હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોઈ ની દુનિયા માં. આજે અમે તમારી સાથે શેર કરીશું લીંબુ શરબત મસાલા બનાવવાની રેસિપી. ગરમીમાં આપણે લીંબુ શરબત અને બીજા ઘણા સોફ્ટ પીણાં પીતા હોઈએ છીએ. આ મસાલાને ઉમેરવાથી તમારા પીણાનો સ્વાદ બમણો થઇ જશે.
લીંબુ શરબત મસાલા બનાવવાની રીત: એક પેન માં 2 ટીસ્પૂન જીરું એડ કરો. મીડીયમ ફ્લેમ પર જીરાને શેકી લો જ્યાં સુધી તેની સુગંધ ના આવી જાય અને એનો કલર ચેન્જ ના થાય. હવે 1 ટીસ્પૂન કાળામરી એડ કરીને જીરા સાથે 1 મિનિટ માટે શેકી લો. હવે ગેસ ને બંદ કરી દો અને ઠંડુ કરવા મૂકી દો.
ઠંડુ થઇ ગયા પછી, હવે એક મિક્સર જારમાં શેકેલા જીરું અને કાળામરી ને એડ કરી લો. ઉપરાંત 2 ટીસ્પૂન સાદું જીરું (નોર્મલ જીરું) અને 2 લીલી ઈલાયચીના દાણા એડ કરી લો. હવે 3 ટીસ્પૂન સંચર પાઉડર અને 2 ટીસ્પૂન મીઠું ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
તો તૈયાર છે મસાલા પાઉડર. આ મસાલાને લીંબુ શરબત સિવાય કોઈ પણ સોફ્ટ ડ્રિન્ક માં ઉપયોગ કરી શકાય છે. આ મસાલો નાખવાથી તમારા ડ્રિન્ક નો સ્વાદ બમણો થઇ જશે. આ એકદમ સરળ રીત છે અને તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો.
તમારે જો સ્ટોર કરવો હોય આ મસાલાને તો, તમે આરામ થી 3 થી 4 મહિના સુધી કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો. જો તમને આ રેસિપી ગમી હોય તો આગળ મોકલવાનું ભૂલશો નહિ. ધન્યવાદ, તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.