lung cancer symptoms in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

વધતા જાતે પ્રદૂષણને કારણે પણ અનેક બીમારીઓ થાય છે. એમનું એક છે વાયુ પ્રદૂષણ, જે તમારા ફેફસાના કેન્સરનું જોખમ વધારી શકે છે. આ કેન્સર કોઈપણ ઉંમરમાં કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. એક રિસર્ચમાં મુજબ વાયુ પ્રદૂષણ ફેફસાંના કેન્સરનું કારણ બની શકે છે.

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં વાયુ પ્રદૂષણ ફેફસાના કેન્સરની સાથે સાથે અનેક પ્રકારના કેન્સરને કારણે મૃત્યુદરમાં વધારો કરી શકે છે, તો ચાલો તમને જણાવીએ ફેફસાના કેન્સરના શરૂઆતના લક્ષણો વિશે.

ફેફસાના કેન્સરનું જોખમ વધારે છે : સંશોધન મુજબ, વૈજ્ઞાનિકોએ વાયુયુક્ત પ્રદૂષકો માટે એક નવી પદ્ધતિ શોધી કાઢી છે જે ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ ફેફસાના કેન્સરનું કારણ બની શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલા રજકણો પણ વાયુમાર્ગના કોષોમાં જીવલેણ ફેરફારોને પ્રેરિત કરી શકે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કારના એક્ઝોસ્ટ અને ફોસિલ ઇંધણના ધૂમાડામાં રહેલા રજકણો નાના કોષના ફેફસાના કેન્સરનું જોખમ વધારી શકે છે. જેમાં ધુમ્રપાન કરતા વાયુ પ્રદુષણને કારણે ફેફસાના કેન્સરની શક્યતા વધી જાય છે. તેથી માનવીએ તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે આબોહવા પર વધુ ધ્યાન આપવું પડશે.

કેન્સરના લક્ષણો : ઘણા દેશોમાં ફેફસાંનું કેન્સરથી થતા મૃત્યુનું સામે આવ્યા છે. આ પ્રકારનું કેન્સર ફેફસાંમાંથી શરૂ થાય છે અને શરીરના બાકીના ભાગમાં ધીરે ધીરે ફેલાય છે. લોકો ઘણીવાર આ કેન્સરના લક્ષણોની અવગણના કરે છે, પરંતુ જેટલી વહેલી ઓળખ થાય છે, તેટલી જ તેની સારવાર સારી રીતે થઇ શકે છે.

જ્યારે ફેફસાનું કેન્સર હોય ત્યારે શરૂઆતમાં તમને કેટલાક લક્ષણો દેખાઈ શકે છે. જેમ કે .ઉધરસ વધી જવી, ઉધરસ ખાતી વખતે લાળ આવવી, ગભરાટ થવી, કમજોરી, ભૂખ ન લાગવી, વજન ઘટવું, શ્વસન માર્ગમાં ચેપ થવું અને શ્વાસ લેતી વખતે છાતીમાં વધુ દુખાવો થવો વગેરે વગેરે.

છેલ્લા સ્ટેજમાં દેખાય છે આવા લક્ષણો : હાડકામાં દુખાવાનો અનુભવ થવો, માથાનો દુખાવો, . ચક્કર આવવા, સંતુલન ના રહેવું, હાથ અને પગમાં ઝણઝણાહટ થવી, પીળીયો અને ખભામાં દુખાવો થવો વગેરે.

કેવી રીતે બચાવ કરવો? ફેફસાના કેન્સરથી બચવા માટે તમે તમારી કેટલીક આદતોમાં ફેરફાર કરી શકો છો. ધૂમ્રપાનથી દૂર રહો. જો તમારી નજીક પણ કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે તો તેનાથી દૂર રહો. ઝેરી કેમિકલ્સથી દૂર રહો.

તમારા આહારમાં વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો અને નિયમિત કસરત અને વ્યાયામ કરીને પોતાના શરીરને ફિટ રાખો. સપ્લીમેન્ટના રૂપમાં વિટામિન્સ ન લો. આ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

આ આહારને ડાયટમાં સામેલ કરો : તમે તમારા આહારમાં ગ્રીન ટીનો પણ સમાવેશ કરી શકો છો. તેમાં પોલીફેનોલ્સ નામના કેન્સર વિરોધી ગુણ જોવા મળે છે. તમે દિવસમાં એક કે બે વાર તેનું નિયમિત સેવન કરી શકો છો.

તમે આહારમાં રંગબેરંગી શાકભાજીનો સમાવેશ અચૂક કરો. લીલા અને નારંગી કલરની શાકભાજીને તમારા આહારનો ભાગ બનાવી શકાય છે. તેમાં કેરોટીનોઈડ્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય ટોફુ, ટેમ્પુ અને સોયા મિલ્કનો સમાવેશ કરી શકો છો.

વિટામિન સી થી ભરપૂર આહાર : આ સાથે તમે તમારા આહારમાં વિટામિન-સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરી શકો છો. જેમ કે નારંગી, લીંબુ, પપૈયા, જામફળ, આમળા વગેરેને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા