lung cancer ayurvedic upay gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફેફસાં એ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. ફેફસાંની તકલીફ થવી એ માણસને ખુબજ પરેશાન કરે છે. આજના સમયમાં ફેફસાનું કેન્સર થવું એ સમસ્યા ખુબજ વધી રહી છે. કેન્સર ને ખુબજ ગંભીર બીમારી કહી શકાય છે. ફેફસાં અથવા ફેફસાંનું કેન્સર એક એવું કેન્સર છે જે સ્ત્રી અને પુરૂષો બંને માટે સૌથી ઘાતક કેન્સર છે.

કેન્સર થવા પાછળના ઘણા કારણો હોય છે પરંતુ તેનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે. ધૂમ્રપાન ના કારણે દર વર્ષે લાખો લોકો મોતને ભેટે છે જેમાં સ્ત્રી અને પુરુષો નો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ઘણા દેશોમાં ફેફસાના કેન્સરથી મૃત્યુ પામેલી મહિલાઓની સંખ્યા સ્તન કેન્સરથી મૃત્યુ પામેલી મહિલાઓ કરતા ઘણી વધારે છે.

એટલે કહી શકાય કે આજના સમયમાં ફેફસાના કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જ્યારે ધૂમ્રપાન અને નશો કરતા હોઈએ છીએ ત્યારે ફેફસામાં ટારનું પ્રમાણ વધી જાય છે જેના કારણે  ફેફસાંનું કેન્સર થાય છે એટલે કે કેન્સર થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય જો ટીબી ના દર્દીની યોગ્ય સારવાર ન કરવામાં આવે અથવા જો કોઈ દર્દી ટીબીની દવાનો કોર્સ અડધો અડધ છોડી દે તો ફેફસાના કેન્સરની શક્યતાઓ પણ વધી જાય છે.

એક્સપર્ટ જણાવે છે કે “ફેફસાના કેન્સરનું સૌથી મોટું કારણ ધૂમ્રપાન માનવામાં આવે છે. ધૂમ્રપાન માત્ર સિગારેટ પીનારાઓને જ નહીં, પરંતુ ધૂમ્રપાનના સંપર્કમાં આવતા લોકોને પણ અસર કરે છે. તેથી, ધૂમ્રપાન કરતા લોકોથી અંતર રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નેચરોપેથી નિષ્ણાત કહે છે કે “ધૂમ્રપાન છોડવા ઉપરાંત, તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવો અને કેટલીક વનસ્પતિઓનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તમારી દિનચર્યામાં ગિલોય, તુલસી જેવી કેટલીક ઔષધિઓ લો છો તો તે આ સમસ્યાને રોકવા અને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

ગીલોય: નેચરોપેથી નિષ્ણાત ગિલોયને ફેફસાના કેન્સરથી બચવા માટે શ્રેષ્ઠ આયુર્વેદિક દવા ગણાવે છે. તેમના મતે ગિલોયના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને દાંડીમાં સ્ટાર્ચ હોય છે. તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ રોગો સામે લડવામાં મદદ કરે છે.

આ ઉપરાંત ગિલોય વાયરસનો સૌથી મોટો દુશ્મન છે અને તે ચેપને રોકવામાં મદદરૂપ છે. તમને જણાવીએ કે ગિલોય શ્રેષ્ઠ એન્ટિબાયોટિક છે અને તેના મૂળમાં હાજર શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ કેન્સરને રોકવામાં મદદ કરે છે. બજારમાં તમને ગિલોય સરળતાથી મળી જાય છે. ગીલોયની એક ગોળી દરરોજ લેવી જોઈએ.

વાત, કફ અને પિત્તને શાંત કરે: જેઠીમધ ગળામાં દુખાવો કે ખાંસી માંથી આરામ આપે છે. આ ઉપરાંત, જેઠીમધમાં એવા ઘણા ગુણો છે, જે કદાચ તમે પહેલા નહીં જાણ્યા હોય. જેઠીમધનો ખૂબ જ અસરકારક દવા તરીકે ઉપયોગ થાય છે.

જેઠીમધનો ઉપયોગ માત્ર ગળા માટે જ નહીં પરંતુ પેટ અને ફેફસાના કેન્સરમાં પણ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, જેઠીમધ તેના અનન્ય ગુણધર્મોને લીધે ત્રણેય દોષોને વાત, કફ અને પિત્તને શાંત કરે છે.

તુલસી: તુલસી એક શક્તિશાળી અને ખૂબ જ અસરકારક દવા છે જેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં થાય છે. તુલસીના ગુણોની યાદી ઘણી લાંબી છે. તુલસીના પાનનો ઉપયોગ અનેક રોગોમાં ફાયદાકારક છે. તુલસીમાં અદ્ભુત એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે જે શરીરને સારી રીતે ડિટોક્સ કરે છે.

નેચરોપેથી એક્સપર્ટ અનુસાર, “તુલસીના પાનમાં યુજેનોલ જોવા મળે છે જે કેન્સરને રોકવામાં ખૂબ જ અસરકારક છે. આ તત્વની મદદથી કેન્સર વિરોધી દવાઓ તૈયાર કરી શકાય છે. જો તમે દરરોજ તુલસીના 4 થી 5 પાનનું સેવન કરો છો, તો તમે કેન્સરના જોખમથી બચી શકો છો અને સાથે જ તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

આમળા: શિયાળા નું શ્રેષ્ઠ ઔષધ આમળા છે જેનો ઉલ્લેખ આયુર્વેદિક ગ્રંથોમાં થયો છે. આમળા એક નાનો છોડ હોય છે. તેના પાંદડા નીચે એક તેનું નાનું ફળ એકલે કે આમળા જોવા મળે છે. આમળા લીવર માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા શરીરમાં ઘણા ઝેરી તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ જ હાનિકારક છે.

જો તમે ઇચ્છો છો કે આ ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળે તો પીસેલા આમળા ખાઓ. આમળા શરીરના ઝેરી તત્વોને દૂર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. પરંતુ આ સિવાય તે શરીરના ઘણા રોગો, ખાસ કરીને ફેફસાના કેન્સરને દૂર કરવામાં પણ મદદરૂપ છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા