જો કે ખજૂર બધા લોકો ખાય જ છે પરંતુ કેટલાક લોકો તેના ફાયદા વિશે હજુ પણ અજાણ છે. ખજૂરને ભલે સુપરફૂડની શ્રેણીમાં ગણવામાં નથી આવતું પણ તે સુપરફૂડ્સની ખૂબ નજીક છે.
ખજૂર ખાવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે અને આ ફાયદા એટલા બધા છે કે તમે પણ તમારા રોજિંદા આહારમાં તેનું સેવન કરવાનું પસંદ કરશો. જો તમે પણ દરરોજ 3 ખજૂર ખાઓ છો તો તમે પણ અનેક સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો.
હૃદય રહે છે સ્વસ્થ : ખજૂર ખાવાથી ટ્રાઇગ્લિસેરાઇડના સ્તરમાં ઘટાડો થાય છે અને ઓક્સિડેટીવ તણાવ ઘટે છે અને આ બંને હૃદય રોગ અને એથેરોજેનેસિસનું કારણ બને છે. આ સિવાય ખજૂર પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે બ્લડ પ્રેશર ઘટાડે છે અને સ્ટ્રોક થવાનું જોખમ પણ ઘટી જાય છે.
ઋતુ બદલાવાથી બીમાર નહિ પડો : ઋતુ બદલાતા જ શરદી, તાવ જેવી સમસ્યાઓ જોવા મળે છે. જો તમે નિયમિતપણે ખજૂર ખાઓ છો તો તમે રોજિંદા જીવનમાં ઊર્જાવાન તો રહેશો જ પણ તેની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઇ જશે અને તેને કારણે ઋતુ પરિવર્તન આવે તો પણ તમે બીમાર પડશો નહીં.
હાડકાં મજબૂત બનાવે છે : એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખજૂર ખાવાથી પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે અને તેનાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરને ઓસ્ટીયોપોરોસીસ સામે લડવામાં મદદ મળે છે.
સ્ટ્રેસ અને ડિપ્રેશન દૂર કરે : ખજૂર ખાવાથી આપણને વિટામિન B6 મળે છે અને તે શરીરને સેરોટોનિન અને નોરેપીનેફ્રાઈનને બનાવવામાં મદદ કરે છે. આનાથી મગજ તેજ થાય છે. સેરોટોનિન મૂડ સુધારવામાં મદદ કરે છે અને નોરેપીનેફ્રાઈન તણાવને દૂર કરવામાં મદદ કરે છે. એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે B6 ની ઉણપને કારણે જ ડિપ્રેશનની સમસ્યા શરુ થાય છે.
પાચનતંત્ર રહેશે સ્વસ્થ : ખજૂરમાં ફાઈબર વધારે માત્રામાં હોય છે અને આપણી પાચન તંત્રને યોગ્ય રીતે કામ કરવા માટે ફાઈબરની જરૂર હોય છે. જરૂરી ફાઈબર લેવાથી કબજિયાતની સમસ્યા નથી થતી અને પેટ પણ યોગ્ય રીતે સાફ થઇ જાય છે.
બ્રિટિશ જર્નલ ઑફ ન્યુટ્રિશન મુજબ જે લોકો દરરોજ ખજૂર ખાય છે તેમની પાચન તંત્ર ખજૂર ના ખાતા હોય તેવા લોકો કરતા અનેક ઘણી સારી રીતે કામ કરે છે.
એનર્જીથી ભરપૂર રહેશો તમે : ઘણા લોકો નાસ્તાના રૂપમાં ખજૂર ખાય છે કારણ કે ખજૂર ખાવાથી ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. ખજૂરમાં ફ્રક્ટોસ અને ગ્લુકોઝ સારી માત્રામાં હોય છે તેથી શરીરને તરત જ એનર્જી મળે છે.
વજન ઘટાડવા માટે : જો તમે વજન ઘટાડવાનું વિચારી રહયા છો અને ઘણા ઉપાયો કરી રહ્યા છો પરંતુ તમને પરિણામ નથી મળતું તો તમારે દરરોજ ખજૂર ખાવી જોઈએ. તેમાં ફાઈબર હોય છે તેના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ સિવાય ખજૂરમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરના ઝેરી તત્વોને દૂર કરે છે અને મેટાબોલિઝમ સારું રાખે છે, જેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળે છે.
અમને આશા છે કે આ લેખ તમને ગમ્યો હશે, તમે પણ આવી જ માહિતી જેમ કે કિચન ટિપ્સ, રેસિપી અને બ્યુટી ટિપ્સ વિશે ઘરે બેઠા જાણવા માંગતા હોય તો, રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.