Makai Nu Shak
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

હંમેશા જમવાનું બનાવતી વખતે કયું શાક બનાવવું તે પ્રશ્ન થતો હોય છે અને ઘણીવાર તો તેના કારણે ઘરમાં મીઠો ઝઘડો પણ થઈ જતો હોય છે. સાચુ ને ?? આજે શીખી લો એકદમ ટેસ્ટી અને સરળ રીતે તૈયાર થતું મકાઈનું શાક નું શાક જ તમે સરલ ઘરે બનાવિ શકો છો..

સામગ્રી

  • 1 કિલો મકાઈ લેવી
  • 250 ગ્રામ લીલા વટાણા લેવા
  • 100 ગ્રામ કેપ્સીકમ લેવા
  • 500 ગ્રામ પાકાં ટામેટાં લેવા
  • 5 કાજુ લેવા
  • 10 લાલ દ્રાક્ષ લેવી
  • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ઝૂડી લીલા ધાણા લેવા
  • મીઠું, હળદર, મરચું, ખાંડ, તેલ લેવું
  • 50 ગ્રામ શેકેલા શિંગદાણા, વાટવાનો મસાલો – 5 લીલાં મરચાં, 2 કટકાં આદું, 6 કળી લસણ બધું ભેગું કરી,
    થોડું પાણી નાંખી વાટવું.

Makai Nu Shak

રીત

સૌ પ્રથમ એક વાસણ લઈ તેમા પાણી ભરી ઉકાળવું. હવે તેમાં મીઠું અને સૂડીથી એક મકાઈના બે કટકા કરી લેવા. જયારે દાણા બફાય એટલે તેણે કાઢી, હાથથી અથવા છરીથી દાણા કાઢી લેવા. વટાણાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવાં. હવે કેપ્સીકમની લાંબી સળી કાપવી. હવે ટામેટાંને બાફી, કિચન માસ્ટરમાં ગાળી સૂપ બનાવવો.એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વાટેલો મસાલો સાંતળવો લેવો. તેમાં બાફેલા મકાઈના દાણા, દ્રાક્ષ, વટાણા અને કેપ્સીકમ નાંખી, અને તેને થોડી વાર સાંતળી તેમાં ટામેટાંનો સૂપ, મીઠું, હળદર, મરચું ,ખાંડ બધુ નાંખી, ગ્રેવી ઘટ્ટ થાય એટલે ઉતારી કાજુના કટકા, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાખી દો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા