લીંબડાના પાન થી આ રીતે બનાવો કીડા મારવાનો નેચરલ સ્પ્રે | limda na pan no spray

limda na pan no spray
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આમ તો પણે બધા જાણીયે છીએ કે, લીમડાના પાંદડાની સાથે, તેનું ફળ પણ સ્વાસ્થ્ય લાભ માટે જાણીતું છે. પરંતુ, તમારામાંથી ઘણા લોકોએ સાંભળ્યું હશે કે, ઘર અને બગીચામાંથી જીવજંતુઓને દૂર રાખવા માટે લીમડાનાં પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સાંભળ્યું ન હોય, તો ચાલો તમને જણાવી દઈએ કે તમે લીમડાનાં પાંદડાઓ વડે ઘરે એક કુદરતી જંતુનાશક સ્પ્રે તૈયાર કરી શકો છો.

આ લેખમાં અમે તમને લીમડાના પાંદડામાંથી જંતુનાશક સ્પ્રે કેવી રીતે તૈયાર કરવો એના વિષે વાત કરીશું. આ કુદરતી જંતુનાશકોથી કોઈ નુકસાન થતું નથી. તેના ઉપયોગથી કીડાઓ અને જંતુઓ ટૂંક સમયમાં ભાગી જાય છે. તો ચાલો જાણીએ.

બગીચાને જંતુઓથ રાખે દૂર : આજકાલ એક નહિ પણ, બજારમાં ઘણા પ્રકારના કેમિકલ સ્પ્રે મળતા હોય છે, જેના કારણે છોડને ઘણું નુકસાન પહોંચતું હોય છે. ઘણી વાર સ્પ્રે છાંટવાથી પાન અને ઘણી વાર છોડ જ બળી જતો હોય છે.

એવામાં આ લીંબડાના પાનમાંથી બનેલો સ્પ્રે કેમિકલ ફ્રી અને સસ્તો ઉપાય છે. આ સ્પ્રે થી કીડા મકોડા પણ ભાગી જશે અને છોડને પણ કોઈ પણ નથી. આ સ્પ્રે ને ઘર માં પણ ઉપયોગ કરી શકાય છે.

લીમડાના પાનથી જંતુનાશક સ્પ્રે તૈયાર કરવાની રીત: ઉનાળા અને વરસાદની ઋતુમાં લોકો સામાન્ય રીતે મચ્છર, ભમરો, માખીઓ, કીડીઓ વગેરે જેવા જંતુઓથી વધુ પરેશાન થાય છે. જો તમને પણ આવું જ કંઇક થાય છે, તો પછી તમે આ જંતુઓથી છૂટકારો મેળવવા માટે લીમડો સ્પ્રે વાપરી શકો છો. બાથરૂમ અને રસોડામાં હાજર નાના જીવજંતુઓને દૂર કરવા માટે લીમડાનો સ્પ્રે શ્રેષ્ઠ કામ કરે છે.

  • લીમડો જંતુનાશક સ્પ્રે માટે જરૂરી સામગ્રી :
  • લીમડાના પાન – 1-2 કપ
  • બેકિંગ સોડા – 1 ટીસ્પૂન
  • વિનેગર -1 ટીસ્પૂન
  • સ્પ્રે બોટલ -1
  • પાણી જરૂર મુજબ

સ્પ્રે બનાવવાની પહેલી રીત : 

આ માટે, વાસણમાં લીમડાના પાન અને એકથી બે લસણની કળીઓને બે કપ પાણી સાથે ઉકાળીને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થયા પછી, પાંદડા અને લસણને ગાળી લો અને તેને અલગ કરીને પાણીને સ્પ્રે બોટલમાં ભરો. હવે આ સ્પ્રે બોટલમાં બેકિંગ સોડા અને વિનેગર નાંખો અને તેને બરાબર મિક્સ કરો.

સ્પ્રે બનાવવાની બીજી રીત : સૌ પ્રથમ, લીમડાના પાન અને એક થી બે કપ પાણી મિક્સરમાં નાખીને બારીક પીસી લો. પછી, આ પેસ્ટને ફિલ્ટર કરીને તેને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે બાકીની સમાગ્રીને સ્પ્રે બોટલમાં નાખીને ચારથી પાંચ મિનિટ સુધી સ્પ્રે બોટલને સારી રીતે શેક કરો.

કેવી રીતે વાપરવો: આ જંતુનાશક સ્પ્રે ને ઘરના ભાગોમાં બાથરૂમ, રસોડું, લિવિંગ રૂમ, બેડ રૂમ વગેરેમાં સારી રીતે છંટકાવ કરવો. તેની તીવ્ર ગંધને લીધે, જંતુઓ અને જીવાતો થોડા જ સમયમાં ભાગી જશે.

ઘરની જેમ, બગીચામાં પણ તે જ રીતે સ્પ્રે કરો. જો ઘરમાં કોઈ પોટ હોય તો ત્યાં પણ છાંટો. આને કારણે, કોઈપણ જીવજંતુ છોડ પર ક્યારેય બેસશે નહીં. રસોડામાં છાંટતી વખતે, ખોરાકને છંટકાવ કરો. આ સ્પ્રેથી પુખ્ત વયના લોકો અને બાળકોને નુકસાન થતું નથી.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.