આજના આ લેખનું ટાઇટલ જોઈને તમને લાગતું હશે કે ચરબી તો આપણા શરીરને નુકસાન પહોંચાડે છે તો પછી અમે તમને ચરબી વિશે કેમ જણાવી રહ્યા છીએ. પરંતુ આ તમે ખોટું વિચારી રહયા છો કારણ કે પ્રોટીન, આયર્ન, વિટામિન્સ અને મિનરલ્સની જેમ ચરબી પણ જરૂરી પોષક તત્વ છે.
જો તમે પણ એમ વિચારી રહ્યા હોય કે બધી ચરબી એકસરખી જ હોય છે અને તેનાથી વજન વધી જાય છે અને ધમનીઓ બ્લોક થાય છે અને બીમારીઓનું જોખમ વધી જાય છે તો તમે ખોટા છો.
સારી ચરબી આદર્શ રીતે વિટામિન્સના શોષણમાં મદદ કરે છે, ઊર્જાને વેગ આપે છે અને તમારા હૃદય અને મગજના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. તેથી વ્યક્તિએ તેમના આહારમાં તંદુરસ્ત ચરબી એટલે કે મોનોઅનસેચ્યુરેટેડ ચરબી અને પોલીઅનસેચુરેટેડ ચરબીનો સમાવેશ કરવો જોઈએ અને ખરાબ ચરબીથી બચવું જોઈએ જેમાં ટ્રાન્સ ચરબી અને સંતૃપ્ત ચરબીનો સમાવેશ થાય છે.
વજન પર હંમેશા નજર હોય છે તેમને ખાસ કરીને તેમના આહારમાં સારી ચરબીનો સમાવેશ કરવો જોઈએ કારણ કે તે વજન ઘટાડવામાં પ્રોત્સાહન આપે છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ સારું છે કારણ કે સારી ચરબી (ગુડ ફેટ્સ) તેમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આજે અમે તમને એવા 4 હેલ્ધી ફેટથી ભરપૂર ખોરાક વિશે જણાવીશું જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
ઓલિવ તેલ : ઓલિવ ઓઇલ વિશે તમે પણ સાંભળ્યું જ હશે કે આપણા સ્વાસ્થ્ય માટે ઓલિવ ઓઈલ કેટલું હેલ્ધી છે. જે લોકો તેમના સ્વાસ્થ્યની સારી કાળજી લે છે તેઓ માટે ઓલિવ ઓઇલને રોજિંદા આહારનો એક ભાગ છે. તેથી કોઈપણ રીફાઇન્ડ તેલનો ઉપયોગ કરવાને બદલે તમારે તમારા ખોરાક બનાવવા માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ.
આમ કરવાથી તમારું શરીર પણ જલ્દીથી તમારો આભાર માનશે. ઓલિવ ઓઇલ સિવાય પણ તમે મગફળી, સોયાબીન અને તલના તેલનો ઉપયોગ કરી શકો છો, આ બધા ઓઇલ તમારા સારા ચરબીના સ્ત્રોત પણ છે.
એવોકાડો : જો તમને એવોકાડો પસંદ છે તો તમારા માટે આ સારા સમાચાર છે કારણ કે તે ગુડ ફેટ્સ થી ભરપૂર હોય છે. થોડા કાચા એવોકાડોમાં લગભગ 77 ટકા ચરબી કોઈપણ પ્રાણીના ખોરાકમાં ચરબીની આટલી ઊંચી માત્રા જોવા મળતી નથી.
એવોકાડો ફાઈબર અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે. આ સિવાય પણ એન્ટીઑકિસડન્ટ અને વિટામિન ઈથી ભરપૂર છે. કુદરતી એન્ટીઑકિસડન્ટ હોવાને કારણે તેને ત્વચા માટેનું એક સુરક્ષા કવચ માનવામાં આવે છે કારણ કે તે ત્વચાના કોષોના નિર્માણમાં મદદ કરે છે.
નટ્સ અને સીડ્સ : તમારે સૂર્યમુખી, તલ, ચિયા અને કોળાના બીજનું સેવન કરવું જોઈએ કારણ કે તે હેલ્દી ફેટી એસિડના પાવરહાઉસ છે. અખરોટ, બદામ, મગફળી, અને કાજુમાં ઘણા પોષક તત્વો હોય છે જેમાં સારી માત્રામાં ચરબી, પ્રોટીન, ફાઇબર અને ઘણા મિનરલ્સ હોય છે
પનીર : પનીરને પણ તમારે તમારા આહારમાં સમાવેશ કરવું જોઈએ. પનીર પ્રોટીન, વિટામીન B12, ફોસ્ફરસ અને સેલેનિયમનો ખુબ જ સારો સ્ત્રોત છે. આ સિવાય તે ફેટી એસિડનો પણ સારો સ્ત્રોત છે. પનીરમાં જોવા મળતું ઓમેગા 3 ફેટી એસિડ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
આ 4 ફુડ્સ સિવાય પણ તમે ડાર્ક ચોકલેટ, ઈંડા, નારિયેળ અને દહીં જેવા ખોરાકમાં પણ સારી ચરબી મેળવી શકો છો. તમારે ગુડ ફેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ટ્રાન્સ, સેચ્યુરેટેડ ચરબીને ટાળવું જોઈએ. જો તમે પણ પોતાને સુંદર દેખાવા માંગતા હોય અને વજન ઓછું કરવા માંગતા હોય તો તમારા આહારમાં આ 4 ફૂડ્સનો ચોક્કસ સમાવેશ કરો.