બારમાસી ના ફાયદા
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બારમાસી ના ફાયદા: આપણે આપણા બગીચામાં નવા નવા પ્રકારના છોડ ઉગાડતા હોઈએ છીએ અને તેને આપણે ખુબજ પ્રેમથી તેનો ઉછેર પણ કરતા હોય છીએ. આ દરેક છોડ માં કોઈ ને કોઈ ખાસ પ્રકારના ગુણો મળી રહે છે.

જેનાથી આપણે અલગ-અલગ રોગોથી મુક્તિ મળે છે. આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ સમાવેશ કરવામાં આવે છે જેમાં સદાબહાર નો છોડ જેને આપણે બારમાસી નામથી પણ ઓળખીએ છીએ.

બારમાસી એક મહત્વનો ઉપયોગી છોડ છે. ઘરના આંગણે અને બગીચામાં ઉગનારી મારમાસી એક મહત્વપૂર્ણ ઔષધીય છોડ છે. આ વનસ્પતિ માં મહત્વપૂર્ણ રસાયણો મળી આવે છે. આ છોડને આપણે બારમાસી અથવા તો સદા સુહાગન ના નામથી પણ ઓળખીએ છીએ અને ઘણા લોકો તેને સદાબહાર પણ કહે છે.

જેટલું સરસ છે તેટલું જ તે સુંદર અને ઉપયોગી છે. તે બારે માસ જોવા મળે છે તેથી જ આપણે તેને બારમાસી કહીએ છીએ. દુનિયાભરના હર્બલ જાણકારો તેના ઔષધીય ગુણોના વખાણ કરતા થાકતા નથી અને હિંદુસ્તાનમાં આદિવાસી પ્રદેશોમાં પણ આ મહત્વપૂર્ણ ઔષધીય છોડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

બારમાસી એક સાધારણ અને સુંદર ફૂલ છોડ છે પરંતુ તેના ગુણ ખૂબ જ મોટા છે. બારમાસી ડાયાબિટીઝની સાથે-સાથે હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવી બીમારીઓ ની દવા છે. હવે જાણી લો તેના ફાયદાઓ વિશે.

૧) લોહીને શુદ્ધ કરે:– બારમાસી નો નિયમિત ઉપયોગ કરવાથી આપણા શરીરનો લોહી સાફ થાય છે એટલે કે બારમાસી એક detoxifier છે.

૨) ડાયાબીટીસ: ડાયાબિટીસની દવા માટે બારમાસીના ૫ ફુલ અને તેના છોડનાં બે પાન, ટમેટું અને કાકડી લઈ તેનો જ્યુસ બનાવી અને દિવસમાં એકવાર ખાલી પેટે અથવા તો જમીને એક કલાક પછી લેવાનું. કાકડી અને ટામેટા નું જ્યુસ બનાવતી વખતે તેનો વચ્ચેનો પલ્પ કાઢીને જ્યુસ બનાવવાનું અને ગાળીને પી જવાનું.

બારમાસી ના ફૂલ ની અસર સુગર લેવલને ઘટાડે છે અને આપણી પેનક્રિયાઝના કાર્યક્ષમતાને પણ વધારે છે.  આ દવા ખૂબ જ આસાન અને ઝડપથી અસર કરતી હોવાથી ડાયાબીટીસની સંજીવની તરીકે ઓળખવામાં આવે છે. ડાયાબીટીસ માટે આ છોડ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

રોજ આ છોડના ૫  પાનનું સેવન કરવાથી પણ સુગર લેવલ ઘટે છે. આ ઉપરાંત તમે બારમાસી નાં ફૂલને એક ગ્લાસ પાણીમાં દસ મિનિટ સુધી પલાળી રાખી, ત્યારબાદ ૧૦ મિનિટ પછી તેમાંથી બે ફૂલ કાઢી તે પાણીનું સેવન કરો તો પણ તમારો સુગર લેવલ ઘટી જાય છે.

૩) ચામડીના રોગોમાં: સદાબહાર ને તોડવાથી જે સફેદ પદાર્થ નીકળે છે તેને જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં લગાડવાથી ખંજવાળમાં ઘણો ફાયદો થાય છે. સદાબહાર છોડથી મોઢામાં કે અન્ય જગ્યાઓ પર થતા ડાઘ માં પણ ખૂબ જ ફાયદો થાય છે. જે જગ્યાએ ડાઘ થયા હોય ત્યાં તેલ લગાડવાથી થોડા સમયમાં દાદર જતો રહે છે.

૪) અલ્સરમાં રાહત:-  જે લોકોને અલ્સરની બીમારી હોય છે તે લોકો સદાબહાર ના પાંદડા ને ખાંડીને લગાડવાથી અલ્સરની બીમારી માં ફાયદો થાય છે.

૫) એલર્જીમાં ફાયદાકારક: કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો સદાબહાર ના પાંદડા નો લેપ લગાડવાથી એલર્જી મટી જાય છે.

૬) કેન્સરમાં લાભદાયી: બારમાસીનો નિયમિત ઉપયોગથી કેન્સર માં લાભ થાય છે. સદાબહાર ની ખાસ વાત તો એ છે કે તેનાં પાંદડાં તોડતી વખતે જે તેમાંથી સફેદ પદાર્થ નીકળે છે તે સફેદ પદાર્થ જ્યાં ઘા હોય છે ત્યાં લગાડવાથી તે ઘા મટી જાય છે અને તે સફેદ પદાર્થ દૂધમાં નાખી અને લાગેલા ઘા પર લગાડવાથી તે ઘા જલદી પાકી જાય છે અને તે ગામ માંથી રસી નીકળી જાય છે અને પરિણામે ખૂબ જ ઝડપથી મટી જાય છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા