દુનિયામાં જો ખજુરભાઈ, પોપટભાઈ અને મહિપતસિંહ ચૌહાણ જેવા સમાજસેવકો થઇ જાય તો દેશમાં ક્યારેય કોઈ વ્યક્તિ પોતાની જાતને દુઃખી નહીં સમજે અને નિરાધાર પણ નહીં માને. મહિપતસિંહ ચૌહાણ અવારનવાર મજૂરો પર થતા અત્યાચાર પર અવાજ ઉઠાવતા આવતા રહયા છે.
તેઓએ આજસુધી ઘણા કામદાર મિત્રોનું શોષણ થતું અટકાવીને તેમનું સાચું વળતર અપાવેલું છે. આ એજ મહિપતસિંહ ચૌહાણ છે જેઓ અત્યારે ખેડા જિલ્લામાં, વસો તાલુકામાં લવાલ ગામમાં શિક્ષણ એજ કલ્યાણ નામનું સંકુલ ચલાવી રહયા છે.
આ સંકુલનો મુખ્ય ધ્યેય એ છે કે, જે બાળકોના માતાપિતા નથી અથવા બંનેમાંથી કોઈ એક નથી અને તેમનો પરિવાર બાળકોને ભણાવવા માટે સક્ષમ નથી તેવા બાળકોને આ સંકુલમાં રાખવામાં આવે છે. જો તમારા આજુબાજુમાં પણ કોઈ આવો પરિવાર હોય તો તમે તેમનો સંપર્ક કરી શકો છો.
આ સંકુલની સારી વાત એ છે કે અહીંયા કોઈ પણ જાતિ કે જ્ઞાતિ પૂછવામાં આવતી નથી. અહીંયા બધા બાળકો એકસમાન છે. સૌથી સારી વાત એ છે કે, સંકુલમાં દરેક બાળકની નામની પાછળ, પોતાની અટક નહીં પરંતુ “વંદે માતરમ” લગાવવામાં આવે છે.
આ સંકુલ બનાવવા પાછળનો તમામ ખર્ચ સોશિયલ મીડિયા માધ્યમથી જ એકઠો થયેલો છે. આ સંકુલ બનાવવા માટે ઘણા લોકોએ 10 રૂપિયા થી લઈને યથાશક્તિ પ્રમાણે યોગદાન આપેલું છે. મહીપતભાઈ આજે 200 થી વધુ બાળકોના બાપુ બનીને તેમના સારા ભવિષ્ય માટે મહેનત કરી રહયા છે.
તેઓ 200 થી વધુ બાળકોને સંકુલમાં રહેવા, ખાવા પીવા અને ભણવા સહીત તમામ સુવિધા આપે છે. ખરેખર મહીપતભાઈના આવા કાર્યના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે, એમ કહી શકાય કે મહિપતસિંહ ચૌહાણ આવા મધ્યમ પરિવારો માટે ભગવાન બનીને સામે આવી રહ્યા છે.
હાલમાં મહીપતભાઈ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ 18 થી વધુ બાળકોને સંકુતમાં લાવ્યા છે. હવે તેઓ વધુ એક બાળકની જિંદગી બદલવા માટે આંણદ જિલ્લાના એક ગામમાં આવી પોહચ્યાં હતા જ્યા ઘરમાં એક શિવમ નામનો બાળક તેના પિતા સાથે રહે છે.
પિતા કામ પર જાય ત્યારે બાળકને જમવાની અને ભણવાની તકલીફ પડી રહી છે, ક્યારેક આજુબાજુમાં રહેતા લોકો તેમને જમવા માટે ઘણો સપોર્ટ કરી રહયા છે. શિવમ ધોરણ 2 માં અભ્યાસ કરે છે. શિવમની 2 વર્ષ પહેલા બીજે લગ્ન કરી લીધા હતા. બાળકને ઘરમાં માતાની છત્રછાયા વગર રહેવું કેટલું મુશ્કેલ હોય છે તે આપણે જાણીએ જ છીએ.
તેમના ઘરમાં એક વાસણ પણ નથી હોતું. પિતા ને હૃદયની તકલીફ છે અને તેઓ ભારે કોઈ કામ કરી શકે તેમ નથી. હાલ મહીપતભાઈ શિવમનું જીવન બદલવા જઈ રહયા છે. તેઓનું કેહવું છે કે તેઓ બાળકોની સ્થિતિ જોતા કાંઈક વધારે કરવાનું જ મન થાય છે.
~
જયારે શિવમને ઘરે થી સંકુલ લઇ જવાનો સમય થાય છે ત્યારે ફરિયાના લોકો શિવમને વિદાય આપી રહયા હોય છે. તો તમે પણ એકવાર આ સંકુલની મુલાકાત અવશ્ય લો. જે તમે આપેલા વીડિયોના માધ્યમથી જોઈ શકો છો. જો તમે પણ મહીપતભાઈને આ કાર્ય થી બિરદાવા માંગતા હોય તો આ પોસ્ટને ખુબ શેર કરો.