આલુ મટર બનાવવાની રીત – Aloo Matar
Aloo Matar : બટાટા અને વટાણામાંથી બનાવવામાં આવતિ આલૂ વટાણા એ ભારતીય શાકભાજીને પાણી આપતી એક શાક છે .જ્યારે બપોરના કે સાંજ માટે રોટલી, ચપટી અથવા પરાઠા સાથે પીરસવામાં આવે છે ત્યારે તે સ્વાદિષ્ટ લાગે છે. પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને આ શાકભાજી બનાવવી ખૂબ જ સરળ છે અને તે ફક્ત 15 મિનિટમાં બનાવિ શકાય છે.. તોઆજે જોઇશુ કેવી રીતે આલુ મટર બનાવી શકાય.
સામગ્રી
- 200 ગ્રામ બટાકા લેવા
- 400 ગ્રામ વટાણા લેવા
- 2 નંગ ડુંગળી
- 4 નંગ બદામ, 3 નંગ તજ, 5 નંગ લવિંગ ,અને 6 નંગ ઈલાયચી
- 1 ટેબલ સ્પૂન ખસખસ, 1 ટેબલ સ્પૂન આખા ધાણા લેવા,
- 10 નંગ મરી લેવા
- 3 ટેબલસ્પૂન તેલ , 1 ટેબલ સ્પૂન ઘી લેવું
- 150 ગ્રામ ટામેટા , 1 ટી સ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું લેવું
- 1/2 કપ કોથમી , 200 ગ્રામ પનીર, અને મીઠું પ્રમાણસર
રીત
સૌ પ્રથમ બટાકા ને છોલી ને ચોરસ ટુકડા કરી તળી નાખવા, પછિ વટાણા ને છુટા બાફી નાખવા. ડુંગળી જીણી સમારવી. બદામ, તજ, લવિંગ , ખસખસ, ધાણા, મરી, ઈલાયચી ને વાટી નાખવા. એક વાસણ માં તેલ લઇ તેમાં ઘી નાખી ડુંગળી સાંતળવી. તમે ડુંગળી ને મશીન માં ક્રશ પણ કરી શકો. સંતળાઈ જાય એટલે ટામેટા ની ગ્રેવી નાખવી. ખદખદ થાય એટલે સૂકા મેવા ની પેસ્ટ નાખવી. હવે બાકી નો બધો મસાલો નાખવો. થોડું સાંતળવું. તેમાં વટાણા અને બટાકા નાખવા. પાણી નાખવું. છેલ્લે મીઠું નાખવું. રસો જાડો રહે એટલે ઉતારી લેવું. કોથમીર ભભરાવવી. – મટર પનીર માં બટાકા ની જગ્યા એ પનીર તળી ને નાખવું.