chhas no masalo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળામાં છાશ પીવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં કેલરી અને ચરબી બંને ઓછું હોય છે તેથી જ લોકો ઉનાળામાં તેને પોતાના ભોજનમાં સમાવેશ કરે છે. જો કે તાજા દહીંમાંથી બનેલી છાશનો ઉપયોગ વધારે લાભદાયક હોય છે.

આપણે બધા જાણીયે છીએ કે બે થી ત્રણ દિવસ રાખવામાં આવે તો તે વધારે ખાટી થઇ જાય છે. જો તમે ઇચ્છો તો બચેલી ખાટી છાશનો ઉપયોગ બીજી ઘણી વાનગીમાં કરી શકાય છે. તેનાથી ભોજનનો સ્વાદ પણ વધી જશે.

ઘણા લોકો વધેલી છાશને ફ્રીજમાં રાખવાનું ભૂલી જાય છે અને થોડા દિવસો પછી તે ખરાબ થઇ જાય છે. તમે ઘણી બધી વાનગીઓમાં બચેલી છાશનો ઉપયોગ કરી શકો છો. આ લેખમાં અમે તમને વધેલી છાશનો ઉપયોગ કરવાની 5 રીત જણાવીશું જેને તમે સરળતાથી ટ્રાય કરી શકો છો.

ક્રીમી સલાડ બનાવવા માટે : થોડા દિવસો સુધી છાશને રાખવાથી તે ઘટ્ટ બને છે જેનો ઉપયોગ તમે સલાડને ગાર્નિશ કરવા માટે કરી શકો છો. તે માટે વધેલી છાશમાં સલાડને મિક્સ કરો અને ઉપર ધાણાજીરું અને કાળા મરીનો પાવડર મિક્સ કરો. છેલ્લે તમે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીને સર્વ કરી શકો છો. આ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ઉનાળામાં પણ ફાયદાકારક છે.

મોર્નિંગ સ્મૂદીને બનાવો ટેસ્ટી : વજન ઓછું કરવા માટે જો તમે સવારના નાસ્તામાં ફળ અથવા પાલકની સ્મૂધી પીતા હોય તો તમે દહીંને બદલે છાશનો ઉપયોગ કરી શકો છો. આ માટે બધા ફળો અને છાશને બ્લેન્ડરમાં નાખીને બ્લેન્ડ કરી લો. જો તમે ઇચ્છો તો તમારા હિસાબે મીઠું કે ગોળ જેવી વસ્તુઓને પણ ઉમેરી શકો છો.

સૂપ બનાવવા માટે છાશનો ઉપયોગ : વિવિધ પ્રકારના સૂપ બનાવવા માટે છાશનો ઉપયોગ થાય છે. મકાઈના લોટનો સૂપ બનાવવા માટે છાશનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે વધેલી છાશમાં મકાઈના લોટને સારી રીતે મિક્સ કરો, જેથી તેમાં કોઈ પણ ગઠ્ઠો ના બને.

હવે આમાં એક કે બે વાટકી પાણી મિક્સ કરો. હવે તેને એક કડાઈમાં નાખીને ધીમી આંચ પર રાખો. 10 થી 15 મિનિટ રાંધ્યા પછી સૂપ બનીને તૈયાર થઈ જશે. તમે દેશી ઘીમાં જીરું અને હિંગ ઉમેરીને મસાલા કરી શકો છો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીને સર્વ કરો.

મૈષ્ડ પોટેટો : છૂંદેલા બટાકામાં, બટાકા સંપૂર્ણપણે મૈશ કરવામાં આવે છે. મોટાભાગના લોકો મેશ કરતી વખતે દૂધનો ઉપયોગ કરે છે પણ તમે તેના બદલે વધેલી છાશને મિક્સ કરી શકો છો. છૂંદેલા બટાકા સિવાય તમે મઠાના આલૂ જેવી વાનગીઓ પણ ટ્રાય કરી શકો છો.

ગ્રેવી બનાવવા માટે છાશ નો ઉપયોગ : નોન-વેજ બનાવતા ગ્રેવીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગ્રેવી આખી વાનગીને જ બદલી નાખે છે. ઘણા લોકો ગ્રેવીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા માટે વધેલી છાશનો ઉપયોગ કરે છે, કારણ કે તેમાં વધારે ક્રીમ હોય છે. દૂધની મલાઈને બદલે છાશનો ઉપયોગ કરવાથી તમારી નોન વેજ વાનગી ટેસ્ટીની સાથે હેલ્ધી બનશે.

ઘરે તમે પણ અહીં જણાવેલ ટિપ્સની મદદથી વધેલી છાશનો ઉપયોગ કરી શકો છો. આશા છે કે તમને આ લેખ તમને જરૂરથી ગમ્યો હશે અને આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા