દિવાળી સામે આવી રહી છે અને આ સમયે દરેક લોકો ઘરની સફાઈમાં વ્યસ્ત થઇ ગયા છે. ઘરની સફાઈ કરતી વખતે આપણે લગભગ દરેક વસ્તુને સારી રીતે સાફ કરીએ છીએ પણ જ્યારે લોખંડની બારીમાં કાટ દેખાય ત્યારે તેને સાફ કરવાનું ભૂલી જઈએ છીએ.
ક્યારેક લોખંડની બારીમાં એટલો કાટ લાગે છે કે રૂમની સુંદરતા ફીકી પડી જાય છે. એવામાં આજે આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને લોખંડની બારીમાં લાગેલા કાટને સરળતાથી દૂર કરી શકો છો, તો ચાલો જાણીએ ટિપ્સ વિશે.
લીંબુ, ચૂનો અને મીઠાનો ઉપયોગ : કદાચ તમે જાણતા હશો અને જો તમે જાણતા ના હોય તો હું તમને જણાવી દઉં કે લીંબુનો રસ મીઠાના ક્રિસ્ટલને સક્રિય કરે છે અને કાટને નરમ કરીને દૂર કરવામાં સરળ બનાવે છે.
એવામાં તમે લોખંડની બારીમાંથી કાટ દૂર કરવા માટે લીંબુ, મીઠું અને ચૂનાનો ઉપયોગ કરી શકો છો. આ માટે આ ત્રણેયના મિશ્રણની એક જાડી પેસ્ટ બનાવીને તેને કાટવાળી જગ્યા પર લગાવો અને થોડીવાર માટે છોડી દો. થોડા વાર પછી તેને ક્લિનિંગ બ્રશથી ઘસીને સાફ કરી લો.
સૈન્ડપેપર : કોઈપણ લોખંડની વસ્તુમાંથી કાટને સરળતાથી દૂર કરવા માટે તમે સેન્ડપેપરનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી કાટને થોડી જ ક્ષણોમાં મૂળમાંથી દૂર કરી શકાય છે. આ માટે સૌથી પહેલા કાટ લાગેલી જગ્યાને સારી રીતે સાફ કરો.
સફાઈ કર્યા બાદ કાટ લાગેલા વિસ્તારને સૈન્ડપેપરથી થોડી વાર ઘસવું. જ્યારે કાટ નીકળી જાય ત્યારે તમે રંગ અનુસાર કલર કરો. આ સૈન્ડપેપર આજકાલ હાર્ડવેર સ્ટોર્સ પરથી પણ સરળતાથી મળી જશે.
લીંબુ અને બેકિંગ સોડા : બેકિંગ સોડા ઘરની સફાઈમાં ખૂબ જ કામ આવે છે. તેની અંદર રહેલા એક્સફોલિએટિંગ ગુણ વસ્તુઓને સાફ કરવામાં કામ કરી શકે છે. આ માટે બેકિંગ સોડામાં લીંબુનો રસ મિક્સ કરીને કાટને દૂર કરવા માટે કરી શકાય છે.
આ માટે બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો અને તેને કાટવાળા ભાગ પર લગાવીને થોડી વાર રહેવા દો. થોડી વાર પછી તેને ક્લિનિંગ બ્રશ અથવા જુના ટૂથબ્રશથી ઘસીને સાફ કરો.
સફેદ વિનેગર : સફેદ વિનેગરની મદદથી તમે સરળતાથી લોખંડની બારીમાંથી લાગેલા કાટને દૂર કરી શકો છો. આ માટે વિનેગરને સ્પ્રે બોટલમાં ભરીને તેને કાટવાળા ભાગ પર સ્પ્રે કરો અને થોડીવાર માટે આમ જ છોડી દો. થોડી વાર પછી ક્લિનીંગ બ્રશ, જૂનો ટૂથબ્રશ અથવા સેન્ડપેપરથી તે ભાગને સાફ કરો.
સફાઈ કર્યા બળદ તમે જોશો કે કાટ સંપૂર્ણપણે દૂર થઈ ગયો હશે. કાટ દૂર કર્યા પછી તેને રંગ મુજબ પેઇન્ટ કરી લો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આવા બીજા વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. ખુબ ખુબ આભાર.