા નો જે ઉપરનો ભાગ હોય છે એટલે કે કેળા નો આગળ નો મૂઢિયા વાળો ભાગ( ટોચ વાળો ભાગ) છે તેને સિલ્વર ફોઇલ ની મદદથી પેક કરી લો. હવે એક પોલીથીન કોથળી ની મદદથી આખા કેળાને પોલીથીન કોથળીથી વીંટી લો.

આ રીતે બધા કેળાના આગળના ભાગને સિલ્વર ફૉઇલ કરી, પોલીથીન કોથળી વડે કવર કરી લો. બધા કેળાને કવર કર્યાં પછી એક પ્લેટ માં આ કેળાઓને મુકી ને ફ્રીઝ મા રાખી લો. આ કેળા ને તમે ૬-૮ દિવસ પછી કાઢીને જોશો તો તમને કેળા પહેલાં જેવાજ તાજા અને અત્યારે જ બજારમાંથી લાવ્યા હોય એવું લાગશે.

આ કેળા પર તમને ક્યાય કોઇ ડાઘ કે કોઇ જગ્યાએ કેળુ સડેલુ જોવા મળશે નહી. આ કેળા એકદમ તાજા જ રહે છે. તો તમે જ્યારે બજાર માથી વધુ કેળા લાવો તો આ રીતે તમે કેળાને સ્ટોર કરી ને રાખી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.