chevdo recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

નાનાં મોટાં સૌને પ્રિય, એવાં મમરા નો ચેવડો તો તમે બનાવતા હસો, પણ આજે તમને થોડાક અલગ રીતે મમરા નો ચેવડો કઈ રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો શેર અને લાઇક કરવાનું ભુલતા નહી.

જરૂરી સામગ્રી: 

  • ૧૫૦ ગ્રામ મમરા
  • ૧/૪ કપ તેલ
  • અડધી ચમચી રાઇ દાણા
  • અડધી ચમચી જીરું
  • ૨ સૂકી લાલ મરચું
  • અડધા કપ મગફળી
  • અડધા કપ શેકેલી ચણાની દાળ
  • સૂકા નાળિયેર ના દાણા
  • ૧ ટીસ્પૂન હળદર પાવડર
  • ૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચમચી સંચળ
  • ૨ ચમચી દળેલી ખાંડ
  • ૧ ચમચી આમચુર પાવડર
  • લીંબૂ
  • ડૂંગળી

બનાવવાંની રીત

  1. એક તપેલીમાં મમરા શેકાઈને મુરમુર ના થાય ત્યાં સુધી ગેસ પર રાખો. ૨ મીનીટ માં થઈ જશે.
  2. હવે એક કડાઈમાં તેલ, રાઇ, જીરું, સૂકું લાલ મરચું નાખો. તેને સાંતળો.
  3. ત્યારબાદ તેમાં સીંગદાણા, શેકેલી ચણાની દાળ અને સૂકો નાળિયેરના ટુકડાં નાખો. તેને શેકો.
  4. મમરા નાખો અને બરાબર મિક્ષ કરો.
  5. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, મીઠું, સંચળ,  દળેલી ખાંડ અને આમચુર પાવડર નાખો. સારી રીતે ભેળવી દો
  6. વઘારેલા મમરા તૈયાર છે. તેને ૨૦-૨૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો
  7. હવે તેમાં લીંબૂ નો રસ અને સમારેલી ડૂંગળી નાંખીને ખાવાની મજા લઈ શકો છો.

નોંધ લેવી

  • મમરાને  શેકવા થી તે ક્રિસ્પી બને.
  • મસાલા ને મિક્સ કરતી વખતી ગેસ ને બંધ કરવો.
  • મમરા ના ચિવડાને ૨૦ દીવસ સુધી સ્ટોર કરી શકો છો