chaat masala powder recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચાટનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને આજકાલનું વાતાવરણ પણ એવું જ છે દરરોજ ચાટ ખાવાનું મન થઇ જાય છે, પરંતુ તમે દરરોજ ચાટ ખાઈ શકતા નથી કારણ કે તેને દરરોજ ખાવાથી પેટને નુકસાન થાય છે.

વાસ્તવમાં આ ચાટ પેટને નુકસાન પહોંચાડતી નથી કારણ કે ચાટના ઘણા પ્રકાર હોય છે અને તમે તેને હેલ્ધી બનાવી શકો છો જેથી આ ચાટથી નુકસાન થતું નથી. હકીકતમાં ચાટ પર રેડવામાં આવતો મસાલેદાર ચાટ મસાલો પેટ બગાડે છે.

જો કે બજારમાં મળતા ચાટ મસાલામાં પણ અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના વિશે આપણે બધા ભાગ્યે જ જાણતા હશું. તેથી જ તે આપણા પેટને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં બજારમાં વેચાતા ચટપટા મસાલાનો ઉપયોગ કરવાને બદલે ઘરે જ ચાટ મસાલો બનાવીને તેનો રોજ ખાવાની ઉપર નાખી શકો છો.

ઘરે બનાવો ચાટ મસાલો : ઘરે બનાવેલો ચાટ મસાલો હેલ્દી હોય છે અને તમે તેને રોજ ખાઈ શકો છો. સૌથી સારી વાત એ છે કે તેને ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. આ માટે તમારી પાસે સામાન્ય મસાલા હોવા જોઈએ. જો તમે ઘરે ચાટ મસાલો બનાવવાની રીત જાણી લો.

સામગ્રી : 1 કપ સૂકા શેકેલા ધાણા, 1 કપ સૂકું આખું કાશ્મીરી લાલ મરચું, 1 કપ શેકેલું જીરું, 1 કપ આમચૂર પાવડર, 3 ચમચી કાળા મરી, 1 કપ મીઠું, 3 ચમચી કાળું મીઠું

બનાવવાની રીત : ઘરે ચાટ મસાલો બનાવવા માટે બધા મસાલાને સૂર્યપ્રકાશના તડકામાં ત્રણ કલાક સુધી સૂકવી દો. પછી તેને મિક્સરમાં નાખીને બારીક પીસી લો. હવે મસાલાના પાવડરને એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો. તમારો ઘરે બનાવેલો ચાટ મસાલો બનીને તૈયાર છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા