પૌંઆ માંથી બનતો મંચુરિયન જેવો જ નવો નાસ્તો. એક વાર બનાવશો તો બધા આંગળા ચાટી ચાટી ને ખાશે

paua recipe in gujarati

મંચુરિયન નું નામ પડતાં જ બધા મોઢામાં પાણી આવી જાય છે. તો આજે આપણે મંચુરિયન જેવું જ સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ ખાવાનુ મન થઇ જાય તેવું ચટાકેદાર પૌઆમાંથી નવો નાસ્તો બનાવીશું. આ નાસ્તો બનાવવો એકદમ સરળ છે અને ઝડપથી બની જાય છે. તો આ એકદમ નવો નાસ્તો બનાવવા માટેની રીત જોઈલો અને ઘરે જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો.

  • સામગ્રી:
  • એક વાટકી પૌંઆ
  • અડધી વાટકી બેસન
  • એક થી બે ચમચી દહીં
  • ૧/૪ કપ છીણેલું ગાજર
  • એક ઝીણી સમારેલી ડુંગળી
  • બે લીલા મરચાના ટુકડા
  • એક કેપ્સીકમ સમારેલું મરચું
  • સમારેલી કોથમીર

એક વાટકી સીંગદાણા નો ભુક્કો

  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધી ચમચી વાટેલું લસણ
  • એક ચમચી લાલ મરચું પાઉડર
  • એક કાચા બટાકાનું છીણ (કાતરી પાડીએ છીએ તેવું)
  • બે ચમચી કોર્ન ફ્લોર

શાકભાજી ની સામગ્રી

  • એક વાટકી સમારેલી કોબીજ
  • એક સમારેલું કેપ્સીકમ
  • એક સમારેલી ડુંગળી
  • એક સમારેલું ટામેટું
  • ૧/૪ ચમચી મીઠું
  • ત્રણ ચમચી રેડ ચિલ્લી સોર્સ
  • ત્રણ ચમચી Soy સોર્સ
  • ત્રણ ચમચી ટામેટા સોર્સ
  • લાલ કાશ્મીરી મરચું
  • મીઠું

નાસ્તો બનાવવાની રીત:

સૌ પ્રથમ પૌંઆ ને એક બાઉલમાં લઇ પાણીની મદદથી સારી રીતે ધોઈ લો. પૌઆ સારી રીતે ધોવાઈ જાય પચી તેને એક બાઉલ માં લઇ લો અને તેના બે ચમચી દહીં એડ કરો.હવે દહીંને પૌંઆ સાથે ચમચીની મદદથી સારી રીતે મિકસ કરી લો.

હવે ૧૦ મીનીટ માટે આ બાઉલ ને બાજુ માં રાખી લો. ૧૦ મીનીટ પછી પૌંઆ એકદમ સોફ્ટ થયેલા જોવા મળશે. હવે તેમાં છીણેલું ગાજર, મરચાના ટુકડા, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સીકમ નાં ટુકડાં, સમારેલી કોથમીર, એક વાટકી સિંગદાણાનો ભુક્કો, એક વાટકી બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બરાબર હલાવી દો.

જ્યારે બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં લાલ મરચું, અને બટાકાનું છીણ એડ કરી હાથની મદદ થી બધું સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ લોટ જેવું થઈ જશે. જો મિશ્રણ પાતળું થઈ જાય તો તમે એક કે બે ચમચી બેસન એડ કરી શકો છો. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે થોડુ થોડું મિશ્રણ હાથમા લઇ તેના ગોળ બોલ્સ બનાવી દો.

બધા બોલ્સ તમારે મીડિયમ સાઇઝ નાં બનાવવાના છે. બધા બોલ્સ તૈયાર થઈ જાય પછી ગેસ પર એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં બનાવેલાં બોલ્સ ને એડ કરો. જો તેલ વધુ ગરમ હસે તો અંદર તમારા બોલ્સ કાચા રહી જસે અને બહાર થી થઈ ગયા હોય એમ લાગશે તો તમારે મીડિયમ જ તેલ રાખવું.

બધા બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને એક પ્લેટ માં બહાર કાઢી લો.આ બોલ્સ ને તમે ચટણી કે સોર્સ સાથે પણ સર્વ કરી શકો છો. એક વાટકીમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી એડ કરી ને ચમચીની મદદ થી મિશ્રણ તૈયાર કરો.

એક કડાઈ મા એક મોટો ચમચો તેલ એડ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી વાટેલું લસણ, બે લીલા સમારેલા મરચાં એડ કરી એક મીનીટ માટે સાંતળી લો. મરચા અને લસણ સારી રીતે સંતળાઈ જાય એટલે તેમાં શાકભાજી એડ કરવાના છે.

શાકભાજી માં એક નાની વાટકી સમારેલું કોબીજ, એક મોટી સમારેલી ડુંગળી, એક કેપ્સીકમ અને એક સમારેલું ટામેટું અને થોડું મીઠું એડ કરી ત્રણ થી ચાર મીનીટ માટે બધા શાકભાજીને સાંતળી લો.

હવે ઢાંકણું ઢાંકી ને ૪-૫ મીનીટ માટે થવા દો. અહિયાં તમારે બધા શાકભાજીને વધારે પડતાં કુક કરવાના નથી. ૪-૫ મીનીટ પછી ઢાંકણ ખોલી ને તેમાં ત્રણ ચમચી રેડ ચીલી સોર્સ, ત્રણ ચમચી Soy સોર્સ અને ત્રણ ચમચી ટામેટા સોર્સ એડ કરો.હવે બધું સારી રીતે હલાવી દો.

હવે તેમાં લાલ કાશ્મીરી મરચું, મીઠું અને વાટકીમાં બનાવેલ કોર્ન ફ્લોર નાં મિશ્રણ ને એડ કરો. હવે તેમાં થોડું પાણી એડ કરી સારી રીતે બધું મિક્સ કરી લો. ગેસ ને ફુલ કરી દો. હવે તમારી ગ્રેવી બનાવાની શરૂ થઈ ગઈ હસે. જ્યારે ગ્રેવી સારી રીતે બની જાય ત્યારે તેમાં તળેલા બોલ્સ ને એડ કરી ઉપર થી ઢાંકણ ઢાંકી ૩-૫ મીનીટ માટે કુક થવા દો.

૩-૫ મીનીટ પછી તેમને જોશો તો તમારા બોલ્સ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા હસે. હવે તેમાં કોથમીર ને સ્પ્રેડ કરી અને સર્વ કરો. તો અહિયાં તમારો એકદમ નવી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.