જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરમાં ઘણા ફેરફારો થતા રહે છે. વ્યક્તિની વિચારસરણીથી લઈને તેના દેખાવમાં ઘણાબધા બદલાવ આવે છે. પરંતુ વૃદ્ધત્વની પહેલી નિશાની તમારા ચહેરા પર જોવા મળે છે. હકીકતમાં, જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તમારી ત્વચા ઢીલી થતી જાય છે અને કરચલીઓ પડવા લાગે છે.
આંખોની આજુબાજુની કરચલી, ઝૂલતા ગાલ અને કપાળ પર દેખાતી ફાઈન લાઈન્સ ચહેરાની સુંદરતા છીનવી લે છે અને હોઠ પર પણ કરચલીઓ આવે છે અને કાળાશ આવી જાય છે. સામાન્ય રીતે મહિલાઓ વધતી ઉંમરની સાથે વાળ ની અને ત્વચાની સંભાળ લે છે એટલી હોઠની સંભાળ પર વધુ ધ્યાન આપતી નથી અને આના કારણે તેમની સમસ્યાઓમાં પણ વધારો થાય છે.
એક સમય એવો આવે છે જ્યારે હોઠની કરચલીઓ એટલી વધી જાય છે કે તેનો સાવ દેખાવ બગડી જાય છે. જો તમે પણ હોઠની યોગ્ય કાળજી નથી રાખતા તો આવનારા સમયમાં તમને તમારા દેખાવ પર અસર પડી શકે છે. તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે ત્વચા પર સૌથી વધુ અસર 40 વર્ષની ઉંમર પછી જોવા મળે છે.
આવી સ્થિતિમાં, જો તમે 30 વર્ષની ઉંમરના પછીના તબક્કામાં પહોંચ્યા પછી તમારે ચહેરાની ત્વચાની સાથે હોઠની ત્વચા પર પણ ધ્યાન આપવું પડશે. તો ચાલો તમને જણાવીએ કેટલીક એવી ખાસ ટિપ્સ વિશે.
હોઠની સંભાળ માટે આ રૂટિન અપનાવો : જો હોઠની સંભાળ લેવાની રૂટિન વિશે વાત કરીએ તો તમારે નીચેના પગલાંઓનું પાલન કરવું જોઈએ. તમે સવારે ઉઠ્યા પછી તરત જ તમારો ચહેરો ધોઈ લો ત્યારે તમારા હોઠને ધીમે-ધીમે સ્ક્રબ કરો.
2. હોઠને સ્ક્રબ કર્યા પછી તરત જ તમારે તેના પર લિપ બામ લગાવવાનું છે. જો લિપ બામ ન હોય તો તમારે લિપ ક્રીમ આવે તે લગાવવી જોઈએ. 3. જો તમે ઘરની બહાર જાઓ છો તો પહેલા હોઠ પર એસપીએફ વાળો લિપ બામ લગાવો અથવા તો તમે લિપસ્ટિક પણ લગાવી શકો છો. માર્કેટમાં તમને સારી બ્રાન્ડ્સમાં SPF વાળી લિપસ્ટિક મળી જશે.
ખાસ નોંધ- આ સ્ટેપ્સને ધ્યાનમાં રાખવાની સાથે તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે હોઠ પર વારંવાર જીભ ના લગાવવી જોઈએ. જો તમારા હોઠ વધારે શુષ્ક હોય તો તમારે તેને દાંતોની વચ્ચે ચાવ્યા વગર લિપ બામનો ઉપયોગ કરવો જોઈએ.
હોઠની સંભાળ માટે ઘરેલું ઉપચાર : ત્વચાને યુવાન રાખવા માટે કોલેજન સૌથી વધુ જવાબદાર હોય છે. 30 વર્ષની ઉંમર વટાવ્યા બાદ તેનું ઉત્પાદન ઘટવા લાગે છે અને 40 વર્ષની ઉંમર પછી શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જેના કારણે કોલેજનનું ઉત્પાદન ખૂબ જ ઓછું થવા લાગે છે.
જ્યારે પણ આવી સ્થિતિ સર્જાય છે ત્યારે ત્વચા ઢીલી અને લટકવા લાગે છે. હોઠની ત્વચા પર પણ તેની ખાસ અસર પડે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો. તો ચાલો જાણીયે 3 હોમમેઇડ લિપ સ્ક્રબ વિશે.
(1) 1 નાની ચમચી ઓટ્સ અને 1 નાની ચમચી મધ. વિધિ : એક બાઉલમાં ઓટ્સ અને મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવો. તમે તેમાં વિટામિન-ઈ તેલના 2 ટીપા પણ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણથી હોઠને 2 મિનિટ સુધી સ્ક્રબ કરો અને પછી હોઠ ધોઈ લો.
(2) 1 નાની ચમચી ગુલાબના ફૂલનો પાવડર અને 1/2 નાની ચમચી દૂધ. વિધિ – દૂધ અને ગુલાબ પાવડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ મિશ્રણને હોઠ પર લગાવીને 10 મિનિટ સુધી રહેવા દો. જ્યારે લિપ માસ્ક સુકાઈ જાય ત્યારે હોઠને પાણીથી ધોઈ લો. આમ કરવાથી 2 ફાયદા થશે. પહેલા હોઠનો રંગ ગુલાબી થશે અને શુષ્કતા પણ ઓછી થશે.
(3) 1/2 નાની ચમચી નારિયેળ તેલ અને 1 નાની ચમચી બીટનો રસ. વિધિ – નાળિયેર તેલમાં બીટનો રસ મિક્સ કરીને, આ મિશ્રણને તમારા હોઠ પર દિવસમાં જેટલી વાર તમે લ્હાવો શકો તેટલી વખત લગાવો. એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે આ મિશ્રણને હોઠ પર લગાવો ત્યારે તે પહેલા તમારા હોઠને સાફ કરી લો.
જો તમે આવુ નિયમિત કરશો તો તમારા હોઠ મુલાયમ અને ગુલાબી બની જશે અને સાથે જ કરચલીઓ પણ ઓછી થશે. જો તમારી ઉંમર પણ વધી રહી છે તો આ ટિપ્સ તમારા માટે પણ ઉપયોગી થશે. આ ટીપ્સને અપનાવો અને જો તમને લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.