શિયાળામાં બજારમાં લીલા વટાણા સૌથી વધારે સરળતાથી મળી જાય છે. સિઝનલ હોવાથી શિયાળામાં વટાણાનો સ્વાદ વધી જાય છે તો આજની રેસિપીમાં લીલા વટાણાનો હલવો બનાવવાની રીત જણાવીશું.
લીલા વટાણાનો હલવો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રેસીપી છે અને તેને બનાવવામાં પણ વધારે સમય લાગતો નથી તો શું વિલંબ કર્યા વગર ચાલો જાણીએ લીલા વટાણાનો હલવો બનાવવાની સરળ રીત.
સામગ્રી : લીલા વટાણા 200 ગ્રામ, થોડું દૂધ માવો 3 ચમચી, બદામ 7 થી 8, કિસમિસ 7 થી 8, ઈલાયચી પાવડર 1/2 નાની ચમચી, ઘી 4 ચમચી, ખાંડ 1/2 કપ, કાજુ 7 થી 8
લીલા વટાણાનો હલવો બનાવવાની રીત : લીલા વટાણાનો હલવો બનાવવા માટે સૌથી પહેલા લીલા વટાણા લો અને તેની છાલ કાઢીને લીલા વટાણાને અલગ કરી લો. આ પછી વટાણાને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેને ચાળી લો.
આ પછી મિક્સર લો અને મિક્સર જારમાં વટાણાને નાખો, હવે મિક્સરમાં થોડું દૂધ ઉમેરીને બરાબર પીસી લો. આ પછી ગેસ ચાલુ કરો અને ગેસ પર કઢાઈ ને મુકો અને તેમાં ઘી નાખો.
જ્યારે ઘી ગરમ થઈ જાય એટલે કઢાઈમાં પીસેલા લીલા વટાણા નાંખો અને તેને લગભગ 5 થી 7 મિનિટ સુધી સારી રીતે ફ્રાય કરો. વટાણા અને દૂધના આ મિશ્રણને ત્યાં સુધી સારી રીતે સાંતળો કે જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે સુકાઈ ના જાય.
જ્યારે મિશ્રણનું પાણી સારી રીતે સુકાઈ જાય ત્યારે તેમાં ખાંડ અને દૂધ ઉમેરો અને 5 થી 6 મિનિટ સુધી સારી રીતે પકાવો. પછી તેમાં કિસમિસ, બદામ, કાજુ અને નારિયેળની છીણ (ફરજીયાત નથી) નાખી હલવો સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં માવો ઉમેરી હલવો 2 થી 3 મિનિટ પકાવો. આ પછી છેલ્લે ઈલાયચી પાવડર ઉમેરીને મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરો. તો તૈયાર છે લીલા વટાણાનો હલવો. હવે સર્વિંગ બાઉલમાં લીલા વટાણાનો હલવો સર્વ કરો.
આ સરળ સ્ટેપની મદદથી લીલા વટાણાનો હલવો તૈયાર થઈ જશે. જો તમને અમારી આ રેસિપી ગમી હોય તો જરૂરથી આગળ મોકલજો અને આવી જઅવનવી રેસિપી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો